શિયાળામાં ખાસ બનાવો બજાર જેમ ભજીયાને રૂ જેવા પોચા અને જાળીદાર બનાવવાની એકદમ નવી જ રીતે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

હવે શિયાળાની ઋતુ ની શરૂઆત થઇ ગઈ છે. હવે બજારમાં લીલી શાકભાજી વધારે પ્રમાણ માં જોવા મળે છે. શિયાળા ની ઋતુ માં બજારમાં મેથી અને પાલક વધારે જોવા મળે છે. પાલકની ભાજી હવે તો બારે માસ મળે છે. પરંતુ શિયાળામાં પાલકની ભાજી વિશેષ પ્રમાણમાં વપરાય છે.

પાલક એમરેન્થસી કુળની વનસ્પતિ છે. લીલા પાંદડાવાળા શાકભાજી માં પાલક સૌથી અગ્રણી ગણાય છે. પાલક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે. તે સર્વ ગુણી અને સસ્તુ શાક છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે બહુંજ સારા છે, પરંતુ પાલકના એવા ગુણધર્મો હોય છે, જેના કારણે અનેક રોગો માં રાહત મળે છે. તમારા માંથી મોટાભાગના લોકો પાલકની ભાજી ખાતા હશે, પરંતુ તેનું સેવન કરવાથી અલગ- અલગ ફાયદા થાય છે.

આજે આપણે એક ભજીયાની જ રેસિપી જોવાની છે, પરંતુ એ ભજીયામાં આપણે મેથીનો ઉપયોગ નથી કરવાના. આ ભજીયા આપણે પાલક માંથી બનાવવા ના છે. પાલકના ભજીયા લસણની ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે.

પાલક ના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી:
70 ગ્રામ પાલકના પાન, 1 મોટી ચમચી તેલ, 1 ચમચી કાળા મરીના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી સફેદ તલ, ¼ ચમચી હિંગ, ½ ચમચી અજમો, ¼ ચમચી બેકિંગ સોડા (ખાવાનો સોડા), 4-5 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, કોથમીર, 1 કપ ચણાનો લોટ, ½ કપ પાણી.

પાલક ના ભજીયા બનાવવાની રીત:
સૌથી પેહલા પાલકના પાન લઇ તેની નીચેનો ભાગ પર કટ કરી ને કાઢી લો. પછી પાલકના પાનને ચપ્પાની મદદથી કટ કરી લો. જો બીજી રીતે ભજીયા નું બેટર બનાવવા માટે ની રીત: એક બાઉલમાં અડધો કપ પાણી અને 1 ચમચી તેલ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો.

પછી તે બેટર માં ખાવાનો સોડા, મીઠું, ખાંડ, હિંગ, મરીના દાણા, લીલા મરચાં, સફેદ તલ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલા પાલકના પાન અને કોથમીર ઉમેરો. આ બધુ નાખી ને તેને ખૂબ સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ચણાનો લોટ થોડો થોડો કરીને ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરવાથી બેટર સ્મૂધ બને છે અને ગાંઠા નથી રહેતા.

હવે ભજીયા તળવા માટે સૌથી પેહલા એક પેનમાં તેલ ઉમેરો અને ધીમા તાપે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તમારા હાથની મદદથી અથવા ચમચીની મદદથી તેમાં નાના-નાના બોલ બનાવી તેલમાં તળવા માટે નાખો. અને પાલકના ભાજીયા ને મધ્યમ તાપ પર તળો.

હવે 4 થી 5 મિનિટમાં પાલક ના ભજીયા સારી રીતે તળાઈ જશે. હવે ભજીયા સર્વ કરવા માટે તેને એક વાસણમાં કાઢી લો. તો હવે તમારા સોફ્ટ પોચા રૂ જેવા પાલકના ભજીયા બનીને તૈયાર છે. ભજીયા ને લસણની ચટણી સાથે અથવા એક કપ ગરમ ચા સાથે સર્વ કરો.

પાલક ભજીયા બનાવતા પેહલા ધ્યાન રાખવું કે પાલક ના પાન નાના નાના ટુકડા કરવા. પાણી અને તેલનું મિશ્રણ સોફ્ટ, પોચા રૂ જેવા ભજીયા બનાવવામાં મદદ કરે છે. ભજીયા ને હંમેશા મધ્યમ તાપ પર તળો.

પાલકમાં કેલ્શિયમ સોડિયમ કલોરીન ફોસ્ફરસ આયરન ખનિજ તત્વ પ્રોટીન તેમજ અન્ય વિટામીન મોજુદ હોય છે. જે શરીર માટે સ્વાસ્થવર્ધક ગણાય છે. પાલકમાં આયર્નની માત્રા વધારે રહેલી છે ,અને પાલકમાં રહેલું આયર્ન શરીરમાં સરળતાથી ગ્રાહ્ય થાય છે. છે તેથી પાલક ખાવાથી હીમોગ્લોબીન વધે છે. પાંડુ રોગથી પીડાતા દર્દીઓ માટે પાલક ઉત્તમ છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here