જમ્યા પછી ખાવ આ વસ્તુનો મુખવાસ વાત્ત-પિત્ત અને કફ પ્રકૃતિને સંતુલિત કરી રાખશે દરેક રોગોને દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે આપણે એક એવા મુખવાસની રેસીપી જોવાની છે કે જેના કારણે ખોરાક સારી રીતે પાચન કરે તેમ જ કફ, પિત્ત અને વાયુ એમ દરેક પ્રકૃતિને માફક આવે. સૌથી પેહલા આપણે મુકવાસ માં કઈ કઈ સામગ્રી નો ઉપયોગ કરવાનો છે, અને તેમાંથી કયા ફાયદા થાય છે . તે આપણે જોઈએ.

સૌ પ્રથમ સફેદ તલ લેવાના છે. સફેદ તલ તાસીરમાં ગરમ હોય છે. સફેદ તલ માં રહેલું કુદરતી તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. મુખવાસ માં સફેદ તલ ની જગ્યાએ કાળા તલ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કાળા તલ તાસીરમાં ઠંડા છે. તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે. અને કોલેસ્ટ્રોલ ને પણ ઘટાડે છે.

અજમાં ની તાસીરમાં ગરમ હોય છે. તે શરીરમાં કફ બનતો અટકાવે છે. અજમો ખાથી શ્વાસની દુર્ગંધ અને દાંત ને લગતા રીગો દૂર થાય છે. ઉધરસ અને શ્વાસ ના રોગો પણ મટાડે છે. અજમો પાચન શક્તિને વધારે છે. મુક્વાશ માં આપણે અળસી પણ નાખી સકીએ છીએ. અળસી તાસીરમાં ગરમ હોય છે. તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ, વિટામિન બી કોમ્પ્લેક્સ તેમજ મૅંગેનીઝ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. અળસી હૃદયની ધમનીઓની સ્થિતિસ્થાપકતાને વધારે છે અને બીપીને કંટ્રોલમાં રાખે છે.

આમળા તાસીરમાં ઠંડા છે. જો તમારે આમળા નો મુકવાસ બનાવવો હોય તો તેની માટે આમળાને ધોઈને તડકામાં સૂકવી લેવા. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આમળા નો મુખવાસ દાંત વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમ જ ખોરાકના પાચનમાં મદદ કરે છે.

જીરું તાસીરમાં ઠંડુ હોય છે. તે શરીરનું મેટાબોલિઝમ વધારી પાચનને ઝડપી બનાવે છે. તેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જીરું મસાલેદાર ખોરાક ખાવાથી થતી એસિડિટીને પણ દૂર કરે છે. તેમજ ગેસ અપચો અને પેટની ચૂંક માં આરામ આપે છે.

મોટા ભાગ ના લોકો વરિયાળી મુકવાસ મા વરીયાળી નો ઉપયોગ કરતાજ હોય છે. વરીયાળી તાસીરમાં ઠંડી હોય છે. વરીયાળી ફાઈબરથી ભરપૂર હોવાથી કબજીયાત દૂર કરે છે. શરીરમાં થતો પાણીનો ભરાવો દૂર કરી વજન પણ ઘટાડવા માં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરે છે. અને આંખોની રોશની વધારે છે.

કલોનજી તાસીરમાં ગરમ હોય છે. તે પાચનશક્તિ માં વધારો કરે છે. અને સાથે સાથે બ્લડ શુગર પણ ઘટાડે છે. તેના કારણે ડાયાબિટીસમાં પણ ફાયદો જોવા મળે છે. તે સાંધા નો વા અને સોજો દૂર કરે છે. તે શરીરની ઇમ્યુનિટી તેમજ યાદશક્તિ વધારે છે. ક્લોનજી માથાના દુખાવામાં પણ રાહત આપે છે.

સુવાદાણા તાસીરમાં ગરમ હોય છે. સુવાદાણા ભારે જમવાનું જમ્યા બાદ થતો અપચો દુર કરે છે. પેટમાં આવતી ચૂંક મટાડે છે. તેમ જ લિવર અને ગર્ભાશયને શુદ્ધ કરે છે.

મુખવાસ બનાવવાની રીત :

મુકવાસ બનાવવા માટે દરેક સામગ્રી સો ગ્રામ લેવી. બધી વસ્તુ ને બરાબર સાફ કરી લેવી. પછી અળસી અને આમળા સિવાય દરેક વસ્તુ ને અલગ અલગ વાસણમાં અડધી ચમચી હળદર અને પ્રમાણસર સિંધવ મીઠું વાળું પાણી છાંટી સારી રીતે મિક્સ કરી અલગ અલગ કરી છાયામાં સુકવી દેવું.

તેની અંદર પાણી ફક્ત ભીનાશ પૂરતું જ નાખવું. વધુ પાણી નાખવાથી મુકવાસ સેકવા માં વધારે સમય લાગી શકે છે. અળસી માં એક લીંબુનો રસ અને સિંધવ નમક મેળવીને સારી રીતે મિક્સ કરી અલગ રાખવી. અને આમળાને શેકવાની જરૂર નથી.

અડધા કલાક પછી દરેકને અલગ અલગ શેકી ચાળી લઇ બધી સામગ્રી મિક્સ કરી, ઠંડું પડે એટલે એરટાઇટ ડબામાં ભરી લેવું. આ મુખવાસ ફ્રીજમાં મૂક્યા વગર પણ ત્રણ મહિના સુધી સારો રહે છે. આ મુખવાસ જમ્યા બાદ એક ચમચી ખાવાથી પાચન ખૂબ સારી રીતે થાય છે. તેમજ ગેસ કે એસિડિટીની માં ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top