વગર ખર્ચે જ ગમેતેવી જિદ્દી ઉધરસ અને ફેફસામાં જામેલ કફનો બહાર કાઢી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

હાલમાં ચાલી રહેલા રોગના વાતાવરણથી બધા પીડાય રહ્યા છે. જો શરીરની થોડી પણ કાળજી રાખવાનું ભૂલી જઈએ તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળામાં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ શરૂઆતના રોગોને મટાડવામાં પૂરતું ધ્યાન આપવામાં નો આવે તો એ વધી જઇને આપણને વધારે બીમાર કરે છે.

શરદી, કફ, તાવ અને ઉધરસ જેવી બીમારીઓની દવા લેવા તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આજે અમે તમને એવા ઘરગથ્થું ઉપચારો જણાવી રહ્યા છીએ તેનાથી રાહત મેળવી શકો છો.

કફ દૂર કરવા માટે મેથી અને અળસીને 3 થી 4 ગ્રામની માત્રામાં લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 1 ગ્લાસ પાણીમાં ઉકળી જાય ત્યારે 3 થી 4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી કફ બહાર નીકળે છે. ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી જૂનામાં જુનો કફ પણ મટી જાય છે. એક કપ પાણીમાં ૫ અંજીર નાંખીને ઉકાળી ગાળી આ પાણી સવાર- સાંજ આ ની જેમ પીવો.

કફ માટે ગળો અને મધનું સેવન ફાયદાકારક છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે.

જો તમને શરદી, ઉધરસ, કફ હોય તો એક ચમચી અજમો, ૧/૨ સિંધાલૂણ મીઠું, ૩-૪ લવિંગ ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી લો હવે તેમાં એક ચમચી મધ કરીને પીવો. એક કપ ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠું મિક્સ કરી સવાર – સાંજ તેનાથી કોગળા કરો.

શરદી, ખાંસી માટે તપેલી માં ૧૦૦ મિલી પાણી , ૫ ગ્રામ તુલસી ના પણ , ૨ ઈલાયચી, ૨૦ મિલી દૂધ ,૨૦ ગ્રામ ખાંડ, ૧/૪ ચમચી હળદર ચૂર્ણ , ૧૦ નંગ મરી ઉમેરી થોડાક સમય માટે ધીમા તાપે ઉકાળો.(ઈલાયચી અને મરી ખાંડી ને નાખવા). પાણી બળી ને અડધું થઈ જાય એટલે ઉતારી ને ઠંડુ પડવા દેવું. આ પ્રવાહી ને સુતરાઉ કાપડ થી ગળી ને કાચ ની બોટ ભરી લેવું. તાજા ઉકાળનો જ ઉપયોગ કરવો.આ ઉકાળો ૫ ચમચી દિવસ માં ૩ વાર પીવાથી શરદી , ખાંસી, તાવ, વાયુ માં ફાયદો થાય છે.

શરદી અને કફ માટે ફૂદીનાની ચટણી ખૂબ ફાયદાકારક  છે. રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. ફૂદીનો, ખારેક ,લીંબુ, મરી, જીરું, અને ગોળ વિગેરે ને મિક્સ કરી છૂંદી ને તેની ચટણી બનાવી શકાય. ફૂદીના ના પાન, કેરી, મીઠું, લસણ વગેરે નાખી ને છૂંદી ને પણ ચટણી બનાવી શકાય.

શરદી, કફ, ઉધરસ પર એક ચમચી જેઠીમધ નો પાઉડર, અડધી ચમચી તજ નો પાઉડર, ૩-૪ લવિંગ પાણીમાં ઉકાળી લો. પછી ગાળી તેમા એક ચમચી મધ મિક્સ કરીને પીવો. એક કપ પાણીમાં ૩-૪ લવિંગ,એક એલચી નો દાણો નાખી ઉકાળી અને ગાળી, ચા ની જેમ પીવો.  ફુદીનાના ૧૨-૧૫ પાન ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી ચાની જેમ સવાર સાંજ પીવો.

શરીરમાં કફનું પ્રમાણ વધી ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓ આવી સ્થિતિમાં કફને બહાર લાવવા માટે 2 કપ પાણીમાં 10 ગ્રામ જેઠીમધનુ ચૂર્ણ નાખીને ઉકાળતા જેમાંથી અડધું બળી જાય ત્યારે તેને ઉતારીને ગાળીને ઠંડું થયા બાદ તેમાં 3 વાટેલી રાઈ નાખીને પીવાથી ઉલટી થઇ જાય છે. આ પ્રયોગ કરવાથી પેટમાં જામેલો કફ નીકળી જાય છે.

બહેડાનીની છાલ રાત્રે સુતા સમયે મોઢામાં રાખીને ચૂસવાથી ગળામાં ફસાયેલો કફ નીકળી જાય છે જેના લીધે શરદી દુર થાય છે. બહેડાનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગોળ સાથે ખાવાથી ખાંસીના રોગમાં ખુબ જ ફાયદો છે. બહેડાની અંદરનો ગર્ભ કે છાલને શેકીને મોઢામાં રાખવાથી ખાંસી દુર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here