કેળા ખાવાથી આપણા શરીરમાં થતા ફાયદાઓથી તો આપણે સૌ પરિચિત જ છીએ. કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને તેના લીધે હાડકાની મજબૂત થાય છે પરંતુ શું તમે પણ કેળા ખાઈને તેની છાલ ને બેકાર સમજીને ફેંકી દો છો? તો ચાલો આજે આપણે જાણીએ કેળાં ની છાલ નો ઉપયોગ કરવી રીતે કરી શકાય. આ વાંચ્યા પછી તમે પણ કેળાની છાલ ને ફેકવાનું બંધ કરી દેશો.
હરસ,મસા માં રાહત :
આ સિવાય કેળાના છાલને મસા નો કાળ અથવા દુશ્મન માનવામાં આવે છે રાત્રે કેળાની છાલને અસરગ્રસ્ત વિસ્તાર વ્યવસ્થિત રીતે ૨૪ કલાક ના સમયગાળા માટે બાંધી રાખો. તમારે 20 દિવસ સુધી આ કરવાનું ચાલુ રાખવું પડશે આ કરવાનું તમારા મસા અદૃશ્ય થઈ જશે. મસ્સા ની સમસ્યામાંથી આજીવન મુક્તિ મેળવી શકો.
વજન ઓછું કરે :
કેળામાં સારા પ્રમાણમાં પાચક ઉત્સેચકો હોય છે જે તમારા શારીરિક તંત્રને ઇંધણ પુરુ પાડે છે. જો તમે પણ કેળુ ખાઈને પછી તેની છાલને ફેંકી દેતા હોવ તો હવેથી તેમ ન કરશો. તમે કેળાની છાલ ખાઈ ને વજન ઓછો કરી શકો છો અને તેને ખાવાથી તમારી વજન ઘટવાની પ્રક્રિયા વધારે ઝડપી બનશે. ફાયબરને કારણે કેળાની છાલ વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે. તેના કારણે તમારી ભૂખને ભાંગવા માટે તમારું મન આમતેમ ભટકતું નથી. અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી થાય છે.
દાંત ચમકતા કરે :
દરેક વ્યક્તિ ને તેના દાંત ને ચમકતા દેખાડવા હોય છે. હકીકતમાં દરરોજ ચા, કોફી અને ઘણા પીણાઓના ઉપયોગથી દાંત પીળા થઈ જાય છે. જેના કારણે ઘણીવાર શરમ અનુભવાય છે. આવી સ્થતિ માં તમે કેળાં ની છાલ નો ઉપયોગ કરી શકો છો. કેળા ની છાલ ને અંદર ની તરફ થી દાંતો ને રગડવાની છે. પછી દાંત ધોઈ લો. અઠવાડિયા માં એવું 3 વખત કરશો તો તમને તમારા દાંત હીરા જેવા ચમકવા લાગશે.
ત્વચા મુલાયમ અને ખીલ મુક્ત થશે :
દરેક ને પોતાની ત્વચા મુલાયમ અને સુંદર દેખાડવી હોય છે. તેના માટે માર્કેટ માં મળતા મોંઘા કેમિકલ નો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ સમય જતાં ચહેરા ને નુકશાન કરે છે. આવી સ્થિતિ માં કેળાં ની છાલ નો ઉપયોગ કરી શકો છો. કેળાંની છાલ ને તમારા ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરો. પછી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો એકદમ મુલાયમ થઈ જશે.
જો તમે ખીલ ની સમસ્યાથી કંટાળ્યા છો તો કેળાની છાલ તમને ઉપયોગી નીવડે છે. આ માટે કેળાની છાલ પર મધ લગાડીને ખીલ પર હલ્કા હાથે મસાજ કરો અને થોડી વાર પછી મોઢું ધોઈ લેવું. સાથે સાથે બ્લેકહેડ ની સમસ્યા હોય તો પણ રાહત થશે.
વાળ મજબૂત અને મુલાયમ :
જો છાલ ચહેરો મુલાયમ બનાવી શકતી જોય તો તે વાળ માટે પણ બહુ લાભદાયી છે. તમે કેળાની છાલને વાળના માસ્ક તરીકે પણ વાપરી શકો છો, કેળાની છાલનો ઉપયોગ કરીને તમે તમારા વાળ નરમ અને મજબૂત અને ચમકદાર બનાવી શકો છો.
માથાના દુખાવામાં :
માથાનો દુખાવો એ સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે અને તેથી જ વારંવાર દવા લેવી પણ યોગ્ય નથી. કારણકે તેના કારણે ઘણી બધી આડઅસર થાય છે. જો માથાનો દુખાવોનું વાસ્તવિક કારણ જોવામાં આવે તો તે લોહીની ધમનીઓમાં ઉદ્ભવતા તણાવને કારણે છે અને કેળાના છાલમાં હાજર મેગ્નેશિયમ ધમનીઓમાં જતા માથાનો દુખાવો અટકાવવામાં મદદ કરે છે. તો કેળાની છાલનો ઉપયોગ કરો અને કેળાની છાલ કપાળ અને ગળા પર ઘસવું અને તેમાં પોટેશિયમ હોય છે જે માથું હળવુ કરે છે અને મનને પણ ઠંડુ પાડે છે અને તેનો ઉપયોગ કરવાથી તમે દવા લીધા વગર માઈગ્રેન અથવા માથાનો દુખાવોથી છૂટકારો મેળવી શકો છો.
કબજિયાત દૂર કરે :
આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જવાના કારણે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કેળાની છાલ શરીરમાં રહેલા રેડ બ્લડ સેલ્સને તૂટવાથી પણ બચાવી શકે છે. એક શોધમાં સામે આવ્યુ હતુ કે કાચા કેળાની છાલ આ માટે સૌથી વધારે મદદરુપ બને છે.