કોઈપણ પ્રકારના ખર્ચા વગર વાળને કાયમી કુદરતી રીતે સીધા કરવા કરી લ્યો આ કામ, 100% ગેરેન્ટી 10 દિવસમાં વાળ થઈ જશે કાયમી સ્ટ્રેટ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કેટલીક છોકરીઓને કુદરતી સ્ટ્રેઇટ વાળ મળે છે. પરંતુ કેટલીક છોકરીઓના વાળ ડ્રાય અને કર્લી હોય છે. એવામાં એ હંમેશા પરેશાન રહે છે કે પોતાના વાળની સુંદરતા કેવી રીતે વધારે, કારણ કે હંમેશા પાર્લર જઇને વાળને સ્ટ્રેટ કરાવવા શક્ય નથી. એમાં પૈસા પણ વધારે લાગે છે અને કેમિકલથી વાળોને નુકસાન પણ થાય છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે ઘરે બેઠા કેવી રીતે સરળતાથી વાળને મજબૂતીની સાથે સ્ટ્રેટ કરવામાં આવી શકે છે.

કોઇ વાસણમાં બે ઇંડાને જરૂરીયાત અનુસાર ઑલિવ ઑયલની સાથે મિકસ કરીને ફીણી લો. આ મિશ્રણને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવી લો. ત્યારબાદ કોઇ મોટા કાંસકાથી વાળને સીધા કરો.  નવશેકા ગરમ પાણીમાં ટોવેલ ડુબાડીને વાળમાં બાંધી લો. વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાંખો. ત્યારબાદ જ્યારે વાળ હળવા ભીના રહે તો કાંસકો  ફેરવો.

એક વાટકીમાં કોકોનેટ મિલ્ક અને લીંબૂના રસના થોડા ટીપાં મિક્સ કરો. આ વાટકીને થોડાક કલાક માટે ફ્રીઝમાં રાખી મૂકો. ફ્રીઝ માંથી નિકાળવા દરમિયાન જોઇ લો એની ઉપર એક ક્રીમી લેયર આવી ગયું હોય.આ ક્રીમથી વાળ પર આશરે 20 મીનિટ સુધી મસાજ કરો અને 20 મીનિટ માટે રાખી મૂકો. નવશેકા પાણીમાં ટોવેલ ડૂબોડીને વાળને બાંધી લો. એને એવી જ રીતે 30 મીનિટ માટે રાખી મૂકો. વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી સાફ કરો.

મુલતાની માટીને ઇંડાના સફેદ ભાગની સાથે મિક્સ કરી લો, એમાં એક ચમચી ચોખાનો લોટ પણ મિક્સ કરી લો. એમાં પાણી નાંખીને એક જાડી પેસ્ટ બનાવી લો. આ મિક્સચરને વાળમાં ઉપરથી નીચે લગાવો. ત્યારબાદ મોટા કાંસકાથી ઓળી લો. એક કલાક માટે એને એમ જ રહેવા દો અને પછી ધોઇ નાંખો. ત્યારબાદ વાળ પર દૂધનું સ્પ્રે કરી લો.

અડધા કપ એલોવેરા જેલમાં અડધો કપ ઑલિવ ઑઇલ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. તેને વાળમાં અડધો કલાક લગાવ્યા બાદ શેમ્પૂથી વાળ સારી રીતે ધોઇ નાંખો.

જો તમે શાકાહારી છો અથવા કોઈ કારણસર ઇંડા વાપરવા માંગતા નથી તો તમે એલોવેરા અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંનેમાંથી તૈયાર કરવામા આવેલ પેસ્ટ શુષ્ક, સુકા અથવા ગુંચવાયા વાળથી મુક્તિ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે તમારા વાળને મૂળમાંથી મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તે તમારા વાળને સરળ અને ડેડ સેલ્સને વૈકલ્પિક રિપેર કરે છે. તે જ સમયે, મધ તેમાં ચમક ઉમેરવાનું કામ કરે છે.સૌથી પહેલા એલોવેરાના પલ્પ અને મધને મિક્સરમા ફેરવો અને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો. ત્યારબાદ હેર કેપ પહેરો અને એકથી બે કલાક પછી તેને પાણીથી ધોઈ લો. તમે તેનું શ્રેષ્ઠ પરિણામ પહેલી વારમા જ જોઈ શકશો. આનાથી તમારા વાળ સીધા થવા સાથે તેમાં ચમક આવે છે.

એક સ્પ્રે બોટલ લેવી અને તેમાં એક તૃતીયાંશ પાણી અને એક તૃતીયાંશ દૂધ મિક્ષ કરવું અને તેનાથી તમારા વાળ પર સ્પ્રે કરવો. બધાં વાળમાં સરખી રીતે સ્પ્રે થવો જોઈએ. ત્યારબાદ મોટા દાંતિયાવાળી કંઘીથી પોતાના વાળ ઓળી લેવા. જેથી બધાં વાળ સુધી દૂધ અને પાણીનું મિશ્રણ પહોંચી જાય. આ મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવી રાખવું અને ત્યારબાદ સરખી રીતે પાણીથી ધોઈ લેવું. શેમ્પૂથી ધોયા બાદ કંડીશનરનો પણ ઉપયોગ કરવો.આવું કરવાથી લાંબા સમયે વાળ ઘણી હદ સુધી સીધા થઈ જશે અને વાળને કોઈ નુકસાન પણ થશે નહીં.

નારિયેળ તેલ એક એવું તેલ છે જે વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નારિયેળ તેલના અન્ય પણ અનેક ફાયદા છે. વાળને સીધા કરવામાં નારિયેળ તેલ એટલું ઉપયોગી છે. તેના માટે નારિયેળ તેલ લઈ તેને ગરમ કરી લેવું.તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરવી. ત્યારબાદ ગરમ ટોવેલથી વાળને ઢાંકી દેવા. આવું નિયમિત કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ સીધા થઈ જશે.

દૂધ અને મધનું મિશ્રણ વાળ માટે આશીર્વાદ સમાન છે. જેના વાળ કર્લી હોય અને તેઓ પોતાના વાળને કુદરતી રીતે સીધા અને સુંદર બનાવવા માગતા હોય તો તે માટે દૂધ અને મધ સરખાં પ્રમાણમાં મિક્ષ કરી લેવું અને આ મિશ્રણ વાળમાં લગાવી અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. આવું કરવાથી વાળને પોષણ તો મળશે સાથે કર્લી વાળ સ્ટ્રેટ થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here