માત્ર 2 દિવસમાં અપચો, કબજિયાત અને શરીરની બળતરા ગેરેન્ટી સાથે જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળા દરમ્યાન ઉગાડાતી વરિયાળી, શિયાળો ઉતરતા ખેતરોમાં લીલીછમ છવાઈ જતી હોય છે તેનાં છત્રાકાર ફુલ જેવા ઝુંડવા પર તાજી-લીલી વરિયાળી જોવામાં જેટલી સુંદર હોય છે, તેટલી જ સુગંધીદાર પણ હોય છે. મુખવાસ માટે ઉપયોગમાં લેવાતી વરિયાળીમાં તેની સુગંધનું તો ખાસ મહત્વ છે. વરીયાળી માં કેલ્શિયમ, સોડીયમ, આયર્ન, પોટેશિયમ જેવા તત્વ મળે છે. તેમાં વિટામીન એ, સી, ડી, ઈ અને કે પણ મળે છે. એટલે વરીયાળી ની અડધી ચમચી ખાવી તમને હેલ્થી રાખે છે. તેને ખાવાની રીત પણ વધૂ સરળ છે.

બસ અડધી ચમચી લો અને ધીરે-ધીરે કરીને ચાવી લો. તેને ખાધા પછી જે મીઠાસ તમારા મોં માં રહી જાય છે તે શાનદાર હોય છે. રાતે સૂતા પેહલા વરિયાળી વાળુ દૂધ પીવાથી પાચન પણ સારું થાય છે અને આ કેટલીય બીમારીઓ થી પણ બચાવે છે.

 

દુર્ગંધ દૂર કરે :

વરીયાળી સારૂ માઉથ ફ્રેશનર પણ છે તેમાં ઘણા પ્રકારના સુગંધિત તેલ હોય છે. તે મોઢાની ખરાબ ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સાથે જ તે મોઢામાં લાળની માત્રાને વધારવામાં મદદ કરે છે, જે બદલામાં મોઢામાં કોઈ પણ ખાદ્ય કણોને દૂર કરે છે. આ ઉપરાંત વરીયાળીના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ અને જીવોને છુટકારો આપવામાં મદદ કરે છે જે ખરાબ શ્વાસના કારણે બને છે.

હાથ-પગમાં બળતરા :

હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

વજન ઓછુ કરવામાં મદદ :

વરીયાળામાં મૂત્રવર્ધક ગુણ હોય છે જેનાથી તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. અને મેટાબોલિઝમનનુ સ્તર વધારે છે. આ વજન ઓછુ કરવાના પ્રાકૃતિક ગુણ છે. વજન ઘટાડવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો તો વરીયાળીને પીસી લો અને તેના પાઉડરને બે વખત દરરોજ ગરમ પાણી સાથે લો.

અપચો, કબજીયાત દુર કરે :

ભોજન બાદ વરીયાળીનું સેવન અપચો, સોજા, પેટ ફુલવા, એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારે આપે છે. ભોજન બાદ એક ચમચી વરીયાળી ખાવાથી પેટ દર્દમાં પણ રાહત મળે છે. જો અપચાની ફરીયાદ હોય તો તેની ચા બનાવીને પી પણ શકો છો. તેના એન્ટીસ્પાસ્મોડિક અને કાર્મિનેટિવ ગુણ પેટની ગંભીર સમસ્યાઓથી છુટકારોઆપવામાં ફાયદાકારક છે.  વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો.

પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.જો તમે કબજિયાત થી પરેશાન રહો છો અને તમારું પાચન તેના કારણે ખરાબ જ રહે છે તો વરીયાળી નો પ્રયોગ આ પ્રકારે કરવાથી તમને બહુ લાભ થશે. વરીયાળી નું ચૂર્ણ બનાવી લો, તેના પાવડર માં મિશ્રી અથવા ખાંડ પણ સારી રીતે પીસી લો. રાતે ઉંઘવાથી પહેલા આ પાવડર ને હલકા ગરમ પાણી ની સાથે પી જાઓ. ગેસ ની પ્રોબ્લેમ થી છુટકારો મળશે સાથે જ કબજિયાત ની સમસ્યા પણ પૂરી થઇ જશે.

માસિક સ્ત્રાવ દરમ્યાન દુખાવો :

આયુર્વેદ વરિયાળીને ‘પ્રજાસ્થાપક’ કહે છે. ગર્ભાશયની આંતરત્વચામાં સોજો આવવાથી થતાં એન્ડોમેટ્રોસિસ જેવા રોગમાં વધુ પ્રમાણમાં માસિકસ્ત્રાવ થાય, પેઢુમાં ખૂબ દુઃખાવો થાય, માસિકસ્ત્રાવ ગંઠાઈ જતો હોય તેવી તકલીફમાં વરિયાળીનો પાવડર પાણીમાં પલાળી પી જવાથી માસિક દરમ્યાન ક્લોટસ પડવા, દુખાવો થવો જેવી તકલીફમાં રાહત થાય છે.

ગર્ભાશયની ત્વચાની જાડાઈ વધુ બનતી હોય, માસિક યોગ્ય પ્રમાણમાં ખુલાસીને ન આવતું હોય તેવા સમયે વરિયાળીનાં બદલે વરિયાળીનાં છોડના પાન વધુ ઉપયોગી થાય છે. તાજી-લીલી વરિયાળીનાં છોડના પાનને ભાજીની જેમ વઘારી શાકની માફક માસિકના ૭-૧૦ દિવસ પહેલાથી સમયાંતરાલે ખાવાથી માસિક યોગ્ય રીતે આવી, ગર્ભાશયની શુદ્ધિ થાય છે. થોડા માસિક ચક્રો દરમ્યાન આ પ્રયોગ ચાલુ રાખવાથી ગર્ભાશયની આંર્તત્વચા યોગ્ય બને છે. ગર્ભનું સ્થાપન અને ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થઇ શકે છે.

ઉધરસ :

૧૦ ગ્રામ વરિયાળીમાં થોડું મધ ઉમેરી દિવસમાં ૨થી ૩ વાર સેવન કરવાથી ઉધરસમાં ફાયદો થાય છે.અથવા ૧ ચમચી વરિયાળી અને ૧ ચમચી અજમાને આ અડધા લીટર પાણીમાં ઉકાળી બાદમાં તેમાં ચમચી મધ ઉમેરી ઠંડુ થવા દેવાનું. આ ઉકાળાને દર ૧ કલાકે ૩ ચમચી પીવાથી ઉધરસમાં લાભ થાય છે.

બાળકોની સમસ્યા દૂર કરે :

 

નાના બાળકો પાચનની સમસ્યા હંમેશા પરેશાન હોય છે. બાળકોને પેટના રોગ માટે ૨ ચમચી વરિયાળીના ચૂર્ણને ૨ કપ પાણીમાં સારી રીતે ઉકાળી લો. ૩ ભાગ જેટલું પાણી બળે તેટલું ઉકાળી બાદમાં ઠંડુ કરો. આ ઉકાળાને દિવસમાં ૨થી 3 વાર એક-એક ચમચી પીવડાવો.

મોઢામાં છાલા પડ્યા હોય તો વરિયાળીને ઉકાળીને પાણી અડધું રહે ત્યારે તેમાં ફટકડી ઉમેરવાથી દિવસમાં ૨ થી 3 વાર સેવન કરવાથી મોઢાના છાલમાં ફાયદો થાય છે.

કોલેસ્ટ્રોલ :

વરીયાળી ખાવાથી શરીર માં કોલેસ્ટ્રોલ નું સ્તર કાબુમાં રહે છે અને વરીયાળી ને દિલ માટે ઘણી જ લાભદાયક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બની રહે છે. એટલા માટે રોજ વરીયાળીનું સેવન કરવું જોઈએ.

આંખની રોશની માટે :

વરીયાળીને આંખ માટે ખુબ જ લાભદાયક માનવામાં આવી છે અને તેને રોજ ખાવાથી આંખની રોશની સારી રહે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખ સારી રહે છે.આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

લીવર માટે :

વરીયાળીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરે છે અને લીવર ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે. તમે બસ થોડી વરીયાળી નું સેવન થોડા ગરમ પાણી સાથે કરી લો.

વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top