આજકાલ મોટાભાગના લોકો અને ઘરે-ઘરે દાંતના દુખાવા અને સડાની સમસ્યા થઈ રહી છે. દાંતમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતનની આસપાસના હાડકાંઓ અને પેઢામાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તેથી જ આજે અમે દાંત અને પેઢાંની માવજત અને દાંતનો સડો, દુખાવો દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઈલાજ લઈ ને આવ્યા છીએ જેનાથી કોઈપણ દવા વગર અને મોંઘી પ્રોસેસ વગર દાંતના કે દાઢના સદથી છુટકારો મેળવી શકાય.
જે લોકોને પેઢા પર સોજો આવી ગયો હોય તેમણે 1 ગ્લાસ પાણીમાં મીઠું ભેળવી તેના દિવસના બે વાર કોગળા કરવા જેથી 1 દિવસમાં જ સોજો ઉતારી દુખાવો મટી જશે. તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
લીમડો અનેક ગુણોથી ભરપૂર હોય છે. લીમડામાં રહેલા ગુણો સ્વાસ્થ્ય માટે પણ વરદાનરૂપ છે. દરરોજ લીમડાનું દાંતણ કરવામાં આવે તો ક્યારે કોઇ દિવસ દાંતને લગતી તકલીફો થતી નથી. દાંતમાં સડો થઇ ગયો છે તો દરરોજ લીમડાનું દાંતણ કરો તેમજ લીમડાની પેસ્ટ બનાવીને લગાવો. આમ કરવાથી સડો દૂર થઇ જશે અને દાંતમાં દુખાવો નહીં થાય.
નારિયેળની છાલને બાળી ઝીણો ભૂકો કરી દાંતે લગાડવાથી દાંત સાફ થાય છે. અને તેમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. લીંબુની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી તેમાં મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંત મજબૂત અને ચમકીલા બને છે. અખરોટના ઝાડની છાલ દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે.
1 ચમચી તલના તેલમાં 3-4 ટીપા લવિંગનું તેલ નાખીને તેનાથી રોજ સવારે 10 મિનિટ ખાલીપેટ કોગળા કરો. તેની સાથે તલના તેલ અને લવિંગના તેલને બરાબર માત્રામાં મિક્સ કરી લો અને અને રૂ ની દાંતના આકારની નાનકડી દડી બનાવીને તે તેલમાં પલાળો.
ત્યારબાદ તે તેલવાળી રૂ ની દડીને કેવિટી વાળા દાંતમાં 10 થી 15 મિનિટ સુધી દબાવી રાખો. આમ કરવાથી તેલ સતત દાંતની અંદર જતું રહેશે. તેનાથી પહેલા-બીજા દિવસમાં જ સારા પરિણામ મળે છે, અને દાંતનો દુઃખાવો દૂર થાય છે. દિવસમાં 2 થી 3 વાર આ પ્રયોગ કરો. તેના માટે તમે એક નાની પ્લાસ્ટિકની ડબ્બીમાં આ તેલવાળી 3-4 રૂ ની દડી પોતાની સાથે રાખો, અને દરેક વખતે જમ્યા પછી કોગળા કરીને તેને 10 મિનિટ માટે દાંત વચ્ચે દબાવી રાખો.
લવિંગમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક પ્રોપર્ટીઝ હોય છે જે દુખાવામાંથી તેમજ દાંતના સડામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. આ માટે લવિંગનો પાવડર બનાવીને તેમજ લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી આ તકલીફ દૂર થઇ જશે.
ફુદીનાના પાન ચાવવાથી મુખમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને દાંતનો સડો દૂર થશે. મીઠું, ખાવાનો સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દાંતના દર્દમાં રાહત રહેશે. બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.
હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. સવારે કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે. જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.
સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે. ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
પોલા થઈ ગયેલ અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે. દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ દૂર થાય છે.