નાની વયે સફેદ વાળ આવી જાય તો કોઈપણ વ્યક્તિ હતાશ થઈ જાય તે વાત સમજી શકાય તેમ છે. આપણા માથાની ત્વચામાં મેલાનિન નામના તત્વનું પ્રોડક્શન અટકી જાય અથવા તો વાળના મૂળની આસપાસ મેલાનોસાઈટ્સ ઘટી જાય તો વાળ સફેદ થવા માંડે છે. વાળ કેરાટિન નામના પ્રોટીનનું બનેલા હોય છે. મેલાનિનની ઉણપ તમને વારસાગત કારણોસર, ઉંમરને કારણે કે પછી શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને લીધે થઈ શકે છે.
સફેદ વાળને કાળા કરવા માટે જે કેમિકલ ડાયનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વાળની ચમક ઓછી થાય છે અને તે લાંબા ગાળે શરીર માટે ઘણું જોખમી છે. આ કરતા તમે કેટલાંક સરળ ઘરેલુ ઉપચારથી કુદરતી રીતે સફેદ વાળને કાળા કરી શકો છો.
જો તમે સફેદ વાળમાં બ્લેક ટી લગાવ્યા કરો તો ધીમે ધીમે તમારા સફેદ વાળ કાળા થઈ જશે. આ ઉપરાંત વાળનો જથ્થઓ વધશે અને વાળ વધુ ચમકદાર બની જશે. આ માટે અઠવાડિયે બે વાર માથામાં બ્લેક ટી માસ્ક લગાવો અને તેના પછી શેમ્પૂ કરવાનું ટાળો. થોડા જ સમયમાં તમને દેખીતો તફાવત જોવા મળશે.
કોપરેલ અને લીંબુ બંને વાળ માટે ખૂબ જ સારા છે. તે વાળના પિગમેન્ટ સેલ્સની રક્ષા કરે છે અને વાળને દિવસે દિવસે વધુને વધુ કાળા બનાવે છે. અઠવાડિયામાં બે વાર કોકોનટ ઓઈલ અને લીંબુનું મિશ્રણ તમારા વાળમાં લગાવવાથી તમને ધાર્યુ પરિણામ મળશે.
આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમે તેનો ડાય પેસ્ટ તરીકે ઉપયોગ કરો ત્યારે તે ઘણું સારુ રિઝલ્ટ આપે છે. તમે આમળાના રસને મહેંદી સાથે મિક્સ કરી માથામાં લગાવી શકો છો. આમળા લગાવવાથી તમારા વાળની સ્ટ્રેન્થ વધશે અને તમારી સ્કાલ્પમાં મોઈશ્ચર પાછુ આવશે. મહેંદીમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ પ્રોપર્ટી હોય છે જે તમારી સ્કાલ્પનું pH લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે. આથી આમળા અને મહેંદીના મિશ્રણથી સફેદ વાળથી કાયમ માટે છૂટકારો મળે છે. મહિને એક વાર પેક લગાવવાથી તમને ઘણા સારા પરિણામ મળશે.
માત્ર બટેટાને ત્યાં સુધી ઉકાળવાના છે જ્યારે તેમાંથી સ્ટાર્ચ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય. બસ આ સ્ટાર્ચના લિક્વિડને બટેટાની છાલ પરથી લઈને વાળમાં લગાવી દો અને પાણીથી વાળ ધોઈ નાંખવા. બટેટામાં રહેલુ આ સ્ટાર્ચ વાળ ગ્રે થતા અટકાવે છે.
તૂરિયા પણ વાળના પિગમેન્ટને ફરી જીવંત બનાવવાનું કામ કરે છે અને કુદરતી રીતે સફેદ વાળને કાળા બનાવે છે. તૂરિયાને ઉકાળીને તેને કોપરેલમાં ઉમેરો અને આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને વાળમાં લગાડો. આ પેક લગાવવાથી વાળના મૂળ મજબૂત થશે. અઠવાડિયે ત્રણ વાર આ માસ્ક લગાવવાથી સારુ રિઝલ્ટ મળશે.
કાંદાના રસમાં કેટાલેસ નામનું તત્વ રહેલુ હોય છે જે વાળને જડમૂળમાંથી કાળા બનાવે છે. કાંદાના રસમાં વિપુલ પ્રમાણમાં બાયોટિન, મેગ્નેશિયમ, કોપર, વિટામિન સી, ફોસ્ફરસ, સલ્ફર, વિટામિન્સ બી1 અને બી6 રહેલુ હોય છે. આ તત્વો વાળને કાળા બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે. કાંદાનો રસ કાઢી તેને મસ્તક પર લગાવો અને 40 મિનિટ રહેવા દો. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરવાથી શ્રેષ્ઠ રિઝલ્ટ મળશે.
નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.
૨ ચમચી હિના પાવડર, ૧ ચમચી મેથીના દાણાની પેસ્ટ, ૨ ચમચી તુલસીના પત્તાની પેસ્ટ, ૩ ચમચી કોફી, ૩ ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી દહીનું મિશ્રણ વાળને સફેદ થવાથી રોકવા માટે ખૂબ પ્રભાવકારી છે. સારુ પરિણામ મેળવવા માટે આ મિશ્રણને નિયમિત રીતે લગાવો. પ્રાકૃતિક ડાર્ક બ્રાઉન રંય માટે હિનાને નારિયેળ તેલની સાથે મેળવીને પણ લગાવી શકાય છે.
કેમોમાઈલ પાવડરને ૨૦ મિનીટ સુધી પાણીમાં ઉકાળો પછી તેને ઠંડુ કરીને ગાળી લો. સફેદ વાળ માટે તેને નિયમિત રીતે આ કાઢાનો ઉપયોગ કરો.
એક કપ પાણીમાં કપૂર અને મહેંદીના પત્તાને બરાબર માત્રામાં લઈ લો. તેને પલાળીને ગાળી લો તથા તે તરલ પદાર્થનો ઉપયોગ વાળને કલર કરવા માટે કરો. રોજમેરી તેલ સીધુ વાળ પર પણ લગાવી શકાય છે.
શિકાકાઈની ત્રણ ચાર ફળીઓ અને ૧૦-૧૨ અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો. તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શૈમ્પૂની જેમ કરો. આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો. આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.
જામફળના પાન પણ સફેદ વાળને કાળા બનાવવામાં સહાયક હોય છે. જામફળના થોડા પત્તાંને પીસો તથા નિયમિત રીતે તેને તમારા માથાની ત્વચા પર લગાવો. વાળના રંગને પ્રાકૃતિક બનાવી રાખવા માટે તાજી ગુલમખબલનો રસ લગાવો. આ એક ખૂબ જ ઉપયોગી ઘરગથ્થું ઉપચાર છે.લિગુસ્ટ્રામ વુલ્ગારે કે વાઈલ્ડ પ્રિવેટ એક ચાઇનીઝ જડીબુટ્ટી છે જે વાળના પ્રાકૃતિક રંગ પાછો મેળવવા માટે ઉપયોગી છે.
વાળને અકાળે સફેદ થતા રોકવા માટે દૂધીના રસમાં ઓલિવ ઓઈલ (જૈતૂનનું તેલ) કે તલનું તેલ મેળવો તથા આ મિશ્રણને માથામાં લગાવો.કાળા અખરોટના બહારની છાલનો ઉપયો વાળને રંગ કરવા માટે કરી શકાય છે. કાળા અખરોટ અને પાણી મેળવીને એક કાઢા બનાવો તેને લગભગ ૩૦ મિનીય સુધી તમારા વાળ પર લગાવેલો રાઓ જેનાથી તમારા સફેદ વાળ પર રંગ ચઢી જાય.
અકાળે સફેદ થનાર વાળને રોકવા માટે સુર્યમુખીનું તેલ લગાવો. તે સૂર્યમુખીના સૂકાયેલા ફૂલોમાંથી બને છે જેમાં પ્રજ્વલનશીલ ગુણ હોય છે જે અકાળે થતા સફેદ વાળની સમસ્યાને તથા વાળ ઉતરવાની સમસ્યાને દૂર કરે છે.