શરદી- સળેખમ અને વાત્ત-પિત્ત ના દરેક રોગોમાં છૂટકારનો એકમાત્ર ઉપચાર છે આ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની દવાઓમાં પણ ગંઠોડા વપરાય છે.

આપણે સૂંઠ અને ગંઠોડાનું નામ તો સાંભળ્યું જ હશે. આપણા વડીલો અનેક પ્રકારની સમસ્યામાં ગંઠોડા અને સૂંઠના ચૂર્ણ ખાવાની સલાહ આપતા હોય છે. આ બંન્નેના પાવડર સરળતાથી બજારમાં મળી રહે છે. તો આજે આપણે પણ ગંઠોડાના ફાયદા અંગે થોડુ જાણીએ.

શરદી, અપચો, માસિક સ્ત્રાવની પીડા, પ્રસૂતી પછીની સમસ્યાઓ જેવી અનેક અન્ય સમસ્યાઓમાં ગંઠોડા ખૂબ ઉપયોગી બને છે. ચક્કર આવતા હોય તો ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે. ગંઠોડા ૨ ગ્રામ તથા સાકર ૪-૫ ગ્રામ મેળવી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ મટે છે. પીપરીમૂળ ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ, શીશી ભરી લો. તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં રોજ સવાર- સાંજ ખાવાથી શ્વાસનું દર્દ મટે છે.

ગંઠોડા કદમાં જેમ મોટા અને વજનદાર હોય તેમ વધારે ગુણકારી ગણાય છે. આયુર્વેદ પ્રમાણે ગંઠોડા સ્વાદમાં તીખા, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હલકા, પાચક, પિત્ત કરનાર તેમજ કફ, વાયુ, પેટના રોગો, આફરો, બરોળ, કૃમિ, ઉધરસ, દમ અને અનિદ્રાને મટાડનાર છે. તે મસ્તકની નિર્બળતા, ઉન્માદ-ગાંડપણ, સૂતિકારોગ, માસિકધર્મ સાફ ન આવવો જેવી ઘણી તકલીફોમાં ઉપયોગી બને છે.

ગંઠોડા એ અનિદ્રાનું શ્રેષ્ઠ ઔષધ છે. આયુર્વેદ પ્રમાણે વાયુની વૃદ્ધિથી ઊંઘ ઊડી જાય છે. ગંઠોડા એ ઉત્તમ વાયુનાશક છે. અડધી ચમચી ગંઠોડાનું ચૂર્ણ બમણા ગોળ સાથે મિશ્ર કરીને રોજ રાત્રે સૂતી વખતે લેવું. અને પછી ગરમ દૂધ પીવું. તેનાથી જરૂર ઊંઘ આવી જશે.

એક ગ્લાસ દૂધને ખૂબ ઉકાળી તેમાં ગંઠોડાનું એક ચમચી જેટલું ચૂર્ણ મેળવી થોડી સાકર ઉમેરી ઠંડું પડે એટલે પી જવું. વાયુના બધા જ વિકારોમાં આ ઉપચાર ઉત્તમ પરિણામ આપે છે. ધણા લોકોને પગમાં કળતર થતુ હોય છે તેઓએ ગંઠોડાનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થશે.

જો તમને શરદી, સળેખમ, ઉધરસ જેવી સમસ્યાઓ પરેશાન કરતી હોય તો તમે ગંઠોડાનો ઉપયોગ કરી શકો છો. ગંઠોડા ગરમ હોવાથી શરદી, ઉધરસમાં સારું પરિણામ આપે છે. ગંઠોડા, બહેડા અને સૂંઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ મધમાં મેળવીને લેવાથી શરદી, ઉધરસમાં ઘણી રાહત મળે છે.

શરીરના કોઈપણ ભાગના વાયુ કે કફના સોજા પર પીપરીમૂળ ને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમજ ગંઠોડા માં સૂંઠ નાખી ગરમ કરેલું પાકું પાણી ખાવા- પીવામાં વાપરવાથી ઘણો ફાયદો થાય છે. ગંઠોડા ને ઠંડા પાણીમાં ઘસી તે પાણી પીવાથી વાળો મટે છે.

પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઊલટી મા રાહત મળે છે. પીપરીમૂળ તથા એલચી બન્‍ને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ૩ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજન્‍ય હ્રદયરોગ મટે છે.

ગંઠોડા અને કાળા મરી પાણી સાથે બારીક વાટીને તે દૂધમાં મેળવી માતાને રોજ પીવડાવવાથી તેના ધાવણમાં વધારો થાય છે. ગંઠોડા, સૂંઠ નું ચૂર્ણ બનાવી રોજ મધમાં ભેળવીને ચાટવાથી શરદી, કફની ઉધરસ મટે છે. ગંઠોડાનું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને પછી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top