અગ્નિહોત્ર શા માટે કરવો જોઈએ? શું છે તેનું મહત્વ?

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વેદ એ ૫૨મપિતા પરમાત્માએ આખિલ સૃષ્ટિને આપેલું નિત્ય, અનાદિ અને અનંત એવું જ્ઞાનભંડાર છે. વેદ એ શબ્દ સંસ્કૃત ભાષામાં વિદ એ ધાતુથી તૈયાર થયો હોઇ તે જ્ઞાનવાચક છે. વેદ એટલે જ્ઞાનરાશી. કોઇનુ પણ જ્ઞાન એ દેશ, કાલ, પરિસ્થિતીથી પર હોય છે. તે કોઇના વિશિષ્ટ પંથનો વા દેશનો ઇજારો રહેતો નથી. વેદ એ સૃષ્ટીના પ્રારંભેજ પ્રેરીત કરેલી આદી વિદ્યા છે. શુદ્ધ મનના, તપસ્વી અને સાત્વિક એવા દ્રષ્ટાઓના અંતઃકરણમાં ધ્યાનમગ્ન અને ઉન્મની અવસ્થામાં પરમાત્માએ વેદોનું સ્ફુરણ કર્યું. ઋષી એ વેદોના કર્તા ન હોઇ દ્રષ્ટા હોય છે. તેમને વેદમંત્રોના દર્શન થયા.

સૌ ભૌતિક શાસ્ત્રોનો ઉગમ વેદોના રૂપે છે. વેદ મંત્રમય એવા સંસ્કૃત ભાષામાં હોઇ તે સર્વ ભાષાઓની જનની છે. એજ ભાષાના માધ્યમથી પરમાત્માએ વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપ્યો, એટલે એને “દેવવાણી” કહેવાય છે. વાયુમંડળશુદ્ધિહેતુ યજ્ઞ, નિર્મમત્વહેતુ દાન, સંકલ્પસિદ્ધિહેતુ તપ, આત્મશુદ્ધહતુ કર્મ વ મુતહેતુ સ્વાધ્યાય, એવા પાંચ મુક્ત એવા સત્ય સનાતન “પંચ સાધન માર્ગ” એજ વેદોનો સાર છે.

વિશ્વમાનવના કલ્યાણ માટે પરમાત્માએ તેનું કથન કર્યું. પંચ સાધન માર્ગ એ આદિ અર્થાત મૂળધર્મ છે. સૌ અવતાર, પ્રેષિત, પૈગંબર, સંત, મહાત્માઓ એમના ઉપદેશના મૂળતત્વો વેદોમાં મળી આવે છે.

સૌએ દેશ, કાળ, પરિસ્થિતીની ગરજ અનુસરીને વેદોમાંના આવશ્યક તે તત્વો ઉપર ભાર દઇ તેઓનું પ્રતિપાદન કર્યું. તે સૌના સંદેશમાં દયા, સૌ વિષે પ્રેમભાવ અને શરણાગતવૃત્તી એ ગુણો જાળવવા આવશ્યક છે એમ પ્રતિપાદન કર્યું છે. પંચસાધન માર્ગમાંથી પહેલુ તત્વ અગ્નિહોત્ર (યક્ષ), એના આચરણથી શરણાગતવૃત્તિ આવી મન એનામાંજ પ્રેમમય થવાનો અનુભવ આવે છે. આજે આપણે કોઇ પણ ધર્મમત ના હોજો. આપણે હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિશ્વન, બૌદ્ધ, જૈન, ઝરતૃષ્ટી, યહુદી હોજો. અગ્નિહોત્રના આચરણથી મનની શુદ્ધી થવાથી આપણે પોતાના ધર્મમતના ઉત્તમ અનુયાયી બનીએ છીએ.

સૃષ્ટિના પ્રારંભેજ પરમપિતા પરમાત્માએ માનવને મૂળધર્મ એટલેજ અગ્નિહોત્ર યજ્ઞનું જ્ઞાન આપ્યું અને આદેશ આપ્યો. હૈ વિશ્વમાનવ, યજ્ઞ એ “સર્વદાતા કામધેનૂ” છે. યજ્ઞનું કાયા, વાચા અને મનથી આચરણ કરો. એમાંજ તમારૂં સુખ, કલ્યાણ છે. તારૂં જીવન પંચમહાભૂતો અને નિસર્ગ ઉપર અધિષ્ઠિત છે. યજ્ઞના અનુષ્ઠાનથી નિસર્ગચક્ર સંતુલિત રહે છે; અને પંચમહાભૂતો સમતોલ રહે છે. તેથીજ સહજ તમારૂં જીવન સુખી થશે. નિસર્ગે તમોને જે સંપત્તી આપી તેની પરતફેડ યજ્ઞના અનુષ્ઠાનથી થાય છે. જે યજ્ઞ કરતો નથી એ સ્વાર્થી છે. યજ્ઞદ્વારે ત્યાગ કરી, બાકી રહેલા અન્નનો ઉપભોગ લેનાર સુખી થાય છે.

અગ્નિહોત્ર એ સુલભ, સહેલો અને સૌએ આવશ્યક કર્તવ્ય માનીને આચરવાનો યજ્ઞ છે. એના આચરણથી અભ્યુદય અને નિઃશ્રેયસ એમ બન્નેની પ્રાપ્તી થાય છે. એજ “યુગધર્મ” છે. કા૨ણ સાંપ્રતના યુગથી નિર્મિત સમસ્યાઓનું સમાધાન કરવાનું સામર્થ્ય એમાં છે. સૃષ્ટીનું નિયમન અને સમાજનું ધારણ અને પોષણ કરવાનું સામર્થ્ય એમાં હોવાથી કેવળ એજ “મૂળધર્મ” છે. કોઇ મંત્રનો જપ કરવો કે તેની ઉપાસના કરવી એટલે એ મંત્રમાના અક્ષરસમૂહે વ્યક્ત કરેલ અર્થ સાથે એકરૂપ થવું અને મનની તેવી અવસ્થા બનાવવી. અગ્નિહોત્રનું આચરણ કરતી વખતે આપણે “ઇદમ્ ન મમ” અર્થાત “એ મારૂ નથી” એમ ઉચ્ચારીયે છીએ; અને તેવી મનની ત્યાગમય અવસ્થા નિર્માણ કરવાનો અભ્યાસ કરીએ છીએ.

“મારૂ જીવન હું તમારા વૈશ્વિક ઇચ્છાશક્તીમાં વિલીન કરૂ છું. હું તમારી ઇચ્છામાં મારા પોતાની ઇચ્છાની પણ આહુતી આપું છું.” એ શરણાગતવૃત્તીની ભાવના અગ્નિહોત્રના આચરણથી જાળવવાની એ ઉપાસનામાનું ગુઢ રહસ્ય છે. એજ અવસ્થા “Not mine thy will be done” એવા શબ્દોમાં પવિત્ર બાયબલમાં કહેવામાં આવેલ અવસ્થા છે. અન્ય ઉપાસનામાર્ગથી પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન અને પ્રાપ્તી થઇ શકે. પણ તે માર્ગ કષ્ટમય હોઇ શકે. ભગવાન પતંજલીએ કહ્યુ છે. “તપ, સ્વાધ્યાય આદી માર્ગોના આચરણથી યોગીજન જે જે પ્રાપ્ત કરી શકે છે તે કેવળ ઇશ્વર પ્રણિધાનથી પ્રાપ્ત થાય છે.” ઇશ્વપ્રણિધાન એટલે ઇશ્વપ્રત્યે શરણાગતવૃત્તી. અગ્નિહોત્રના આચરણથી શરણાગતી જળવાય છે.

“અગ્નિહોત્ર” નિત્ય સાયંપ્રાતઃ સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ મહત્ત્વનું નૈસર્ગિક તાલચક્ર (Rythems) હોઇ એના ઉપરજ વેદોએ અગ્નિહોત્ર વિધી આધારભૂત છે. પુનમ, અમાસ, ઉત્તરાયણ, દક્ષિણાયન, ગ્રહણો આદિ અન્ય પરિણામકારક તાલચક્રો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ સંધિકાલમાં પૃથ્વી ઉપરના વાયુમંડળમાં એક સાથે પરિવર્તન થઇ તેનો સર્વે સૃષ્ટિ ઉપર પરિણામ થાય છે.

અગ્નિહોત્ર સમયને “સંધિકાલ” કહેવાય છે. એ સમય એટલે ના દિવસ ના રાત, ના પ્રકાશ ના અંધારૂં! એ વચ્ચેની આ સંધિવેલા હોય છે. એ સમયને વેદોએ “તીર્થ” એવું પણ રૂપકાત્મક અર્થે સંબોધ્યું છે. “ઉંડી નદીનો પ્રવાહ પાર કરવો હોય તો પ્રવાસી એ નદી કયા ઠેકાણે ઉંડી નથી તે જોઇ એ પાર કરે છે.”

જે જગ્યાથી તરી જવાય (તુ – ધાતુ) એને આપણે તીર્થસ્થાન કહીયે છીએ. તે પ્રમાણેજ અનંત અને કષ્ટમય સંસાર સાગરનો કાળપ્રવાહ ફક્ત સૂર્યોદય સૂર્યાસ્ત એ સંધિકાળમાંજ ઉંડો રહેતો નથી. એ સમય પકડીને અગ્નિહોત્રનું આચરણ ક૨જો, તેથી ભવસાગર તરી શકાશે. એવું વેદોમાં કહેવામાં આવ્યું છે.

એ સંધિકાળનું, યોગ અને નાડીશાસ્ત્રમાં પણ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. પ્રત્યેક માણસના શરીરમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી વિશિષ્ટ નસકોરામાંથી શ્વસન ચાલુ રહે છે – ઇડા અગર પિંગલા – એવી વિશિષ્ટ નાડી ચાલુ રહે છે. ઠીક સૂર્યોદય સમયે શ્વસન ક્રિયામાં આપોઆપ ફરક થઇ નાડી બદલાય છે. એ ક્રિયા ઉપર માણસનો અધિકાર રહેતો નથી. એ નૈસર્ગિક પ્રક્રિયા છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સુષુમ્ના નાડી ચાલુ રહી શરીર અને મન પૂર્ણ સ્વસ્થ અને સંતુલિત રહે છે. એજ સમયે અગ્નિહોત્રનું આચરણ કરવાથી તેનું ઇષ્ટ પરિણામ થાય છે. એવી અનેક દૃષ્ટીથી જોતા સાયં – પ્રાતઃ અગ્નિહોત્ર સમયનું મહત્ત્વ ધ્યાનમાં આવી શકે.

અગ્નિહોત્રના લીધે ઔષધીયુક્ત અને પવિત્ર વાયુમંડળ તૈયાર થઇ પ્રદૂષિત વાતાવરણ શુદ્ધ થાય છે, અને તેથી ઔષધીયુક્ત વાયુ વાય છે. પ્રત્યેક વ્યક્તી જે વાતાવરણમાં રહે છે કે અવર જવર કરે છે, એ વાતાવરણનું તે અવિભાજ્ય ઘટક હોય છે. અર્થાત વાતાવરણમાં તણાવ કે અશાંતી હોય તો સહેજે એનું પરિણામ ત્યા હાજર સૌના મન ઉપર થઇ તે પણ તણાવમુક્ત થાય છે. વાતાવરણ અને મન એ એક બીજા સાથે ગઠીત હોઇ તે એકજ નાણાની બે બાજુ છે. અગ્નિહોત્રથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થવાથી તેનું ઇષ્ટ પરિણામ ત્યાં હાજર રહેલ બધાના મન ઉપર થાય છે. તેમને મનઃશાંતી, પ્રસન્નતા અને સમાધાનનો અનુભવ આવે છે. એજ ઇષ્ટ પરિણામ અન્ય પ્રાણી અને વનસ્પતી ઉપર પણ થાય છે.

સૂર્યોદય સમયે અગ્નિહોત્રનું આચરણ કરવાથી તેનું ઇષ્ટ પરિણામ ત્યાંના વાતાવરણમાં આખો દિવસ રહે છે. સૂર્યાસ્તની વેળા આવે ત્યારે વૈશ્વિક કિરણોના ઉત્સર્જનમાં બદલ આવે. ચયાપચયના પરિણામથી

મનોશારીરિક (Psychosomatic) સ્વાસ્થ્ય બદલાય છે. એજ સમયે આપણે સાયંઅગ્નિહોત્રના લીધે વતાવરણ માટે પુનઃસંધિક સંરક્ષક કવચ નિર્માણ કરીએ છીએ. એ પ્રકારે અગ્નિહોત્ર સ્થાનમાં વિશિષ્ટપૂર્ણ “કલ્યાણકારી ચક્ર” (Healing Cycle) કાર્યરત રહે છે.

અગ્નિહોત્રથી નિર્માણ થનાર ઔષધી વાયુ અવકાશમાં જઈ | ત્યાંના પુષ્ટીતત્વો વૃષ્ટિરૂપથી પૃથ્વી ઉપર ખેચી લાવે છે. એનો ખેતી અને વનસ્પતી વૃદ્ધી ઉપર ઇષ્ટ પરિણામ થાય છે. વધુ પ્રમાણમાં અને રૂચકર અનાજ પાકે છે. ઔષધી વનસ્પતીમાંના ઔષધી ગુણધર્મ વધુ પ્રભાવી બને છે. અગ્નિહોત્રના ઔષધીયુક્ત વાતાવરણથી રોગકારક જંતુ ફેલાતો અટકે છે.

અગ્નિહોત્રની વિધી કરતી વખતે કંઇક વિશિષ્ટ નિયમોનું અને તેના અંગોપઅંગોનું મહત્ત્વ જાણી લેવું આવશ્યક છે. આ નિયમોનું પાલન કરવાથી અગ્નિહોત્રના ઇષ્ટ પરિણામ અનુભવવા મળે છે:

* સમય : અગ્નિહોત્ર નિત્ય સવારે તમે રહો તે સ્થાનના સ્થાનિક સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે.

* અગ્નિહોત્રપાત્ર : તાંબાનું અગર માટીનું પિરામીડ આકારનું ત્રણ પગથીયાનું પાત્ર અગ્નિહોત્ર માટે વાપરવું. પિરામીડ આકારના પાત્રમાંથી સૂક્ષ્મ ઉર્જા, વૈશ્વિક ઉર્જા અને વિદ્યુત ચુંબકીય શક્તીનું ત, સતત ઉત્સર્જન થાય છે. એવું શાસ્ત્રજ્ઞોનું અનુમાન છે. “પિરામીડ” એટલે જેના કેંદ્રસ્થાને અગ્નિ કે ઉર્જા (Energy) છે એવો આકા૨! તાંબુ એ ધાતુ પણ ધાતુશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ (Noble metal) માનવામાં આવે અને એ વિદ્યુતચુંબકીય શક્તી લહરીનુ ઉત્તમ વાહક છે.

* આહુતિ (ચોખા) : બે ચપટી વચ્ચે રહે એટલા અખંડ (અક્ષત) રાંધ્યા વગરના, સ્વચ્છ વિણેલા ચોખા. એ ધાન પૃથ્વી ઉપર સૌ દેશમાં સહેજે ઉપલબ્ધ થઇ શકે.

* ગો – ધૃત (ગાયનું ઘી) : ગાયના ઘીનોજ અગ્નિહોત્રમાં ઉપયોગ કરવો આવશ્યક છે. અન્ય કોઇપણ પ્રકારનું ઘી વપરાય નહીં. ગોધૃત (ગાયનું ઘી) એ સર્વ પ્રકારના ઘી કરતા શ્રેષ્ઠ અને ઔષધી હોઇ તે પુષ્ટિદાયક, તૃષ્ટિદાયક વિષઘ્ન અને ઓજદાયી છે. તે પાચન પછી મધુર, વાત પિત્તઘ્ન, આંખો માટે દિંતકર અને બળકારક છે. એને વેદોએ “સર્ષિ” એમ કહ્યું છે. કારણ જ્વલન પછી એના ઔષધી ગુણધર્મ સૂક્ષ્મ તરંગના રૂપે બહુ ઝડપથી પસરે છે. તેથી વાતાવરણ શુદ્ધ થાય અને પ્રાણશક્તીને પરિણામકારક થાય. તેના જ્વલનનો અમૃત એવો પરિણામ હોવાથી તેને “અમૃતસ્ય નાભિઃ” એવું પણ કહેવાય છે.

* ગોમય : અગ્નિહોત્ર માટે ગો-વંશના છાણમાંથી તૈયાર કરાયેલા, સુકાવેલા છાણાનો અગ્નિ પ્રજ્વલિત કરવો. ગાયના છાણામાં તેમ તેના જ્વલનથી ઉત્પન્ન થતા વાયુમાં ઔષધી તત્ત્વો છે અને રોગજંતુને અટકાવ કરવાનું સામર્થ્ય તેમાં છે. ઘાતક ઉત્સર્જન કે રેડિએશન (Radiation) ગોમય અને અગ્નિહોત્ર ભસ્મ ઓછુ કરે છે. છાણાના ઔષધી ગુણધર્મ નાશ પામે નહીં એટલા માટે અગ્નિ પ્રજ્વલિત કરતી વખતે પેટ્રોલ, રૉકેલ કે ગૅસનો વાપર કરવો નહીં. ગાયના ઘીથી ભિંજાયેલ દિવેટ, ગુગ્ગળ કે કપૂરનો ઉપયોગ કરવો.

* અગ્નિહોત્રના મંત્રો:

સૂર્યોદય….સૂર્યાય સ્વાહા । સૂર્યાય ઇદમ્ ન મમ |
પ્રજાપતયે સ્વાહા । પ્રજાપતયે ઇદમ્ ન મમ |
સૂર્યાસ્ત….અગ્નયે સ્વાહા । અગ્નયે ઇદમ્ ન મમ |
પ્રજાપતયે સ્વાહા । પ્રજાપતયે ઇદમ્ ન મમ |

આ મંત્ર સંસ્કૃત ભાષામાં હોઇ તે વેદોએ કહ્યા છે. વર્ણમાલાના સૌ અક્ષરો મંત્રમય છે. એમના સંસ્કૃત ક્રમવાર ઉચ્ચારથી વિશિષ્ટ કંપનહરો નિર્માણ થાય અને તેનો વાતાવ૨ણ અને તેના સજીવપ્રાણી એના ઉપર અનુકુળ પરિણામ થાય છે. તેનેજ “મંત્ર” એમ કહેવાય છે.

* પ્રત્યક્ષ વિધી સ્થાનિક સૂર્યોદય કે સૂર્યસ્તિની આખા વર્ષની સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળાઓ જોઇ રાખવી. આપણું ઘડિયાળ રેડિઓ (Mobile) ના સમયથી લગાડી રાખવું. સૂર્યોદય પહેલા લગભગ ૫ થી ૧૦ મિનીટ અગાઉ પિરામીડ આકારના પાત્રમાં ગોવંશના છાણા રચી લેવા. તળભાગે છાણાનો એક નાનો ટુકડો મૂકવો અને પછી અન્ય ટુકડા રચવા. ગુગ્ગળ, કાપૂર કે ગાયના ધીમા ભિંજાયેલ દિવેટ વચમાં મૂકી એના માધ્યમથી અગ્નિ પ્રજ્વલિત કરવો. ગરજ પડે તો નાના પંખાથી હવા નાખવી. પછી બે આંગળીમાં આવે એટલા અખંડ (અક્ષત) ચોખા બે ટીપા ઘીમા લગાડી તેની આહુતી ડાબા હાથના તળવા ઉપર કે તાંબાની નાની વાટકીમાં બે સમાન ભાગમાં કરી રાખવી. ઠીક સૂર્યોદય સમયે (ઘડિયાળ મુજબ) પહેલો મંત્ર ઉચ્ચારવો. “સૂર્યાય સ્વાહા” અને પહેલી આહુતી અગ્નિને અર્પણ કરવી. બાકી રહેલા મંત્રનો ઉચ્ચાર – “સૂર્યાય ઇદમ્ ન મમ’’ – કરવો. પછી બીજો મંત્ર બોલી – ‘‘પ્રજાપતયે સ્વાહા” બીજી આહુતી અગ્નીને અર્પણ કરવી અને બાકી રહેલા – “પ્રજાપતયે ઇદમ્ ન મમ” – એ મંત્રનો ઉચ્ચાર કરી પૂરો કરવો. આહુતી ભસ્મ થાય ત્યાં સુધી શાંત બેસી રહેવું. અહીં સવા૨નો અગ્નિહોત્ર વિધી પૂરો થયો. સાંજે અગ્નિહોત્ર પૂર્વે સવારના અગ્નિહોત્રનું ભસ્મ એકાદ થેલીમાં કે ડબામાં કાઢી પાત્ર ખાલી કરવું. નવેથી પાત્રમાં અગ્નિ પ્રજ્વલિત કરી સવાર પ્રમાણેજ આહુતી તૈયાર કરી રાખવી. ઠીક સૂર્યાસ્ત સમયે સાંજનો મંત્ર “અગ્નયે સ્વાહા” કહ્યા પછી પહેલી આહુતી આપવી અને “અગ્નયે ઇદમ્ ન મમ’’ એ મંત્ર બોલી પૂરો કરવો. પછી બીજો મંત્ર “પ્રજાપતયે સ્વાહા” કહી બીજી આહુતી દઇ મંત્રનો બાકી રહેલો “પ્રજાપતયે ઇદમ્ ન મમ” મંત્ર પૂરો કરવો. આહુતી ભસ્મ થાય ત્યાં સુધી શાંત બેસી રહેવું.

અનુષંગિક માહિતી :

૧. અગ્નિહોત્ર એ સુલભ, સહેલી અને અખિલ માનવ સમાજની ઉપાસના છે. એમાં ધર્મમત, પંથ, સાંપ્રદાય, જાત, પ્રાંત, દેશ, રંગ અને લિંગ એવા કોઇ પણ બંધન નથી.

૨. એક સ્થાને અગ્નિહોત્ર કરતી વખતે કુટુંબમાંથી કોઇપણ એક વ્યક્તીએજ આહુતી આપવી. અન્ય સદસ્યો હાજર હોય તો એમને પણ અગ્નિહોત્રના વાતાવરણનો લાભ થાય. ઉપસ્થિત સૌએ આહુતી ન આપતા એક સમયે એક વ્યક્તીએજ આહુતી આપવી. એકજ કુટુંબમાંના એકથી વધુ વ્યક્તી સ્વતંત્ર રીતે અગ્નિહોત્ર કરી શકે. કદાચ ધીરે ધીરે પ્રત્યેક વ્યક્તીએ સ્વતંત્ર રીતે અગ્નિહોત્ર કરવું.

૩. નિત્ય અગ્નિહોત્ર કરનારને બહારગામ કે અન્ય સ્થાને જવું પડે તો શક્ય હોય તો અગ્નિહોત્ર સાહિત્ય સાથે લઇ તે સ્થાનના સ્થાનિક સમયનુસાર અગ્નિહોત્ર કરી શકાય. નહીં તો તેના ઘરે તેના પરિવારની કોઇ પણ વ્યક્તી અગ્નિહોત્ર કરી શકે.

૪. અગ્નિહોત્ર પૂર્વે પાત્રમાં અગ્નિ પૂરો વ્યવસ્થિત પ્રજ્વલિત ધુમાડા વગ૨ હોવો જરૂરી છે. તેથી આહુતીનું વ્યવસ્થિત જ્વલન થશે. અગ્નિહોત્ર પછી અગ્નિ એનીમેળેજ શાંત થવા દેવો.

૫. ગોમયના છાણા સાથેજ અગ્નિ પ્રજ્વલિત કરવા માટે એમાં ગ૨જ લાગે તો કંઇક ટીપા ગાયનું ઘી નાંખવાનું કે છાણાને તે લગાડવું તો ચાલશે. વડ, ઔદુંબર, પળસ, પિંપળ, બેલ એ ઔષધી વૃક્ષોના વ્યવસ્થિત સુકાએલા સ્વચ્છ કાડીઓનો અગ્નિ પ્રજ્વલિત કરવા માટે સમિધા તરીકે ઉપયોગ કરાય તો ચાલશે.

૬. અગ્નિહોત્ર સ્થાન સ્વચ્છ અને પવિત્ર રાખવું.

૭. સવારે અગ્નિહોત્ર પહેલા શક્ય હોય તો સ્નાન કરી શરીરની બાહ્વા શુદ્ધી કરવી. સાંજે અગ્નિહોત્ર સ્થાન પહેલા સ્નાન શક્ય ન હોય તો હાથ પગ ધોઈ સ્વચ્છતા જાળવવી.

૮. અગ્નિહોત્રનું ભસ્મ પાત્રમાંથી કાઢી એકાદ ડબામાં કે થેલીમાં સંગ્રહ કરી રાખવી. ફુલઝાડ કે ખેતીમાં ઉત્તમ ખાતર તરીકે તેનો ઉપયોગ થઇ શકે. અન્ય ઔષધી ઉપયોગ પણ શક્ય છે. અથવા તો તે ભસ્મનું જળાશયમાં વિસર્જન કરવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top