સવારે નરણા કોઠે તુલસી પાન ખાવાના ફાયદા

khali pet tulsi pan khavana fayda
સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ઘણું છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

રોજ સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી ઘણા રોગો મટે છે. કારણ કે તુલસી સ્વાસ્થ્ય વર્ધક ઔષધિ છે, જેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.

ઉપરાંત, તુલસીના પાનમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, ક્લોરોફિલ, સાઇટ્રિક, ટાર્ટરિક અને મેલિક એસિડ જેવા તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થાય છે. જાણો તુલસીના પાન ખાવાના ફાયદા

સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાના ફાયદા – (Savare khali pet tulsi pan khavana fayda)

#1 શરદી અને ઉધરસમાં ફાયદાકારક:

સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવાથી શરદી અને ઉધરસ જેવી બીમારીઓ દૂર થાય છે. કારણ કે તુલસીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે શરદી અને ઉધરસથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

#2 પાચનતંત્ર મજબૂત કરે છે: 

હોય છે.સવારે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવું એ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ રોજ સવારે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરે છે, તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.આ સાથે એસિડિટીની ફરિયાદ પણ દૂર થાય છે.

#3 વજન ઓછું કરવામાં મદદરૂપ: 

તુલસીના પાન વજન ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.તેથી, જો કોઈ વ્યક્તિ વધતા વજનથી પરેશાન છે, તો તેણે દરરોજ સવારે ખાલી પેટ 4-5 તુલસીના પાનનું સેવન કરવું જોઈએ.જેના કારણે વજન સરળતાથી ઘટે છે.

#4 રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે:

તુલસીના પાનનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.કારણ કે તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.તેથી જે લોકો વારંવાર બીમાર રહે છે, તેમણે દરરોજ સવારે ખાલી પેટ 4-5 તુલસીના પાન ખાવા જોઈએ.

#5 યુરિક એસિડને નિયંત્રણ માં લાવે છે:

આજકાલ મોટાભાગના લોકોમાં યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે. તેને નિયંત્રણમાં રાખવા માટે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો કોઈના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ હોય તો તેણે સવારે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેની સાથે તેના સેવનથી સાંધાના દુખાવાથી પણ છુટકારો મળે છે.

#6 સ્કીન માટે છે ખૂબ ઉપયોગી:

તુલસીના પાનનું સેવન ત્વચા (skin) માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.તેથી, સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ત્વચાના ઘણા રોગો દૂર થાય છે. તેની સાથે ત્વચા પર ગ્લો (Glowing Skin) પણ આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top