શારીરિક શક્તિ વધારવાથી લઈને દરેક પ્રકારના સાંધાના દુખાવા માંથી છૂટકારા માટે જરૂર કરો આ દાળનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ ચોક્કસ પણે કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખાવાનું ગોઠવાયું લાગે છે. આધુનિકો પણ કહે છે કે અડદમાં ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું છે. તમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. પ્રોટીન વગર (આહારમાં) માંસની પુષ્ટતાની વૃદ્ધિ થાય નહીં. આ કારણથી જ કઠોળમાં અડદ સૌથી વધારે પૌષ્ટિક માનવા માં આવે છે.

અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને જ ઉપયોગ કરવો જોઈએ.

અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાંખીને તલના તેલમાં બનાવેલાં વડાં ખાવા આપવાની સૂચના અપવામાં આવે છે.

આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે. આ કારણથી જ મગજ તે અવયવો પરથી કાર્યક્ષમતા ગુમાવે છે. જેથી સ્પર્શનું જ્ઞાન થતું નથી. ચલન-કંપ એ વાયુનો ગુણ છે. આધુનિકો કહે છે. લિસિથિન તત્ત્વ ઉપર્યુક્ત રોગોમાં ઉત્તમ ગણાય છે, અને જે અડદમાં ભરપુર માત્ર માં રહેલું હોય છે.

આંખના રોગો, પાચનને લગતા રોગો અને લોહીનો વિકાર ધરાવતા લોકોએ અડદની દાળ ન ખાવી જોઈએ. દમ, હૃદયરોગ, કબજિયાત અને ઉધરસની તકલીફ હોય તો પણ અડદની દાળનું સેવન ઓછું કરવું . અડદ, હળદર અને શણનો ધુમાડો પીવાથી અવિરત ચાલતી હેડકી પણ અટકાવી શકાય છે.

જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજીવાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવવામાં આવે છે . ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે.અડદની દાલને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લવાવો. માથાના ટાલ પર ફાયદો થશે. રાત્રે નવટાંક (પાંચ રૂપિયાના વજન જેટલુ) અડની દાળને પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવાથી હ્રદય અને મગજને લાભ મળે છે.

જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને ગુલાબજળમાં મિક્સ કરીને તેને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે. અડદ પચવામાં ભારે, મળમૂત્ર સાફ લાવનાર, મસા, મોઢાનો લકવા, આમાશય, શૂળ, શ્વાસ, આહાર પચ્યા પછી પેટમાં થતો ધીમો દુખાવો વગેરે અડદના સેવનથી મટાંડી શકાય છે .

જે પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને પુખ્ત ઉંમરની જુવાન સ્ત્રીઓને માસિક ઓછું અને અનિયમિત આવતં હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જેને રાંઝણ કહીએ છીએ તેને અંગ્રેજીમાં સાયટીકા કહે છે. આયુર્વેદમાં આ વિકૃતિને ગૃધ્રસી કહેવામાં આવે છે જે વાતજન્ય વિકૃતિ છે. આવા રોગીઓને અડદ ખાવાની સલાહ અપવા માં આવે છે.

અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. આજે તેની ઉપેક્ષા થતી જોવા મળે છે, પરંતુ આહારમાં તેને આગવું સ્થાન આપવાની ખાસ જરૂર છે.આપણે ત્યાં અડદની દાળનાં વડાં એટલે કે મેંદુવડાં, દાળ, અને અડદિયા પાક એ ત્રણ મુખ્ય વાનગીઓ છે. અડદિયા પાકમાં સાકર હોવાથી એ કફવર્ધક હોય છે, જ્યારે દાળમાં જરૂરી તેજાનાઓ નાખીને એને સુપાચ્ય બનાવવામાં આવે છે.

પચાસ ગ્રામ છાલવાળી અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે છાલ કાઢીને સ્વચ્છ પાણી વડે ધોઈ નાખો. એમાં સમાન માત્રામાં શુદ્ધ ઘી મેળવીને હળવા તાપે લાલ થાય ત્યાં સુધી સાંતળો. એમાં એટલી જ સાકર મેળવીને એક અઠવાડિયા સુધી સેવન કરવાથી જૂનામાં જૂનો રોગ પણ સારો કરી શકાય છે.

સૌથી પહેલાં તો આપણે છડેલી અડદની જે દાળ વાપરીએ છીએ એને બદલે કાળાં છોડાંવાળી અડદની દાળ વાપરવાનું શરૂ કરવું. અડદની છોડાં વિનાની સફેદ દાળ વાયુ કરે છે અને પેટમાં આફરો થઈ શકે છે, પણ કાળાં છોડાંવાળી અડદની દાળથી ઓછો વાયુ થાય છે.પાચનશક્તિ પ્રબળ હોય એવા લોકો છોડાંવાળી દાળ ખાઈને શરીરમાં લોહી અને માંસ વધારે છે. કાળી અડદ દાળ હૃદય માટે ગુણકારી અને લાભદાયી માનવા માં આવે છે.

પૌષ્ટિક રીતે અડદની દાળ બનાવવા માટે દાળને એમ જ ચડવા મૂકી દેવા કરતાં પહેલાં બેથી ચાર કલાક પલાળી રાખવી. પલાળેલું પાણી કાઢીને બીજું પાણી ઉમેરીને બાફવા મૂકવી. આમ કરવાથી તે વધારે ગુણકારી અને લભદયી બને છે. અડદ ખાવાથી અને પ્રકારના રોગ થી  મુક્તિ મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top