વિટામિન બી12 શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શરીરમાં ડીએનએ (DNA) અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન બી12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે વિટામિન બી12 ખુબ જ જરૂરી છે.
વિટામિન બી12, આવશ્યક વિટામિન હોવા છતાં, શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે આપણે આહાર પર નિર્ભર રહેવું પડે છે. જો તેની માત્રા ખૂબ ઓછી હોય તો ગંભીર લક્ષણો સામે આવવા લાગે છે. વિટામિન બી12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી.
વિટામિન B12 માછલી, માંસ, ચિકન, ઇંડા, દૂધ અથવા દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે, વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી, શાકાહારીઓમાં તેની ઉણપ થવાની વધુ સંભાવના વધારે હોય છે. જે લોકો ખોરાક દ્વારા વિટામિન બી12 લેવા માટે અસમર્થ હોય છે અને શાકાહારીઓ હોય છે તેણે નાસ્તામાં અનાજ અને વિટામિન B12 થી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ.
અશક્તિ અને થાક વિટામીન B-12ની ઉણપના સામાન્ય લક્ષણો છે. આમ થવાનું કારણ એ છે કે વિટામીન B-12ની ઉણપ હોવાથી શરીર રક્તકણ નથી બનાવી શકતું. જેના લીધે શરીરમાં ઓક્સીજનનું પુરતું ભ્રમણ નથી થતું. ઓક્સીજનનું પુરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે.
વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, ઇદડા, આ બધા આથા વાળા ખોરાકમાં ભરપુર માત્રામાં B12 હોય છે. એટલે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવું. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો B-12 જો 150 થી ઓછું હશે તો પણ કાબુમાં આવી જશે.
વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ દેશી ગોળ લેવો.આ પછી 20 ગ્રામ ધાણા લેવા તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. પછી તેમાં 2 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખવું. આ મિશ્રણને ગરમ કરીને તળી શકાય તેવા વાસણમાં નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ બાદ તેને થોડું ગરમ કરી લેવું. ઠંડું પડી ગયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી.
આ ગોળીઓને ભેજ વિહીન કોઈ કાચના વાસણમાં કે બરણીમાં ભરી લેવી. જયારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપના લક્ષણો જણાય ત્યારે આ ગોળીઓનું સવારે અને સાંજે સેવન કરવું. દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 જોવા મળે છે, તેમાં પણ જો દહીં ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. બની શકે તો ફ્લેવર વાળું દહીં લેવાનું ટાળવું જોઈએ.
ઈંડા વિટામીન બી12નો સારો સ્ત્રોત હોય છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે ઈંડાની સફેદીની સરખામણીમાં ઈંડાની જરદીમાં વિટામીન બી 12નું ઉચ્ચ સ્તર હોય છે. આ ઉપરાંત ચિકનમાં પણ ઉચ્ચ પ્રમાણમાં વિટામીન બી 12 હોય છે. તેમજ શાકાહારી લેતા લોકો પોતાની ડાયટમાં પનીર અને દૂધને સામેલ કરી શકે છે. દરરોજ એક કપ દૂધ તમારા શરીરને લગભગ 20 ટકા વિટામીન બી 12 પહોચાડવામાં મદદ કરી કરે છે.
ડાયટિશિયન્સના જણાવ્યા મુજબ, વિટામિન બી12 ની ઉણપને દૂર કરવા માટે સાર્ડિન માછલીનું સેવન કરી શકાય છે. સાર્ડિંન એ નાની દરિયાઈ માછલી છે. સાર્ડિન સુપર પૌષ્ટિક હોય છે કારણ કે તેમાં લગભગ દરેક પોષક તત્ત્વો સારી માત્રામાં હોય છે. વિટામિન બી12 સિવાય, તે ઓમેગા -3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્રોત પણ છે.
સોયાબીનનું દૂધ ભરપૂર માત્રામાં વિટામીન B12 ધરાવે છે. સોયાબીનથી બનેલી વસ્તુઓને વાપરવાથી શરીરમાં ભરપૂર માત્રામાં વિટામીન B12 મળે છે અને શરીરમાં આ તત્વની ઉણપ પૂરી થાય છે. આ રીતે સોયાબીનનું દૂધ પણ વસ્તુઓમાં વાપરી શકાય છે.
બ્રાઉન ચોખા શરીરમાં વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે. આ ચોખામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. આજના સમયે લોકો એકદમ સ્વચ્છ સફેદ કલરના ચોખા ખાવાના શોખીન થઈ ગયા છે. જેના લીધે શરીરમાં આ બધી ઉણપ જોવા મળે છે. જેના લીધે એકદમ વ્હાઈટ રાઈસ અને પુલાવ લોકો ખાય છે. પરંતુ તેમાં આ બ્રાઉન ચોખા જેવા વિટામીન B12 પૂરતા પ્રમાણમાં હોતું નથી.
ચોખામાં ઉપર રહેલું બ્રાઉન કલરનું પડ વિટામીન B12નો ભરપૂર ભંડાર છે. માટે આ બ્રાઉન કલરના ચોખા લાવીને તેની ખીચડી બનાવીને તે ખીચડી મોળા દહીં સાથે એટલે કે તેમાં એકથી બે ચમચી જેટલું મોળું દહીં નાખીને ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં રહેલા લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા આપના નાના આંતરડામાં રહે છે અને તે વિટામીન B1નું પાચન કરવાનું કાર્ય કરે છે.
દૂધનું સેવન કરવાથી વિટામીન B12ની શરીરમાં ઉણપ ઓછી થાય છે. પરંતુ જે લોકોને શરીરમાં ચરબી વધારે પ્રમાણમાં હોય, શરીર વધારે હોય તેવા લોકોને દૂધનો ઉપયોગ કરતા પહેલા તેમાથી મળી કાઢી લેવી જોઈએ. જેથી શરીરની વધવાની સમસ્યા રહેતી નથી. માટે વિટામીન 12 ની સમસ્યાના ભરપૂર સ્ત્રોત માટે ગાયનું દુધ તો અતિ ઉત્તમ છે. ગાયના દૂધમાં B12 વધારે પ્રમાણમાં હોય છે.