ઉંમર 30 થી ઉપર છે, તો દરેક ગંભીર બીમારીથી બચવા જરૂર કરો આ 7 વસ્તુઓ ખાદ્યમાં શામેલ, અહી ક્લિક કરી જરૂર વાંચી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરના મેટાબોલિકમાં દર 10 વર્ષે ઘટાડો થાય છે, જે  ઉર્જાના સ્તરમાં ઘટાડો થાય છે. એઈમ્સની આયુષ પાંખના ડોક્ટર અજયસિંહ બઘેલ કહે છે કે 30 વર્ષથી આગળ, મેટાબોલિક રેટ અને પ્રતિરક્ષા બંનેમાં ઘટાડો થાય છે. આ સિવાય ચહેરાની ગ્લો ઓછી થવા લાગે છે અને વાળ ખારવા માંડે છે.

ત્રીસ વર્ષની ઉંમર પછી કસરત કરવાની સાથે પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી બને છે જેથી શરીરને આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો મળી શકે. ડો. બઘેલ આવા 7 જેટલા ખોરાક વિશે જણાવે છે.

પાલક – તેમાં આયર્ન હોય છે, જેના કારણે હિમોગ્લોબિનનું લેવલ જળવાઈ રહે છે, અને લોહીનો અભાવ જોવા મળતો નથી. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે.

હોલગ્રેન્સ – તેમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ હોય છે. જે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની શક્યતામાં ઘટાડો કરે છે.

દૂધ – તેમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધમાં સોસીન અને એવા પ્રોટીન હોય છે જે તમારા મસલ્સ ને શક્તિ આપી મજબુત કરે છે. બોડીબીલ્ડીંગ માટે એ પ્રોટીન પૂરું પડે છે. દૂધ માં રહેલું કેલ્શિયમ સોડીયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઈટ બોડી ને એનર્જી અને તાજગી આપે છે.

ટામેટા – તેમાં ફાયબર અને ફ્લેવો નોઇડ્સ હોય છે, જે વજન ઘટાડવા અને સાંધાનો દુખાવો અટકાવવામાં મદદ કરે છે. ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તેમજ મેદ ઘટે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.

ઓટ્સ – તેમાં બીટા ગ્લુકોન રેસા હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની રચનાને રોકે છે, અને હૃદયની સમસ્યાને અટકાવે છે. પેટ સંબંધી બીમારીઓ માટે પણ ઓટ્સ લાભકારક સાબિત થાય છે. તેનાથી કબજિયાતની તકલીફ પણ દૂર થઈ જાય છે અને પાચન તંત્ર મજબૂત બને છે. ઓટ્સ ત્વચાને પણ સુંદર બનાવે છે. તેનાથી ત્વચા સુવાંળી રહે છે.

દહીં – આ પાચનશક્તિને સારી બનાવવામાં મદદ કરે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, ત્વચાને કડક રાખે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. સરદી ઉધરસ ને કારણે જો શ્વાસ નળી માં ઇન્ફેકશન થાય તો તેનાથી બચવા દહીં નો ઉપયોગ કરવો જોઈએ. મોઢામાં જો છાલા પડ્યા હોય તો ઘરેલું ઉપચાર તરીકે દહીંના કોગળા કરવાથી છાલા મટી જાય છે.

બદામ – તેમાં રાયબોફ્લેવિન હોય છે, જે મગજને સ્વસ્થ રાખે છે. યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો બદામને પલાળીને ખાવામાં આવે તો તે પાચનક્રિયાને વધુ ઝડપી બનાવી શકે છે. જેનાથી કબ્જિયાત, એસીડીટીની સમસ્યા પણ દૂર રહે છે. બદામમાં રહેલા વધારે પ્રમાણમાં એન્ટી- ઓક્સિડેટ ગુણના કારણે હૃદયની ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top