50 ની ઉંમર પછી મહિલાઓ સ્વસ્થ અને ફિટ રહેવા અવશ્ય કરી લ્યો આ 3 વિટામિન્સનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગની મહિલાઓની ૪૫ પછીની ઉંમરમાં ગોઠણ અને કમરના દુખાવા થવાની સાથે સાથે મેનોપોઝ અને પ્રી મેનોપોઝલ ના તબક્કામાં પ્રવેશે છે. મેનોપોઝના કારણે તેમના શરીરને હોર્મોન્સ, હાડકાના દુખાવા, યાદશક્તિ, ઊંઘનો અભાવ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ આજે અમે મહિલાઓની આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવવાનો બેસ્ટ ઈલાજ લઈને આવ્યા છીએ એ પણ કોઈપણ પ્રકારની દવા વગર માત્ર આયુર્વેદિક અને ઘરેલુ રીતે.

મેનોપજ હોર્મોનલ ફેરફારો સાથે સંકળાયેલા હોય છે, પરંતુ તે પોષક તત્ત્વોની ઉણપ સાથે પણ સબંધ ધરાવે છે. હોર્મોન્સ મૂડથી લઈને ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરી શકે છે. જ્યારે શરીરના આ આવશ્યક તત્વોમાં અસંતુલન થાય છે ત્યારે તે શરીરમાં અવનવા રોગ ઉત્પન્ન કરે છે. આ તે તબક્કો છે જ્યાં સ્ત્રીને પરિવાર તરફથી વધુ સકારાત્મક અને ભાવનાત્મક સપોર્ટની જરૂર હોય છે અને શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને સહન કરવા માટે વધુ પોષણની પણ જરૂર હોય છે.

જેમ જેમ ઉમર ૫૦ વધારે થતી જાય છે તેમ તેમ જરૂરી દરેક પ્રકારના વિટામિન્સ અને પોષક તત્ત્વો મેળવવું પહેલા કરતા વધુ જરૂરી બની જાય છે. આજે અમે એવા જ પોશાક તત્વો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મુખ્ય 3 પોષક તત્ત્વો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જેને ભોજન દ્વારા સેવન કરી તેની ખામી દૂર કરી શકાય છે.

પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું સેવન કરવું:

સાંધા અને હાડકાના દુખાવાને અટકાવવા પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તે ખુબ જ આવશ્યક છે. પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તેના માટે કેલ્શિયમના કુદરતી સ્ત્રોતોનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કેલ્શિયમના કુદરતી સ્ત્રોતમાં ડ્રાયફ્રુટ, દૂધની પ્રોડક્ટ, માછલી, કઠોળ, દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી, સોયાબીન, ટોફુ વગેરેનું સેવન રોજિંદા જીવનમાં વધારવું જોઈએ.

પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમનું સેવન કરવું:

મેગ્નેશિયમ ડિપ્રેશનને ઘટાડે છે. મેગ્નેશિયમ વિટામિન-ડીના શોષણ માટે પણ આવશ્યક છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને મસલ્સના તણાવને ઘટાડે છે. તે બ્લડ પ્રેશર અને હૃદયરોગને પણ દૂર રાખે છે. દરરોજ આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. મેગ્નેશિયમના કુદરતી સ્ત્રોતમાં તુલસીના પાન, ભીંડા, કોળાના બીજ, કાજુ, બદામ, પાલક, ખજૂરનું સેવન કરી શકો છો.

પૂરતા પ્રમાણમાં વિટામિન-ડીનું સેવન કરવું:

કેલ્શિયમ અને ફોસ્ફરસના પોષણ માટે વિટામિન-ડી મહત્વપૂર્ણ છે. વિટામિન-ડી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન-ડી વાયરલ ફ્લૂ ની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે.

વિટામિન-ડી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. વિટામિન-ડી એ હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન-ડીની ઉણપથી ડિપ્રેશન, ચિંતા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, કુદરતી વિટામિન-ડી માટે સૂર્યપ્રકાશ અવશ્ય લેવો અને આહારમાં દૂધની બનાવટો, ચિકન, ઈંડા, માછલી વગેરેનો સમાવેશ કરો.

પૂરતા પ્રમાણમાં વિટામિન બી 12નું સેવન:

અમુક ખામીઓ ચિંતા અને ગભરાટને ઘટાડે છે. જો ચિંતા, ગુસ્સો અથવા અનિદ્રાની સમસ્યાઓ હોય અથવા જો તે શરૂ થઈ હોય તોવિટામિન-ડી તેમજ B-12ના લેવલની ઉણપ દર્શાવે છે. ખાસ કરીને વિટામિન B12, શક્તિ વધારી અને નર્વસનેસને ઘટાડે છે. વિટામિન-બી12ના સ્ત્રોતો મોટે ભાગે પશુ ઉત્પાદનો જેવા કે દૂધ અને દૂધની બનાવટો, સોયાબીન, માછલી, ઈંડા, માંસ છે.

સંતુલિત જીવન જીવવું શરૂઆતમાં થોડું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે કઈ અશક્ય નથી. સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક, ખાસ કરીને જેમ જેમ ઉંમર વધે તેમ હોર્મોનલનું સંતુલન જવવવાથી દરેક રોગ થી છુટકારો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top