ભુલથી પણ ના કરવું જોઈએ આ વસ્તુઓનું દાન, નહીંતર થઈ જશો કંગાળ…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિન્દુ ધર્મગ્રંથમાં દાન કરતાં કંઈપણ વધુ મહત્વનું માનવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી રહેતી નથી અને તેનું જીવન સારી રીતે ચાલે છે. કારણ કે જ્યારે તમે કોઈને દાન આપો છો ત્યારે તેમના મનમાં થી જે આશીર્વાદ આવે છે તે ખૂબ અસરકારક હોય છે. દાન આપવાથી વ્યક્તિનું જીવન ખૂબ ખુશ રહે છે અને મૃત્યુ પછી સ્વર્ગના દરવાજા તેના માટે ખોલવામાં આવે છે.

શુદ્ધ મનથી અને સુપાત્રને કરેલું દાન અનંત સુખ આપનારું અને ફળદાયી હોય છે. દાન કરવાથી મનોવાંચ્છિત ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા દેશમાં તહેવારો પર દાન કરવાનું ખાસ મહત્વ છે. દાન અનેક પ્રકારે થતું હોય છે જેમકે અનાજ, કપડાં, રોકડ રકમ, સૌભાગ્યની સામગ્રી વગેરે. આ વસ્તુઓ ઉપરાંત એવી પણ કેટલીક વસ્તુઓ છે જેનું દાન કરનાર પાપના ભાગીદાર બને છે. જાણી લો તમે પણ કે કઈ કઈ વસ્તુઓનું દાન અજાણતા પણ ન કરવું.

સાવરણી

હા, આપણે ઘણીવાર જયારે સાવરણી વપરાઈ જાય કે પછી થોડી ઘસાઈ જાય ત્યારે કોઈને આપી દેતા હોઈએ છીએ, તો તમને જણાવી દઈએ કે તમારે સાવરણી ક્યારેય કોઈને આપવી જોઈએ નહિ, આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મી નારાજ થઇ જવાથી વેપારમાં અને કામમાં નુકશાન થાય છે, ઘરમાં ઘણા પ્રયત્ન કરવા છતાં પણ પૈસા ટકતા નથી.

તેલનું દાન

આમ તો તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો ઉપયોગ કરેલા તેલને દાનમાં આપે છે. જો આવું કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ પરંતુ વાપરેલા કે ખરાબ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે. ઘરમાં કંકાસ વધે છે અને કોઈ વિપત્તિ આવવાની આશંકા રહે છે. શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહો છો. પરંતુ એક વાત ધ્યાનમાં લેવાની એ છે કે ક્યારેય સરસવના તેલનો ઉપયોગ કર્યા પછી કોઈને ન આપવું જોઇએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવ તમારા થી ગુસ્સે થય જાઈ છે. જેના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે.

પહેરેલા કપડાં

જણાવી દઈએ કે એવું બને છે કે આપણે આપણા જુના કપડા જે આપણે હવે પહેરતા નથી અથવા જેનો આપણને કોઈ ફાયદો નથી તેને ફેંકી દેવાને બદલે આપણે જરૂરિયાતમંદોને દાન કરીએ છીએ. પરંતુ તમારું અન્ય લોકોના કલ્યાણ માટે કરવામાં આવેલું દાન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી જ તમારા પહેરેલા કપડાંને કોઈને પણ દાન ન કરવા જોઈએ અને ખાસ કરીને પંડિતો ને નહી જ.

વાસણ

આપણા હિંદુ શાસ્ત્રોમાં વાસણને દાન કરવા પર પ્રતિબંધ છે. આનો અર્થ સમજવો રહ્યો. જયારે કોઈ પ્રસંગ દરમિયાન ઘરના વડીલ તરફથી કે યજમાન તરફથી બહેન, દિકરીઓ અને વહુઓને જે વાસણ આપવામાં આવે છે તે દાન નહિ પણ લ્હાણી કહેવાય છે. અને દાન એટલે કે તમે કોઈ ગરીબને ઘરના વધારાના વાસણ તેમને આપી દો તેને દાન ગણાય. એટલે હવે ભૂલથી પણ કોઈને વાસણ દાનમાં આપવા નહિ. શાસ્ત્રો અનુસાર જો તમે તમારા ઘરમાં શાંતિ અને સુલેહ જાળવવાની ઇચ્છા રાખતા હોવ તો તમારે કોઈને પણ ભૂલી થી સ્ટીલના વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ.

વાસી ભોજન

કહેવાય છે કે ભૂખ્યાને ભોજન કરાવવા જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી. ભોજન દાન કરવાથી પુણ્ય મળે છે. પરંતુ યાદ રાખો કે કોઈને વાસી ખાવાનું દાન ના કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી પરિવાર માટે મુસીબત ઊભી થઈ શકે છે. વાસી ખાવાનું આપવાથી પરિવારના સભ્ય બીમાર થઈ શકે છે. સાથે જ કોઈ વિવાદ અને કોર્ટ-કચેરી પાછળ નાણાંનો વ્યય થઈ શકે છે.

પ્લાસ્ટિક નો સમાન

ધાર્મિક માન્યતાઓ અનુસાર તમારે કોઈને ક્યારેય ભૂલીથી પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈને પ્લાસ્ટિકની વસ્તુઓ દાન કરો છો તો તે તમારા વ્યવસાયને અસર કરે છે અને તમને મુશ્કેલીઑ આવવાનિ શરૂઆત થઇ જાય છે. તમારી પ્રગતિ પણ અટકી જાઈ છે.

લસણ-ડુંગળી

કેતુ ગ્રહનો લસણ-ડુંગળી સાથે સંબંધ માનવામાં આવ્યો છે. ઉપરની તાકાતોના સ્વામી કેતુ ગ્રહને માનવામાં આવેલો છે. આજ કારણને લીધે સૂર્યાસ્તના પછી લસણ-ડુંગળી આપવું અશુભ માનવામાં આવ્યું છે.

હળદરનું દાન

માન્યતાઓના આધારે જે લોકોનો ગુરુ બળવાન અને શુભ હોય છે તેઓએ ગુરુવારના દિવસે હળદરનું દાન કરવું જોઈએ નહિ ખાસ કરીને સાંજના સમયે. એવામાં હળદરનું દાન કરવાથી ગુરુ કમજોર થઇ જાય છે અને સાથે જ ધન અને વૈભવમાં પણ ખામી આવી જાય છે.

કોઇ કોપી- પુસ્તક કે ધાર્મિક ગ્રંથોનું દાન કરવું સારુ હોય છે પરંતુ તે ફાટેલા હોય તો તેનું દાન ન કરવું જોઇએ. કહેવાય છે ધારદાર કે અણીદાર વસ્તુ જેવી કે ચપ્પુ, નેલ કટર, કાતર, તલવાર સહિતની વસ્તુ દાન કરવું બેડલકનું કારણ હોય શકે છે. શિક્ષણ સંબંધિત સામગ્રી જો જૂની અને જર્જરીત હાલતમાં હોય તો તેનું દાન ન કરવું. જરૂરીયાત મંદને નવી સામગ્રી જ ભેટમાં આપવી.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દાન આપવાથી આપણને પુણ્ય મળે છે અને આપની ઈચ્છા પુર્ત્ય થાય છે, પરંતુ દાન આપવામાં પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે. જેમ કે ઉપર જણાવ્યા અનુસર આમુક એવી પણ ખાસ વસ્તુ છે જેનું દાન ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ નહીતર આવી શકે છે ખુબજ મોટી મુસીબત. તેથી આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top