તમામ યુવક અને યુવતીઓ જરૂર વાંચે, ટાઈટ જીન્સ અને મોજા પહેરવાથી શરીર ને થાય છે આ ગંભીર નુકશાન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આજનો સમય ભાગદોડ નો સમય બની ગયો છે અને લોકો પાસે પોતાના શરીર માટે પૂરતો સમય રહેતો નથી. લોકો આખો દિવસ દરમિયાન કાર્ય કરીને થાકી જતા હોય છે. અને આથી જ રાત્રી દરમ્યાન લોકોને ખૂબ જ શાંતિની ઊંઘ મેળવવી જરૂરી બની જતી હોય છે. સામાન્ય રીતે લોકો રાત્રે સૂતી વખતે નાઈટ ડ્રેસ પહેરતા હોય છે. રાત્રી દરમિયાન કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.

આજના સમયમાં ફેશનના યુગમાં મહિલાઓ તથા પુરુષો દિવસ દરમિયાન ખૂબ જ ટાઇટ કપડાં પહેરીને સુતા હોય છે. જેથી કરીને તેના શરીર અને માંસપેશીઓ જકડાઈ જતા હોય છે. સાથે સાથે શરીરની અંદર અનેક જગ્યાએ ઉત્પન્ન થતો હોય છે જે બેક્ટેરિયાનું ઉત્પત્તિ માટેનું મૂળ કારણ બની રહે છે. આથી રાત્રિ દરમિયાન જો નાહી ધોઈ સ્વચ્છ થઈ અને ઓછા કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે આપણા શરીર ને થોડા સમય માટે બેકટેરીયા થી છુટકારો મળી શકે છે.

પગને શ્વાસ લેવાનો સમય પણ આપવો જોઇએ. પરંતુ મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે એ ટાઈટ ન હોય્. મોજા પહેરવાના ફાયદા આપણે અત્યાર સુધી જોયા છે, પરંતુ તેનાથી નુકશાન પણ થઇ શકે છે. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે.

પગમાં વધારે ટાઈટ મોજા પહેરવાથી એક બીજું નુકશાન પણ છે. આવા મોજથી સંક્રમણનો ખતરો પણ વધી જાય છે. ટાઈટ મોજાની અંદર પરસેવો થવો સામાન્ય બાબત છે. ત્યારબાદ આ પરસેવો ઘણા સમય સુધી સુકાશે નહિ. આ કારણે તમને ઘણા ફંગલ સંક્ર્મણ થવાનો ખતરો વધી જશે. તેના કારણે તમારા પગમાં દુર્ગંધ અને ખંજવાળની સમસ્યા પણ થાય છે. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે.

ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં કમરના દુખાવો વધી જાય છે. આ ઉપરાંત, ધીમે-ધીમે સ્લિપ ડિસ્કની સમસ્યા પણ વધતી જઈ રહી છે. ટાઈટ જીન્સ અથવા તો કપડા પહેરવાથી ઉઠવા બેસવામાં ખાસ તકલીફ થતી હોય છે. જેનો દુષ્પ્રભાવ તમારી કરોડરજ્જુ પર પડવાની સંભાવના છે. તેનાથી તમને કરોડરજ્જુને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

ટાઈટ જીન્સ અથવા તો કોઈ પણ જીન્સનું પેન્ટ પહેરવાથી તમને ત્વચાની સમસ્યાઓ પણ થઇ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી તમારી ત્વચા સખ્ત થઇ જાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેસન યોગ્ય રીતે થતું નથી. આ ઉપરાંત સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી પરસેવો બરાબર સૂકાતો નથી જેથી ત્વચા સંબંધી અન્ય બીમારીઓ થવાની સંભાવના ઉદ્દભવી શકે છે.

ટાઈટ જીન્સ પહેરવાથી ત્વચાની નમી ઘટી જતી હોય છે જેનાથી ત્વચા સૂષ્ક પડી જાતી હોય છે. જેના કારણે ખંજવાળની સમસ્યા થઇ શકે છે અને ત્યારબાદ લાલ રંગના રેસીસ પણ જોવા મળી શકે. અન્ય ત્વચા સંબંધી બીમારી થવાનો ખતરો પણ વધી શકે છે.

ટાઈટ જીન્સ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે અને એટલું જ નહિ પરંતુ ચર્મરોગ થવાની પણ સંભાવના ખુબ વધુ રહે છે. વેરિકોઝ વેનની સમસ્યા પણ ટાઈટ જીન્સ વધારે છે. પગની નસમાં જે વાલ્વ હોય છે તે ટાઈટ જીન્સના કારણે નબળા પડી જાય છે અને તેના કારણે ગાંઠ બનવા લાગે છે. ટાઈટ જીન્સ પહેરતી મોટા ભાગની મહિલાઓને આ બીમારી થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here