બાળકનું મોડું અને તોતડું બોલવા પર તેમજ ત્રિદોષના રોગને મિનિટોમાં દૂર કરવા જરૂર વાપરો આ આયુર્વેદની મહાઔષધિનું ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

અક્કલકરાના નાના છોડ હોય છે. અક્કલકરાને પીળાં ફૂલ આવે છે. આ ફૂલ ખાવાથી જીભમાં ચળચળાટ થાય છે અને જીભમાંથી લાળ છૂટે છે. લાળ છૂટવાથી જીભ હળવી થઈ જાય છે. કોઈ કારણે જીભમાં જડતા લાગે તો આ ફૂલ ખાવાથી જીભની જડતા ઓછી થાય છે.

અક્કલકરો ના છોડના મૂળને જ અક્કલરો કહેવામાં આવે છે અને બજારમાં આ સહેલાઈથી મળે છે. જીભ ઉપર આ મૂળની કટકી મૂકવાથી પણ જીભ ચરચરે છે. નાના બાળકની જીભનું જડપણું અને બોબડાપણું મટાડવા અક્કલકરાનું બે ચપટી વસ્ત્રગાળ ચૂર્ણ લઈને મઘ સાથે ચટાડવાથી જીભની જડતા ઓછી થાય છે અને બાળક સ્પષ્ટ બોલવા માંડે છે.

હવે અમે તમને જણાવીશું આ ઔષધ થી થતાં અનેક ફાયદાઓ. બાળકોની આંચકી ઉપર આ અસરકારક ઔષધ છે. અક્કલકરાનું બે ચપટી વસ્ત્રગાળ ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ બે વખત આપવાથી આ દર્દ દૂર થાય છે. વાયુને કારણે માથું ભમતું હોય કે ઊંઘ આવતી ન હોય તો અક્કલકરાના મૂળની કટકી મોંમાં રાખી એનો રસ પીવાથી માથું હળવું થાય છે અને સારી ઊંધ આવે છે.

અક્કલકરાના પાણીથી કોગળા કરવાથી  ગળાના દુખાવા મટે છે. કોગળા માટે પાણી બનાવવા 10 ગ્રામ અક્કલકરાના મૂળને 250 મિલી પાણીમાં ઉકાળો. આ ઉકાળા ના કોગળા કરવાથી ગળામાં દુખાવો અને સોજા ની સમસ્યાથી રાહત મળે છે.

શરદી-ઉધરસ થયાં હોય તો અક્કલકરાના મૂળની નાની કટકી પાનનાં બીડામાં મૂકીને ખાવાથી શરદી-ઉધરસ મટે છે. આ રીતનું પાનનું બીડું ખાવાથી ટાઢિયો તાવ પણ ઓછો થાય છે. થોડા થોડા દિવસે તાવ આવતો હોય તો પાનના બીડામાં એક ગ્રામ જેટલો અક્કલકરાના મૂળનો કટકો મૂકીને ખાવાથી તાવ તરત જ ઊતરી જાય છે.

જો હળવા ચક્કર આવતા હોય ત્યારે અક્કલકરાને ઉકાળીને પી શકાય છે. હળવા ચક્કરથી છૂટકારો મેળવવા માટે મધમાં થોડોક અક્કલકરાનો પાવડર ભેળવીને પી શકો છો. અક્કલકરાના નાના નાના ટુકડા પાણીમાં ઉકાળી સોજા ઉપર એનો લેપ કરવાથી તેમજ એના ચૂર્ણનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે.

અક્કલકરાનો ઉપયોગ દાંત માટે પણ ફાયદાકારક સાબિત થય શકે છે. કપૂર સાથે કપૂરના મૂળિયા પાવડર સાથે દાંતની માલિશ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. અક્કલકરાની કટકી દાંત કે દાઢ નીચે દાબી રાખવાથી દુખાવો મટે છે.

અક્કલકરાના અપચોની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. અક્કલકરાના મૂળિયા લાળ અને અન્ય પાચક રસના સ્ત્રાવને ઉત્તેજીત કરીને પાચનમાં મદદ કરી શકે છે. તે પેટના ગેસમાં પણ રાહત આપી શકે છે. અક્કલકરાથી યાદશક્તિમાં વધારો થાય છે. અક્કલકરાનો રસ મગજમાં કોલિનેસ્ટેરેસના સ્તરમાં વધારો કરીને યાદશક્તિમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. અક્કલકરો અનિયમિત અને વિલંબિત માસિક સ્રાવની સમસ્યાને દૂર કરે છે.

નાગરમોથા, શેકેલી ફટકડી, કાળા મરી અને મીઠું એક સાથે જીણું ચૂર્ણ તૈયાર કરો. આ મિશ્રણ થી દરરોજ બ્રશ કરવાથી દાંત અને પેઢાના બધા રોગો મટે છે અને મોં ની દુર્ગંધ મટે છે. આ સિવાય અક્કલકરાના ફૂલના દાણાને જીણા પીસી લો તેમાં હળદર અને પથ્થર મીઠું ભેળવી લો. આ મિશ્રણમાં થોડું સરસવનું તેલ મિક્સ કરીને દાંત પર લગાવવાથી મૌખિક ગંધ અને પેઢાની સમસ્યા પણ દૂર થાય છે.

અક્કલકરાના પાઉડરનો ઉપયોગ હેડકી આવતી હોય તો અડધી ચમચી અક્કલકરાના પાવડર અને મધનું મિશ્રણ હેડકી આવતી હોય ત્યારે ફાયદાકારક થાય છે. અક્કલકરાના નુકશાન : વધુ માત્રામાં અને લાંબા સમય સુધી અક્કલકરાના સેવનથી આંતરડાંની ત્વચા પર દર્દ પેદા થાય છે. અમ્લપિત્તના દર્દીઓએ તેમજ મોંમાં ચાંદાં પડ્યાં હોય એમણે અક્કલકરાનો ઉપયોગ કરવો નહીં.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here