માત્ર આ એક પાન ના સેવનથી મળી જશે 30 થી વધુ બિમારીઓમાં તાત્કાલિક છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નાગરવેલના પાનમાં ફુલાવેલું લવિંગ, એલચી, એક ગ્રામ કપૂરકાચલી નું ચૂર્ણ, સુગંધી મસાલો વગેરે નાખીને દર્દીને દર એક કલાકે આ પાન આપવું. પાન મોંમાં રાખીને ચૂસ્યા કરવાનું. આ ઉપાયથી ઊલટી બંધ થાય છે. ઊલટી થતી હોય તો કોઠાના ત્રિકૂટ મેળવીને જરા જરા ચાટ્યા કરવું. આમ કરવાથી ઊલટી શાંત થશે.

આવા દર્દીએ દિવલનો અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવાનું. ખોરાકમાં ગાળ્યા અને ભારે પદાર્થ ખાવાના બંધ કરવા જોઈએ.  ઊલટી થતી હોય તો જીરું શેકી નાખી તેના પર જરા સિંધવ મીઠું ભભરાવવું અને લીંબુ નીચોવવું. ઊલટીના દર્દીને થોડી થોડી વારે ચપટી ચપટી ચાવવા માટે આપવાથી ઊલટી બંધ થઈ જશે. જેને ભૂખ ઓછી લાગતી હોય તેણે સવાર-બપોર-સાંજ ઉપરની વસ્તુ ચપટી ચપટી ચાવવાનું રાખે તો ઘણો જ ફાયદ્દો થાય છે.

ઊલટીના દર્દીને તુલસીનો રસ કાઢીને થોડી થોડી વારે પિવડાવવાથી રાહત થશે. ઊલટી, ચૂંક, આફરો અને વાયુ માટે લીંબુનો રસ ત્રણ તોલા, ચૂનાનું નીતર્યું પાણી બે તોલા, ચોખ્ખું મધ એક તોલો, અજમાનું બારીક ચૂર્ણ એક તોલો. આ પ્રમાણ રાખીને મિશ્રણ બનાવીને રાખી મૂકવું. અને તેનું સેવન કરવાથી લાભ થાય છે.

તુલસીનાં બીજ પીસીને દૂધમાં મેળવીને બાળકને આપવાથી બાળકોની ઊલટી મટે છે. દસથી વીસ ગ્રામ તુલસીના રસમાં ચપટી એલચી, ચપટી લવિંગનું ચૂર્ણ સાકર સાથે મેળવીને પીવાથી અથવા તો એકલો લીંબુનો રસ મધ સાથે પીવાથી ફાયદો થાય છે.

તુલસીનો રસ, આદુનો રસ મધ સાથે લેવાથી ઊલટીમાં ફાયદો થાય છે. તુલસીના પાંચ ગ્રામ રસમાં બે ગ્રામ ગોપીચંદન ભેળવીને પીવાથી ઉલટી મટે છે. એક વાર પીવાથી ન મટે તો બીજી પીવો. પીપળાની સુકાય ગયેલી છાલને બાળીને એની રાખ પાણીમાં નાખી મિક્સ કરો. થોડી વાર પછી તેને ગાળીને ઊલટી થતી હોય તેને પિવડાવવાથી ઊલટી બંધ થાય છે.

નાના બાળકને ઊલટી થતી હોય તો ત્રણ ટીપાં તુલસીના રસમાં મેળવીને દિવસમાં ત્રણ-ચાર વાર ચટાડો. ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે. રાઈ જીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી મટે છે. મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે. ગોળને મધમાં મેળવીને ચાટવાથી ઊલટી મટે છે. આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટી મટે છે. સુંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં નાખી ચાટવાથી ઊલટી મટે છે.

એલચીના દાણા વાટીને ફાકવાથી અથવા મધમાં ભેળવીને ચાટવાથી ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે. એક એક તોલો દ્રાક્ષ અને ઘાણા વાટી, પાણીમાં એકરસ કરી, પીવાથી પિત્તની ઊલટી મટે છે. કાંદાનો રસ થોડા પાણીમાં નાખી એક કલાક પછી પીવાથી અપાચનને લીધે થતી ઊલટી મટે છે.

ચોખાના પાણીમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે. ઊલટી જેવું લાગતું હોય ત્યારે જીરુ ચાવીને ખાવું. તજનો ઉકાળો પીવાથી ઊલટીની તકલીફ મટે છે. પીપરીમૂળ તથા સૂંઠ સરખા ભાગે લઈ, ચૂર્ણ બનાવી, 2થી 3 ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઉલટી મટે છે.

અડધા કપ ગરમ પાણીમાં 1 ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે છે. ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમા લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચકકર અને ઊલટી બંધ થાય છે. મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે. તજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે. લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી  અન્નવિકાર થી થતી ઉલટી મટે છે. શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.

ઊલટીથી રાહત પામવા આદુના રસ સાથે ફુદીનાનો રસ મેળવીને ચમચી ભરીને પીવો. અને પછી તરત ખાશો નહીં. પેટ અને શરીર બંનેને આરામ આપો. ત્રણ કલાક પછી થોડા પાણીમાં સાકર, લીંબુ, મીઠું, ફુદીનાનો રસ, આદુનો રસ મેળવી બે-બે ચમચી થોડી થોડી વારે પીતા રહો તેનાથી લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top