100% અસરકારક, જરૂર અપનાવવા જેવા રોજિંદા જીવનની દરેક સમસ્યાના સરળ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પગમાં કાંટો કે કાચ વાગ્યો હોય અને ન નીકળતો હોય તો ગોળ ગરમ કરી, એની પોટલી એ જગ્યાએ બાંધી દેવાથી બીજે દિવસે કાંટો કે કાચ ઉપર આવી જશે. પગમાં કે બીજે ક્યાંય કાંટો કે ખીલી વાગી હોય તો રાયનું ચૂર્ણ ઘી અને મધ સાથે મેળવી એ જગ્યાએ ચોપડીને પાટો બાંધી દો. બીજે દિવસે અંદર ઘૂસી ગયેલી વસ્તુ બહાર આવી જશે.

ખૂબ જ ઠંડી લાગતી હોય અને શરીર ધ્રૂજતું હોય તો રાઈના ચૂર્ણ પાઉડરને મધ સાથે ભેળવી, પગના તળિયા પર લેપ કરો. વીસ મિનિટ પછી લેપ કાઢી નાખવો. ઠંડી અને ધ્રુજારી જતી રહેશે. ડીપ્થેરીયાના રોગીએ શુદ્ધ મધમાં ફૂલેલો સુહાગા મેળવી થોડું થોડું ચાટવું જોઈએ.

હિસ્ટીરિયા ને કારણે કે અન્ય કારણે વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે ડુંગળીને કાપી કે તેને છુંદીને સૂંઘાડવાથી રોગી ભાનમાં આવે છે. ફેફસાના રોગમાં પાકા કોળાના રસમાં જેઠીમધનું ચૂર્ણ મેળવી રોજ પીવું. 1 ચમચી શુદ્ધ ઘીમાં હિંગ મેળવી પાણી સાથે લેવાથી પેટનો દુખાવો દૂર થાય છે. ટામેટાં પીસી, ચહેરા પર તેનો લેપ લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ખીલ, ડાઘ, ધબ્બા અને કરચલીઓ દૂર થાય છે.

ચક્કરની બીમારીમાં ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવું. અડદિયો, વામાં અખરોટના તેલથી રોજ ચહેરા પર માલિશ કરવું. હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘી માં શેકી, મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.

ગોળ સાથે દિવસમાં ત્રણ વાર હરડે લેવાથી પિત્તનો નાશ થાય છે. રીંગણ શેકીને, તેમાં દહીં મેળવી, વાટીને વાળા ઉપર સાત દિવસ બાંધવાથી વાળો મટે છે. લકવાના રોગીને ગોદંતી ભસ્મ અને ચોપચીની ચૂર્ણ 10 ગ્રામ લઈ, તેમાં ઝેર કચોલાનું ચુર્ણ 2 ગ્રામ મેળવી, સારી રીતે ઘૂંટી મિશ્ર કરી, સવાર સાંજ 3 ગ્રામ મધ કે પાણી સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે,

એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મેદસ્વીપણું મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ વીસ તોલા લઈસહેજ ગરમ પાણીમાં મેળવી, જમ્યા બાદ તરત પીવાથી પણ એક બે મહીનામાં જાડાપણું મટે છે.

અચાનક લકવાની અસર જણાય કે લકવાનો હુમલો થાય કે તરત દર્દીને 100 ગ્રામ તલનું તેલ ગરમ કરી પાવું અને ગરમાવો આપવો. અચાનક ભૂલથી પેટમાં ઝેર ગયું હોય અને વધારે વાર લાગી ન હોય તો એક ચમચી રાઈને ઠંડા પાણીમાં વાટીને ર ગ્લાસ પાણીમાં નાંખી હલાવીને જલદી પી જવું. આ મિશ્રમ પેટમાં જવાથી ઉપરાઉપરી ઊલટીઓ થવાથી ઝેર નીકળી જશે.

કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસી હોય છે એ ઘર કાયમ પવિત્ર અને શુદ્ધ રહે છે. તુલસીના આ નાના નાના છોડમાં મોટા-મોટા રોગ દૂર કરવાની શક્તિ રહેલી છે. જો ઊંઘ ન આવવાની બીમારી હોય તો રાત્રે સૂતા સમયે પગના તળિયે સરસિયાનું તેલ લગાવી શકો છો.

એક કપ ગુલાબજળમાં અડધુ લીંબુ નિચોવી, સવારસાંજ તે પાણીથી કોગળા કરવાથી મોંની દુર્ગધ દૂર થાય છે. જમવામાં 2 કેળાંનું સેવન કરવાથી ભૂખ ઊઘડે છે. આંબળા ને સુકવી, તેમને ખાડી દો. દરરોજ સવારસાંજ અબળાંનો પાઉડર લેવાથી ઉધરસમાં રાહત રહે છે.

જો આપને પરસેવાની બીમારી હોય તો નાહવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો. પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી કબજિયાતની બીમારી દૂર થાય છે. તુલસીના બીજી વસ્તુઓ સાથે મેળ કરવાથી અનેક રોગની સારવાર થઈ શકે છે. તેની મદદથી કુદરતી રીતે રોગમાંથી છુટકારો મેળવી શકાય છે. ચોમાસામાં જયારે મેલેરિયા, ડેન્યૂ જેવા તાવ ફેલાય છે, ત્યારે આદુ, મરી, લવિંગ, તુલસી, તજ, એલચીની ચા દર્દી માટે ઔષધિનું કામ કરે છે.

અસ્થમા, ખાંસી માટે તુલસી અકસીર છે. તુલસીનાં 15-20 પાનને અડધો લિટર પાણીમાં પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. આ પાણી દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી રાત રહેશે. હૃદય સ્વસ્થ રહે તે માટે રોજ સવારે નિયમિત તુલસીનાં પાંચ પાન ખાવાનું રાખો.

તુલસીમાં પથરીને પણ ઓગાળી નાખવાની ક્ષમતા રહેલી છે. છ મહિના સુધી નિયમિત રૂપે દરરોજ એક ચમચી તુલસીનો રસ પીઓ. પથરી ઓગળીને પેશાબ વાટે નીકળી જશે.  મોંમાં ચાંદા પડ્યા હોય તો તુલસીના ચાર-પાંચ પાન ચાવી જાઓ. એનાથી મો નાં ચાંદામાં રાહત મળશે.

ત્વચા સંબધિત રોગીએ તુલસીનો રસ ત્વચા પર લગાવવો. આ કુદરતી ઉપચારથી ત્વચાના ઘા ધીરે ધીરે સારા થઈ જશે. તુલસીનાં પાનને સુકવીને તેનો પાઉડર બનાવી લો. આ પાઉડર દાંતના રોગને દૂર કરવામાં, પેઢા અને દાંતના દુખાવામાં અને મોંની દુર્ગધ દૂર કરવામાં ખૂબ લાભકારક સાબિત થશે.

દાંતના દુખાવામાં તાત્કાલિક આરામ મેળવવા માટે તુલસીનાં બે પાન, ચપટી મીઠું અને ચપટી મરીનો પાઉડર ભેળવીને દાંત નીચે દબાવી દેવાથી રાહત થાય છે. ફેફસાંમાં કફ જામી જાય તો તુલસીના સૂકા પાન, કપૂર, એલચી સરખા ભાગે લઈ તેની દસ ગણી સાકર નાખી ને બારીક પાઉડર બનાવવો.

સવાર-સાંજ 1-1 ચમચી લેવાથી કફ દૂર થશે. જો પિત્તની તકલીફ હોય તો તુલસીનાં માંજર આંબળાંના મુરબ્બા સાથે ખાવાથી રાહત મળશે. શરદી હોય અને ઠંડી લાગીને તાવ આવતો હોય ત્યારે તુલસીનાં પાન નાખેલી ચા પીવાથી ગરમી મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top