સાંધાના દુખાવા, સોજા, સડેલા દાંત અને પગના વાઢિયામાં ઉત્તમ ઔષધ છે આ ઔષધીય વૃક્ષના અંગ, માત્ર એકવાર ઉપયોગથી ફરી ક્યારેય નહીં થાય આ રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

વડ ગુણમાં બલકારક, ગ્રાહી છે. છાલ સ્તંભક છે, દૂધ વેદના સ્થાપક અને ત્રણ રોપણ કરનાર છે. સૂકાં પાન સ્વેદ લાવનાર તથા કુમળાં પાન કફહર છે. આયુર્વેદ પ્રમાણે વડ તૂરો,મધુર, શીતળ, પચવામાં ભારે, રંગને સુધારનાર, કફ-પિત્તશામક, આંતરડાને સંકોચનાર, રક્ત શુદ્ધિકર, પીડાશામક, ગર્ભસ્થાપન, આંખો માટે હિતકારી અને બળતરા મટાડનાર છે.

વડ કફ,પિત્ત અને રક્તનાં રોગો, ઝાડા, ઊલટી, જખમ, સોજો, તાવ, રક્તસ્રાવ વગેરેને મટાડનાર છે. વડની છાલ તૂરી, ઠંડી, પૌષ્ટિક, બળતરા અને કફનો નાશ કરનાર, ફ્રેક્ચરને જોડનાર અને પ્રદર રોગને મટાડનાર છે. વડનાં ફળ મધુર, તૂરા, શીતળ અને સ્તંભક છે. તો ચાલો હવે આપણે જાણીએ વડના ફાયદાઓ વિશે.

વડનાં મૂળની છાલનો ઉકાળો પીવાથી પેશાબનું પ્રમાણ ઘટે છે. એટલે એ બહુમૂત્રમાં વપરાય છે. મધુમેહનાં દર્દીને એનાં પાકેલાં ફળ ખાવા અપાય છે ને સારો લાભ કરે છે. તેના દૂધના ટીપાં પતાસાં ઉપર લઈ ખાવાથી સ્વપ્નદોષ, ધાતુનું પાતળાપણું મટી સરસ બંધેજ થાય છે. દાંત સડે અને દુઃખે ત્યાં એ દૂધનું પૂમડું ભરી રાખવાથી દર્દ મટે છે. હાથપગમાં ચીરા પડ્યાં હોય ત્યાં એનું દૂધ લગાડતાં ઘણી રાહત થાય છે.

વડ પિત્ત, દાહ, તરસ, જવર, શ્વાસ તથા ઊલટીનો નાશ કરનાર છે. વટપત્રી, યોનિરોગ તથા મૂત્રદોષનો નાશ કરે છે. ફળો ગ્રાહી ગુણ ધરાવે છે. તે કફ, પિત્ત તથા વાયુનો નાશ કરે છે. તે ઠંડા છે. વડનાં પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. વડની છાલ ઉકાળી તેનાં પાણીથી ગૂમડાં ધોવાય છે. વડનું દૂધ પીવાથી બાદી દૂર થાય છે. સોજા ઉતારે છે તથા વીર્યબળ વધે છે. એ હરસના વ્યાધિને મટાડે છે.

વડની છાલ, પિપ્પલી, આંબળાં, બોરડીની છાલ, જેઠીમધ, ચારોળી, લોદર, ઉંબરાની છાલ, પીપળાની છાલ, ભીંડીની છાલ, અખરોટ વૃક્ષની છાલ, ટેટીની છાલ, નાના તથા જાંબુની છાલ, આંબાની છાલ, મોટી હરડે, અર્જુન છાલ, ભીલામો આ બધી વસ્તુ દસ દસ ગ્રામ લઈ તેનો કાઢો બનાવવો. જે સ્ત્રીઓની યોનિ કે મૂત્રમાર્ગમાં કોઈ રોગ હોય અથવા કોઈ જખમ અથવા હાડકું ભાંગી ગયું હોય, દાહ બળતી હોય અથવા પ્રમેહની તકલીફ હોય તેઓને આ કાઢો આપવાથી ઉત્તમ ગુણ કરે છે.

વડની વડવાઈ, પીપળાની વડવાઈ, ઉંબરાની અંતર છાલ, ગોટલી પરની અંતર છાલ, સરસડાનું મૂળ તથા ખાખરાનું મૂળ, બધી વસ્તુ ૨૦-૨૦ ગ્રામ લઈ તેનો ગોળ તથા મધમાં લાડુ બનાવવા. આ લાડુ સવાર-સાંજ ખાઈ દૂધ પીવાથી ક્ષય રોગ તથા જીર્ણ જવર, સંગ્રહણી, અર્શ, પાંડુરોગ તથા ભસ્મક વાયુ વગેરે વ્યાધિઓનો નાશ થાય છે. તે બળ બુદ્ધિ વધારે છે.

વડના પાંદડાની રાખમાં અળસીનું તેલ ભેળવીને વાળમાં લગાવવાથી વાળ ખરવા, વાળ તુટવાની સમસ્યા દુર થઇ જશે. તે ઉપરાંત સુકા વાળમાંથી પણ છુટકારો મળશે.વડના પાનને વાટીને ચહેરા ઉપર લગાવવાથી ફૂસીયા અને ઝુરીયા દુર થાય છે. કેમ કે વડના ઝાડ માંથી મળી આવતા એન્ટી ઓક્સીડેંટ ગુણ ત્વચા માટે ફાયદાકારક હોય છે.

વડના લટકતા રેસા લઈ તેમાં થોડી સાકર ભેળવી પાણી સાથે લેવાથી તમામ જાતના વ્યાધિમાં ફાયદો થાય છે. વડવાઈનો રસ પીવાથી જવરમાં દાહ હોય તે પણ મટે છે. વડના દુધનો કમર ઉપર લેપ કરવાથી દુઃખાવો તરત દુર થઈ જશે. વડના દૂધથી કમર ઉપર માલીશ કરવાથી જુનામાં જુનો કમરનો દુઃખાવો પણ દુર થઇ જશે.

વડના વૃક્ષનું દૂધ રૂ ની મદદથી દાંતો ઉપર લગાવવાથી દાંતોની જીવાત તરત મરી જાય છે. તે ઉપરાંત ૧૦ ગ્રામ વડની છાલ, કાથો અને બે ગ્રામ કાળા મરીને વાટીને દાંતો ઉપર મંજનની જેમ ઉપયોગ કરવાથી દાંતોની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંતમાં જીવાત પડવી, સડો અને પાયોરિયા દુર થઇ જશે.

અસ્થમા સામાન્ય રીતે માનવ શ્વસનતંત્ર પરના ચેપને કારણે થાય છે, ખાસ કરીને એલ્વિઓલસ પર નિયમિત રીતે વડના ટેટાનો વપરાશ કરવાથી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક છે જે ચેપને અસરકારક રીતે ઘટાડે છે. કાંતિમાં પણ વધારો કરી મનને સ્થિત કરે છે.

હાથની હથેળીની ચામડી ફાટી જાય અથવા પગની પીંડીમાં વાઢિયા પડે તો તેની સારવારમાં વડના ઝાડનું દૂધ ખૂબ અસરકારક છે. એડીની તિરાડો પર તાજા દૂધની માલિશ કરવાથી તે થોડા જ દિવસોમાં મટી જાય છે. આની સારવાર માટે સૌથી પહેલા બંને પગની એડીઓને ગરમ પાણીથી ધોઈ લો, ત્યારબાદ એક વાસણમાં વડનું દૂધ ભરો અને એમાં પગ રાખીને તેની માલીશ કરવાથી પગ મુલાયમ અને સ્વચ્છ થઈ જશે.

વડના દૂધનું જો પુરુષ સવારે ખાલી પેટ સેવન કરશે, તો શારીરિક અને પૌરુષત્વની નબળાઈ મૂળમાંથી દુર થશે. અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધશે. વડના દૂધમાં ખાંડ ભેળવીને પીવાથી પાઈલ્સની બીમારી મૂળ માંથી દુર થાય છે. તે ઉપરાંત શરીરના કોઈ અંગ ઉપર થયેલી ઈજાથી આવેલા સોજાથી પણ છુટકારો મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here