આપણા શરીર માટે જરૂરી પ્રોટીન યુક્ત ખોરાક વિશે જાણીએ. પ્રોટીન શરીરને નિર્માણ કરવા વાળા દરેક તત્વોમાંથી એક છે. એક સ્વસ્થ માનવ શરીરમાં લગભગ 62% પાણી, 16% પ્રોટીન, 6% ખનીજ અને 1% થી પણ ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે. થોડી જ માત્રામાં વિટામીન અને અમુક અન્ય પદાર્થો રહેલા હોય છે. આ બધા પદાર્થોથી આપણા સ્વસ્થ શરીરનું નિર્માણ થાય છે.
પ્રોટીન આપણા શરીરમાં વાળ, માંસપેશીઓ, ત્વચા, હાડકા, નખ અને રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. પ્રોટીન શરીરની માંસપેશીઓને મજબુત બનાવે છે સાથે સાથે શરીરના સંતુલનને બનાવી રાખવા માટે પણ ખુબ જ જરૂરી હોય છે. પ્રોટીનની પર્યાપ્ત માત્ર આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
ઈંડા ખાવાથી શરીર ને ભરપુર પ્રમાણ માં પ્રોટીન મળે છે. પ્રોટીન આપણા શરીર માટે ખુબ જ જરૂરી પોષક તત્વ હોય છે. પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થો નું સેવન કરવાથી શરીર મજબુત અને તાકાતવર બને છે, પરંતુ જે લોકો ઈંડા નથી ખાતા એના માટે આને અમે એવી વસ્તુ લઈને આવ્યા છીએ, જેને ખાવાથી ઈંડા ખાવા કરતાં પણ વધારે પ્રોટીન મળે છે.
સોયાબીન મીટ અને ઈંડા કરતા પણ વધારે પ્રોટીન યુક્ત આહાર છે. પ્રોટીન સિવાય સોયાબીન વિટામીન B, કોમ્પલેક્ષ, વિટામીન E અને ખનીજ પદાર્થોથી પણ ભરપુર હોય છે. તેના સિવાય સોયાબીન ફાયબરથી પણ ભરપુર હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 50 ગ્રામ પ્રોટીન હોય છે.
દૂધ માત્ર કેલ્શિયમની કમીને જ દુર નથી કરતું, તે હાડકાને પણ મજબુત બનાવે છે અને પ્રોટીન પણ તેમાં ખુબ જ માત્રામાં હોય છે. એક લીટર દુધમાં લગભગ 40 ગ્રામ પ્રોટીન મળે છે. દૂધ કુદરતની સૌથી નજીકનો સંપૂર્ણ આહાર છે. દુધમાં ઉચ્ચ પ્રકારનું પ્રોટીન હોય છે. માત્ર દૂધમાં મળતું કેસીન નામનું પ્રોટીન દરેક મહત્વના સેન્દ્રીય અમલ (એમીનો એસિડ) ધરાવે છે દૂધમાં બધા જ મહત્વના પોષક દ્રવ્યો જેવાં કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગનેશીયમ અને પોટેશ્યમ હોય છે.
દુધથી બનેલા બધા જ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. પનીર પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ અને ખનીજની ઊંચી માત્રા હોય છે. દાંતને મજબૂત કરવા કેલ્શિયમ ખૂબ મહત્વપૂર્ણ છે. બદામમાં ખુબ જ સારા ફેટની સાથે સાથે ભરપુર પ્રોટીન હોય છે. 100 ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે અને બદામ શરીરને વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ફણગાવેલા કઠોળમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો મળી રહે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે. એટલે જો તમારું શરીર નબળું છે તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે.
પલાળેલા ચણામાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ પ્રાપ્ત થાય છે. સવારે ઉઠીને રોજ પલાળેલા ચણા ખાવથી શરીરમાં તાકાત આવે છે. જે લોકોનું શરીર કમજોર હોય તેવા લોકોએ રોજ ચણા ખાવા જોઈએ છે. તે ઉર્જાનો સ્ત્રોત પૂરો પડે છે. તેનાથી શરીરમાં ઉર્જા પણ બની રહે છે. તેથી જલ્દી થાક પણ નથી લાગતો.
આમ તો કાજુના ઘણા બધા ફાયદા છે અને વજન વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. સાથે સાથે તે પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ કાજુમાં 553 કેલેરી, 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન મળી આવે છે. મગની દાળ પ્રોટીનની કમીને મટાડવા માટેનું સૌથી સસ્તું સાધન છે. કેમ કે મગની દાળ પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન મળે છે.
મગફળી ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો અને પ્રોટીન હોય છે જે માંસ અને ઇંડા કરતાં પણ વધુ પૌષ્ટિક હોય છે. મગફળીનું સેવન કરવાના કારણે તમારી પાચનશક્તિમાં વધારો થાય છે, અને તમારું પાચનતંત્ર ચુસ્ત દુરસ્ત રહે છે. જેથી કરીને પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
બીન્સ ના સેવન થી શરીરને પ્રોટીન અને ફાયબર મળે છે. જેના લીધે કોલેસ્ટોરેલ લેવલ ઘટી જાય છે. આ શિવાય તેના સેવન થી રક્ત ચાપ અને સોજા અન ઘટી જાય છે. હદય ને સ્વસ્થ રાખવા માટે તે ખુબ જ જરૂરી છે. તમારા વજન ઘટાડવા માટે પણ તમે બીન્સ નો ઉપયોગ કરી શકો છો.