ઉનાળામાં ગરમીથી થતાં દરેક રોગો પેશબમાં બળતરા અને ઇન્ફેકશનનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર, મેળવવો માત્ર 5 મિનિટમાં રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળો શરૂઆતથી જ ઘણાં લોકોને પેશાબમાં બળતરાની થવાની સમસ્યા શરૂ થઈ જાય છે તેને ઉનવા કહે છે. લોકો તેના પર ધ્યાન આપતા નથી. આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા ઊભી થાય છે. તેથી આજે અમે તમને ઊનવાની તકલીફને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું.

ઊનવામાં રાહત મેળવવા માટે આપણે સૌથી વધુ વિટામીન સી થી ભરપુર ફળો ખાવા જોઈએ. વિટામીન સી થી ભરપુર ફળોમાં યુરીનની અંદર ઇન્ફેકશન ઉત્પન્ન કરનાર બેક્ટેરિયાને મારે છે. અને મૂત્ર દ્વારા તેને બહાર કાઢી દે છે. ઉનવા થવા પર આંબળા પણ ઘણા ફાયદાકારક હોય છે. આંબળામાં વિટામીન સી પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જે મૂત્રાશય માર્ગમાં થઇ રહેલી બળતરા ઉત્પન કરવા વાળા બેક્ટેરિયાનો નાશ કરે છે.

બેકિંગ સોડાની અંદર જીવાણુંવિરોધી, એન્ટી સેપ્ટિક તત્વ હોય છે. એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવાથી આપણી એસીડીટી દુર થાય છે અને સાથે જ પેશાબમાં થઇ રહેલી બળતરા પણ ઠીક થાય છે. રાત્રે સુતા સમયે લગભગ ૧૦ ગ્રામ ધાણાને પલાળી દો અને તેને સવારે વાટીને પાણીમાં ભેળવીને સ્વચ્છ કપડાથી ગાળી લો. તેમાં સાકર ભેળવીને દિવસમાં ત્રણ ચાર વખત પીવું જોઈએ. ધાણાની તાસીર ઠંડી હોય છે. જે પેટને ઠંડુ રાખે છે અને તેનાથી ઊનવામાં આરામ મળે છે.

નિયમિત દાડમ ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી પેશાબમાં થતી બળતરાની સમસ્યામાં આરામ મળે છે. ફાલસા પણ ઊનવાની તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે. બદામના 5 થી 7 બદામ, નાની ઈલાયચી અને મીશ્રીને વાટીને કે ખાંડીને પાણીમાં નાખી દો. તેનાથી દુખાવો તેમજ પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.

નારીયેળ પાણી પેટ અને પેશાબના રોગો માટે ખુબ જ ગુણકારી છે, જયારે પેશાબમાં સંક્રમણ કે કોઈ તકલીફ થાય ત્યારે નારિયેળ પાણી ઔષધીય દવા તરીકે ઉપયોગી છે. નારિયેળ પાણી પીવાથી મુત્રત્યાગ સમયે થનારી બળતરામાં તે રાહત અપાવે છે. તે પેટને ઠંડા કરવાનું પણ કાર્ય કરે છે. સાથે પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.

દહીં અને છાશ ખાવાથી શરીરમાંથી હાનીકારક બેક્ટેરિયા નાશ પામે છે. જેથી ઉનવા અને બળતરા મટે છે. પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.

કપડાને ભીનું કરીને નાભી પર થોડા સમય રાખવાથી પેશાબ અને પેશાબની જગ્યાએ થતી બળતરા તરત દુર થશે. જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને ઊનવાની બળતરા મટે છે. પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી ઉનવા મટે છે. વરીયાળીનું શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

અનાનાસથી પેશાબમાં બળવાનો અને ખંજવાળ આવવાનો તેમ પેશાબમાં લોહી નીકળવું તેવી સમસ્યાને ઠીક કરે છે. અનાનાસના ફળ કે જ્યુસનું સેવન કરવાથી બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ મળે છે. જેનાથી મુત્રમાર્ગની સમસ્યામાં રાહત થઈને ઉનવા અને બળતરા મટે છે. લવિંગને ગરમ પાણીમાં આખીને સેવન કરવાથી ઉનવા મટે છે.

એક ચમચી જીરું અને એક ચમચી મિશ્રી સાથે ભેળવીને વાટી લીધા બાદ એક એક ચમચી કરીને દિવસમાં બે ત્રણ વખત ખાવાથી અને ઉપરથી તેનું પાણી પીવાથી ઉનવામાં ખુબ જ લાભ મળે છે. તરબૂચ ખાવાથી પણ પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. તરબૂચમાં પુષ્કળ પાણી અને રોગનાશક તત્વો હોય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top