ઉનાળાની શરૂઆત થતાં આજથી જ શરૂ કરી દ્યો, અનેક રોગોની એક દવા છે આ જ્યુસ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઋતુ પરિવર્તન થતાં ખાણીપીણીમાં ફેરફાર કરવાથી દરેક રોગથી દૂર રહી શકાય છે. ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની ટેવ અને શરીરની જરૂરિયાત પણ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની સાથે સાથે તે ઘણા રોગોથી પણ બચાવે છે.

ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે.
આર્યુવેદમાં જણાવવામા આવ્યુ છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો મતબલ છે કે, એસિડિટી અને પેટના અગ્રિનીની સારવાર માટે પણ સારો છે.
ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે. શેરડીના રસમાં ધાણાજીરા પાવડર નાખીને પીવાથી એસીડીટીમાં તરત જ લાભ થાય છે. મોટાભાગના લોકો શેરડીના આ સ્વાસ્થ્ય લાભ વિશે નહીં જાણતા હોય, જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે જાણ્યા બાદ તમે રોજ શેરડીનો રસ પીશો.
ગરમીમાં બહુ જ થાકી ગયા હો અને તરત જ એનર્જી જોઈએ તો શેરડીનો રસ પી શકાય. શેરડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયર્ન જેવાં ન્યૂટ્રીશન્સ પણ સારી એવી માત્રામાં હોય છે. શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાને કારણે અંગોમાં બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય, ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય.
જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ પીવો જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો.

પથરીના દર્દી માટે શેરડીનો રસ બેસ્ટ ઈલાજ છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપે  છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે.

શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. તેનાથી હાડકા મજબૂત બની સાંધા ના દુખાવા થી છુટકારો મળે છે. લોહીની ઉણપના દર્દીને લાલ રક્તકણોની સંખ્યા ઓછી થઈ જાય છે. લોહતત્વ શેરડીના રસમાં પૂરતા પ્રમાણમાં છે. એટલે જ શેરડીનો રસ પીવાથી એનિમિયાના ખતરાથી બચી શકાય છે.

આ ઉપરાંત, શેરડી ખાવાથી કમળો મટે છે. ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે. રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે. એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે.

શેરડીનો રસ પિતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો: 

આયુર્વેદે સ્પષ્ટપણે સાવ ના પાડી દીધી છે કે તમારે કોઇપણ ફ્રુટમાં કે જ્યુસની અંદર ઉપરથી મીઠાંનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહિ.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top