રસાયણો અને ધુમાડાના પરિણામે પ્રદુષણ વધી ગયું છે, જેના લીધે શ્વસન અને ફેફસાની જાતજાતની બીમારીઓ થાય છે. જે લોકો કફ ની પ્રકૃતિ ઘરાવતા હોય તેવા વ્યક્તિને ઋતુમાં જેવું પરિવર્તન થાય તરત જ શરદી, ખાંસી અને કફની સમસ્યા થઈ જતી હોય છે. વાતાવરણમાં બદલાવ અને વઘારે પડતા ધૂળ, માટી અને ધુમ્મસ ના કારણે તેની અસર ફેફસા પર પડે છે.
વધારે પ્રમાણ માં પ્રદુષણ ના કારણે તે આપણા શ્વાસમાં થઈને ફેફસામાં જમા થઈ જાય છે. જેના કારણે કફની સમસ્યા જોવા મળે છે. જો ફેફસામાં વઘારે પ્રમાણ માં કફ ભેગો થઈ જાય તો શ્વાસ લેવામાં પણ તકલીફનો થઈ શકે છે. જો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેના કારણ થી ઓક્સિજન લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
જેના માટે કફની સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી છે. જો છાતીમાં અને ફેફસામાં કફ જામી જાય તો તેના કારણે ઉધરસ અને બીજા રોગો પણ થઈ શકે છે. જો કફને દૂર કરી દેવામાં આવે તો શરદી, ઉઘરસ, શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થઈ જાય છે.
શરીરની અંદર છાતીમાં જામેલ કફ અને ફેફસામાં જામેલા કફને બહાર નીકાળવો ખુબજ જરૂરી છે. કફ ને બહાર નિકાળવા માટે અમે તમને એક આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય માં તમારે એકદમ નાની સાઈઝના લાડું બનાવીને સવારે નરણાકાંઠે અને રાત્રે સુતા પહેલા ખાઈ લેવાનો છે.
સૌથી પેહલા 100 ગ્રામ શુદ્ધ દેશી ગોળ, 120 ગ્રામ દેશી ઘી, 30 ગ્રામ સૂંઠ પાવડર, 30 ગ્રામ હળદર. લાડુ બનાવવા માટે આ બધી સામગ્રી લેવાની છે.લાડુ બનાવવા માટે સૌથી પહેલા દેશી ગોળને છીણીલો પછી તે ગોળને ઘી માં મિક્સ કરીને જ્યાં સુધી રબડી જેવું ના થાય ત્યાં સુઘી હલાવો, ત્યારબાદ તેમાં સૂંઠ અને હળદર બંને મિક્સ કરી લો.
હવે બધી વસ્તુ ને બરાબર હલાવીને મિક્સ કરી લો. લાડુ બનાવાની આ એક સરળ રીત છે. જે દરેક વ્યક્તિ આસાનીથી બનાવી શકે છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી એકદમ નાના નાના લાડુ બનાવી લો, હવે તે લાડુને એક કાચની બોટલમાં રાખી દો. ત્યાર પછી તેનું સેવન સવારે નરણાકોઠે ઉઠીને ખાલી પેટ કરવું અને રાત્રે સુવાના 25 મિનિટ પહેલા કરવાનું.
જો સવારે અને સાંજે એક એક લાડુનું સેવન કરવામાં આવે તો ગળાનો કફ, છાતીનો કફ, ફેફસાનો કફ હશે તો તે માત્ર બે જ દિવસમાં દૂર થઈ જશે. આ લાડુ ખાવાથી શરદી, ઉઘરસ અને કફને દૂર કરી દેશે.
જો કોઈ પણ લોકો ને કફ ની સમસ્યા થતી હોય તો તમને આ લાડુનું સેવન કરવાથી કફની સમસ્યામાં ઘણો ફાયદો થશે. છાતીમાં, ફેફસામાં જામેલ કફને દૂર કરવા માટે આ લાડુ એક રામબાણ સાબિત થશે. ફેફસાને એકદમ ચોખા બનાવવા માટે આ લાડુ ખુબ જ ઉપયોગી છે.