નારંગીની છાલમાં વિટામિન સી અને બી એન્ટિ ઓકિસડન્ટ જોવા મળે છે, જે તંદુરસ્ત ત્વચાને મેળવવામાં અને જાળવી રાખવામાં મદદરૂપ હોય છે. તેને સ્ક્રબ અથવા ઉબટનની જેમ આખા શરીર પર લગાડી શકાય છે. ત્વચા વધુ પડતી તૈલી હોય તો નારંગીની છાલનો ઉપયોગ માસ્ક તરીકે પણ કરવા માં આવે છે. તે ત્વચામાંના વધારાના તેલને શોષી લે છે અને સ્કિનને સોફ્ટ અને નેચરલ સાઇન આપવામાં મદદરૂપ થાઈ છે.
ઓરેન્જ પિલ્સ એટલે નારંગીની છાલ ત્વચાના ટોનને સુધારે છે અને રોમછિદ્રોને ખોલવામાં મદદરૂપ થાઈ છે. તેમજ નારંગીની છાલને તાજી મલાઈ અથવા દહીં જેવા પદાર્થો સાથે તેનું મિશ્રણ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે ચામડીને પોષણ આપવામાં મદદ આપે છે.
નારંગીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં વિટામિન એ અને બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે. નારંગી જેટલી ગુણકારી હોય છે, તેની છાલ પણ તેટલી જ ગુણકારી મનાય છે.
નારંગીની છાલનો પાવડર ફાંકવાથી ગેસ અને ઉલ્ટીઓ થતા અટકવિ શકાય છે.ચીનમાં હજારો વર્ષોથી નારંગીની છાલનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.શ્વાસની દુર્ગંઘથી છૂટકારો મેળવવા માટે ચ્યુંગમની જગ્યાએ નારંગીની છાલનો ટુકડો પણ લગાવી શકાય છે.
નારંગીના તેલનો ઉપયોગ કેક, પાણી કે કોઇપણ ખાદ્ય ચીજવસ્તુઓ બનાવવા માટે થાય છે. વાળના ઉત્પાદનો માટે સારા હેર કન્ડિશનર પણ બને છે. કેટલાક દેશોમાં ઓરેન્જની છાલનો કુદરતી ક્લિનર્સ માટે તેનો બહોળો ઉપયોગ થાય છે.તેની છાલમાં સુગંધ અને તેલ હોય છે તેથી તેમાંથી એર ફ્રેશનર પણ બનાવવામાં આવે છે.
નારંગીની છાલમાં પોલિફેનોલ સારી માત્રામાં હોય છે જે અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે, જે લિમોનેનની હાજરીને કારણે કુદરતી રીતે રસાયણો પેદા કઋ શકે છે. આ ઉપરાંત, આ છાલમાં બળતરા વિરોધી તત્વો પણ હોય છે. તેના ગુણધર્મોને લીધે, આમાંથી બનાવેલો ફેસ માસ્ક થી ત્વચાને લાભ મળે છે.
નારંગીની છાલ ની ગુણવત્તા ઊંચી હોય છે, જે કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે. પણ, નારંગી પીલ્સમાં પોલિમેથોક્સીફ્વોવાન્સ (પીએમએફ) એ પોટેંટ-કોલેસ્ટેરોલ ઘટાડવાની અસર પણ ધરાવે છે.
નારંગીની છોલમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં રહેલો છે. વિટામીન સી રહેવાથી કોઈ પણ રોગ તમને સરળતાથી શિકાર નહિ બનાવી શકે છે. આ વિટામિન તમારા વાળને પણ મજબૂતી આપે છે, વાળને ખરતા રોકે છે અને વાળ ને ભરાવદાર અને કાળા બનાવવામાં મદદરૂપ હોય છે. .
નારંગી છાલમાં પેક્ટિન જોવા મળે છે જેને પ્રાકૃતિક ફાઈબર ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આના કારણે તમારા પેટની બધી બીમારી દૂર રહે છે. આ કબજિયાતને દૂર રાખવા માટે ખુબ જ ફાયદાકારક માનવા માં આવે છે .
નારંગી છાલના એવા ગુણ હોય છે જે તમારી ભૂખને નિયત્રંણમાં રાખે છે અને વજન વધવા નથી દેતું. જેનું વજન વધી ગયું છે તેમની માટે આ ખુબ ઉપયોગી છે કારણ કે પ્રાકૃતિક રૂપથી આ વજન ઓછું કરે છે. તમારા શરીરને વગર કોઈ નુકશાને નારંગી વજન ઓછું કરે છે.
નારંગીનો ફાયદો આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં અસરકારક સાબિત થાય છે. નારંગીમાં વિટામિન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામિન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામિન એ વાળી વસ્તુ આંખોની રોશની બરાબર રાખવામાં મદદ કરે છે.
નારંગી નો જ્યુસ નીકાળીને તેને રૂ ની મદદથી ચહેરા પર લગાવી દો અને આને 15 મિનિટ સુધી ચેહરા પર રહેવા દો. આ પછી સાફ પાણીની મદદથી તમારા ચેહરા ને સાફ કરી દો. આમ કરવાથી તમારા ચહેરા પરથી ખીલ અને ખીલના દાગ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે .
નારંગીની છાલ ઉકાળીને વાળની ખોપરી ઉપરની ચામડી પર લગાવી શકો છો. તેને લગાવ્યાના 15 મિનિટ પછી તેને શેમ્પૂથી ધોઈ લો. તેનાથી માથાની ચામડી પર થતી ખંજવાળ પણ સમાપ્ત થાય છે અને વાળ પણ સ્વસ્થ થવા લાગે છે.
નારંગીની છાલમાં એન્ટીઓકિસડન્ટો ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે વાળના સંપર્કમાં આવે છે અને તંદુરસ્ત ખોરાક પ્રદાન કરે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તે તેના ઝડપી વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહીં આનાથી વાળ ખરતા પણ અટકવી શકાય છે.
સૌ પ્રથમ, નારંગીની છાલનો સફેદ ભાગ કાઢો અને તેને સ્વચ્છ અને નવશેકા પાણીમાં પલાળો. ત્યારબાદ આ છાલોને ટ્રેમાં નાંખો અને તેને તડકામાં મુકો. સૂકાયા પછી આ છાલને ગ્રાઇન્ડરમાં દળીને પાવડર બનાવી લો અને તેમાં પાણી ના નાખો. તેને એક બરણીમાં સ્ટોર કરો. હવે આ નારંગીની છાલનો પાઉડર વાપરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે.
નારંગીની છાલ અને દૂધના ફેસ માસ્ક દ્વારા કરચલીઓથી છુટકારો મેળવો. નારંગીમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ ત્વચાને ડેમેજ કરતા રેડિકલ્સથી સુરક્ષિત કરે છે. આ ઉપરાંત, આ માસ્ક તમારી ત્વચામાંથી કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા ગાલને પણ ઢીલા થતા રોકવા માં ઉપયોગી મનાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.