જરૂર જાણવા જેવુ માત્ર 5 મિનિટમાં ગમેતેવા તાવ અને પિત્તના રોગોને ગાયબ કરતી આયુર્વેદની આ ઔષધિ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મરવાનો છોડ બધાનો પરિચિત છે. આ છોડમાંથી વધારે વાસ આવે છે. તે અતિશય તીક્ષ્ણ હોય છે તેની વાસથી માંકડ પાસે આવતા નથી તેમ મનાય છે. સાંપ અને તેવા જીવજંતુ મરવાના  છોડ પાસે આવતા નથી. નાકમાંથી પાણી પડતું હોય, થોડું પરુ અને ઘટ્ટ કફ તથા લોહી પડતું હોય તેવા રોગમાં મરવાનાં પાનનો રસ તેટલું જ ઘી અને સહેજ કપૂર મેળવી સવાર-સાંજ દસ દસ ટીપાં નાકમાં નાખવાથી ૧૫ દિવસમાં રોગ સારો થાય છે.

મરવો એ તુલસીના વર્ગની એક ઔષધિ છે અને વૈદ્યો તુલસી પ્રમાણે જ તેનો ઉપયોગ કરે છે. એના તાજા પાનનો રસ, બીજ અને પાન પણ ઔષધમાં વપરાય છે. આજે અમે તમને જાણવા જઇ રહ્યા છીએ કે મરવાથી આપણને કયા કયા ચમત્કારી ફાયદાઓ થઈ શકે છે.

શરદી થાય, માથું ભારે થઈ જાય, માથું દુખે તો માથું ઊતરવા માટે પાંચ ટીપાં મરવાનાં પાનનો રસ, પાંચ ટીપા ધી સાથે નાકમાં નાખવાથી નાકનો જાડો કફ નીકળી જઈ માથું હલકું થાય છે, એમ જ નાકમાં મસા થયા હોય તો પણ આ ઉપાય કરવું.

મરવાના રસના મહત્ત્વનો ઉપયોગ તાવમાં પરસેવો લાવવામાં થાય છે. ઘણા દિવસથી તાવ આવતો હોય ત્યારે મરવાનાં પાનનો રસ કાઢી આખા શરીરે ચોળવાથી ખૂબ પરસેવો આવી તાવ ઓછો થાય છે. દમમાં પણ આ મિશ્રણ ચાટવાવાથી દમ ઓછો થાય છે. કૃમિ એટલે પેટનાં કરમિયાં ઓછા થવા માટે એક નાની ચમચી મરવાનો રસ અને એક નાની ચમચી કાંદાનો રસ આપવાથી નાનાં બાળકોના કૃમિ નાશ પામે છે.

નાના બાળકને તાવ મહિનાઓ સુધી રહેતો હોય અને તાવ ઊતરતો ન હોય ત્યારે બાળકના પહેરવાના કપડાને મરવાના રસમાં પલાળી તેને છાંયે સૂકવવું જયારે પૂરેપૂરું સુકાઈ જાય ત્યારે તે બાળકને પહેરાવવાથી પરસેવો આવી તાવ ઊતરી જાય છે.

તાવમાં શરીર દુખતું હોય ત્યારે અથવા સાધારણ રીતે એમ ને એમ જ શરીર દુખતું હોય તો મરવાનો રસ શરીરે ચોળવાતી દુખાવો બંધ થાય છે. ઉધરસ અને ખાસકરીને સૂકી ઉધરસમાં મરવાનો રસ એક નાની ચમચી તેટલા જ મધ સાથે સાત દિવસમાં ચાર વખત ચાટવાથી ખાંસી બંધ થાય છે.

નાનાં બાળકોને પેટ ફૂલીને વારંવાર ઝાડા થાય તો મરવાનો રસ એક ચમચી અને મધ એક ચમચી આપવાથી પેટનો ફુગાવો, વારંવાર ઝાડા થવા અને પેટનો દુખાવો બંધ થાય છે. પેટના દુખાવામાં મરવાનો રસ અને ફુદીનાનો રસ મેળવીને આપવાથી ફાયદો થાય છે.

મરવાનાં બીને બજારમાં ‘તકમરિયાં’ કહે છે. તુલસીનાં બીજ ની જેમ એને ઠંડક માટે વાપરવામાં આવે  છે. પાંચ ગ્રામ જેટલા તકમરિયાં અડધા કપ પાણીમા રાત્રે પલાળી સવારમાં  જયારે તે ફુલીને કપ ભરાઈ જાય છે તે વખતે તેમાં ૫૦ ગ્રામ દૂધ અને ૧૦ ગ્રામ જેટલી ખડીસાકર નાખી સારી રીતે હલાવી પીવું. એવી રીતે સાત દિવસ તકમરિયાં પીવાથી શરીરની ગરમી નાશ પામે છે.

મરવો  ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. વળી એ દીપન, પાચન, યકૃત-પીત્તની સારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે.

પેશાબ થતો ન હોય, ઓછો થતો હોય, લાલ થતો હોય અને થતાં અટકતો હોય ત્યારે મરવાનાં બીજ ૧૦ ગ્રામ રાત્રે પલાળી સવારે દૂધ મેળવી ૧૦ ગ્રામ ખડીસાકર નાખી હલાવી ને તેને પીવું. મરવાનો રસ માથામાં થયેલા ખોડા પર ચોળવાથી સારું થાય છે. તેમજ ધાધર અને ચર્મકીલ પણ સારું થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top