આજકાલ બધા લોકોના વાળ સફેદ થવા લાગે છે, કોઈ પ્રસંગ હોય તો લોકો વાળ કાળા કરવા માટે પાર્લર માં જતાં હોય છે. વાળને રંગ કરવા માટે લોકો મહેંદી, વાળનો રંગ અથવા ડાય નો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર ફક્ત થોડા સમય માટે જ રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવીશું.
જે મહેંદી સાથે ભળી જાય છે, તો તેનો રંગ લાંબા સમય સુધી ટકી રહેશે. આ મહેંદી ના ઉપયોગ થી વાળ કાળા અને સુંદર થઈ જશે. અને ખરતા વાળ પણ અટકશે. ઉપાય 1 : આ ઉપાય કરવા માટે એક વાસણ લો. એમાં પાણી લઈને તેમાં મહેંદી ને સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણને ગેસ પર થોડું ગરમ કરી લો. થોડા સમય પછી તેમાં બદામનું તેલ મિક્સ કરી લેવું.
વાળ માટે બદામનું તેલ એક ક્લિન્ઝિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. જ્યારે આ મિશ્રણ સરખી રીતે મિક્સ થાય પછી ગેસ બંધ કરી દેવો અને એ ઠંડુ થવા દેવું. મહેંદી વાળમાં લગાવો એ પહેલા વાળને સરસ રીતે ધોઈ લેવા અને એ પછી જ આ પેસ્ટ લગાવવી. આ ઉપાય ચાર અઠવાડિયા સુધી કરવાનો છે. આ ઉપાય અઠવાડિયામા એક જ વાર કરવો. તેનાથી તમે ટૂંક સમયમાં સારું રીઝલ્ટ મેળવી શકો છો.
ઉપાય 2 : આ માટે 1 ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખીને તેને 2-3 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં લવિંગ પાવડર મિક્સ કરી 3 મિનિટ સુધી ગરમ કરો. હવે તેને બાજુ પર મુકો. મેથીના દાણા વાળને કુદરતી રીતે વધુ મજબૂત અને ઘાટા બનાવે છે, અને કોફી પાવડર મહેંદી નો રંગ પણ ઘાટો બનાવે છે. તે જ સમયે લવિંગ પાવડર વાળને મૂળ કરતાં વધુ મજબૂત બનાવે છે.
આ માટે બાઉલ માં મહેંદી અને અન્ય તમામ ઘટકો મિક્સ કરો. યાદ રાખો, આ ઉપયોગ માટે ફક્ત લોખંડ બાઉલ અથવા એલ્યુમીનીયમ જોઈએ, કારણ કે મહેંદી સારી રીતે ઓક્સિડાઇઝ કરે છે. હવે તેમાં તૈયાર કરેલું પાણી મિક્સ કરો અને તેને આખી રાત અથવા 2-3- કલાક માટે રહેવા દો.
ઉપાય 3 : ગેસ પર લોખંડના વાસણ માં પાણી ગરમ કરી તેમાં આંબળાનો પાવડર નાખી થોડીવાર ઉકાળવું. પછી તેને ઠંડુ કરીને તેમાં બે ચમચી મહેંદી નાખવાની છે, હર્બલ મહેંદી નો ઉપયોગ કરવો. તો સૌથી પહેલા બે ચમચી મહેંદી નાખીશું. ત્યારબાદ ભૃંગરાજ પાવડર, શિકાકાઈ પાઉડર ,અને ગુલમહોર પાઉડર નાખી પછી તેને મિક્સ કરી દેવું ત્યારબાદ તેને એક દિવસ પલાળવા મૂકવું.
સારી રીતે પલળી ગયા પછી વાળમાં લગાવી શકો છો. આ મહેંદી માં આંબળા પાવડર નાખવાથી તે વાળને પોષણ આપે છે અને વાળ ને લાંબા કરે છે. ભૃંગરાજ પાવડર થી વાળ સિલ્કી બને છે. અને ખરતા વાળ અટકે છે. શિકાકાઈ પાવડર થી પણ વાળ ને ઘણા ફાયદા થાય છે. ગુલમહોરનો પાવડર વાળને ખુબ જ મજબુત બનાવે છે, અને વાળમાં શાઇનિંગ લાવે છે.
ઉપાય 4 : મહેંદીનો ઉપયોગ પરંપરાગત રીતે વાળને કુદરતી રીતે કાળા કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ વાત ધ્યાનમાં રાખો કે ફક્ત દેશી મહેંદી નો જ ઉપયોગ કરવો જોઈએ. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે મહેંદી અને કોફીનો ઉપયોગ કરવા માટે, તમારે થોડી કોફીને 2-3 કપ પાણીમાં ઉકાળવી જોઈએ. આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી પેસ્ટ બનાવવા માટે તેમાં મહેંદી પાવડર ઉમેરો.
તેને થોડા કલાકો પલળવા માટે બાજુ પર રાખો. હવે પેસ્ટમાં 1 ચમચી આમળા / બદામ / નાળિયેર / સરસવનું તેલ વગેરે 1 ચમચી નાખી અને તેને વાળ પર બરાબર લગાવો. સૌ પ્રથમ, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો, જેથી બધી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય. વાળને ધોઈ ને કોરા કરી પછી આ પેક લગાવવો ધ્યાનમાં રાખો કે જો વાળ ધોતા નથી, તો મહેંદીનો રંગ બરાબર નહીં જાય.
વાળ માં સીરમ પણ ના નાખો. હવે વાળમાં મહેંદી લગાવો. વાળ ના મૂળ માં પણ પેક લગાવો અને તેને ઓછામાં ઓછા 2-3 કલાક માટે રહેવા દો.ત્યારબાદ તેને પાણીથી સારી રીતે ધોઈ લો. અને તે રાત્રે વાળની સારી રીતે તેલથી માલીશ કરી બીજા દિવસે શેમ્પુ થી વાળ ધોઈ શકો છો. આ પેકને અઠવાડિયામાં એક વખત લગાવો.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.