હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનનારા લોકો તુલસીના છોડની પૂજા કરે છે. તુલસીનો છોડને આયુર્વેદની દ્રષ્ટિથી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીનો છોડ દવા તરીકે અમૃત છે જે વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસીનો ઉકાળો કે તુલસીના પાનને ચાવવાનું મહત્વ વધારે રહે છે. આજે અમે તમને તુલસીથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે જણાવીશું.
શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ તુલસી ખૂબ લાભકારી છે. મઘ, આદુ અને તુલસીને મિક્સ કરીને કાઢો બનાવો અને તેનુ સેવન કરો. આ ઉપરાંત 2-4 તુલસીના પાનનુ રોજ સેવન કરવાથી શ્વાસની દુર્ગધ પણ દૂર થાય છે. તુલસી અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરો અને ચેહરા પર લગાવો. તેનાથી કરચલીઓ અને ફોલ્લીઓ દૂર થઈ જશે. સાથે જ ચેહરાના રંગમાં નિખાર આવશે.
ત્વચા ઉપરાંત તુલસી વાળ માટે પણ લાભકારી છે. તુલસીના થોડા પાનને વાટીને નારિયળ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને તાળવા પર લગાવો. અઠવાડિયામાં 2 વાર આ પૈકનો ઉપયોગ કરવથી માથાના વાળ મજબૂત થવા સાથે ચમકતા પણ થાય છે. તેનાથી ખોડો પણ દૂર થઈ જાય છે. કિડનીની પથરીમાં તુલસીના પાનને ઉકાળીને તેનો અર્ક બનાવો અને તેમા મધ મિક્સ કરીને નિયમિત 6 મહિના સુધી તેનુ સેવન કરો. તેનાથી પથરી યૂરીન માર્ગથી બહાર નીકળી જશે.
જો તમને શરીર ઉપર કઈ પણ વાગ્યું હોય તુલસીના પાંદડામાં ફટકડી ભેળવીને લગાડવાથી ઘા જલ્દી ઠીક થઇ જાય છે તુલસીમાં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે જે ઘા ને પાકવા નહી દે. આ સિવાય તુલસીના પાંદડામાં તેલમાં ભેળવીને લગાવવાથી બળતરા ઓછી થાય છે. જો તમને શરદી કે પછી હળવો તાવ આવે છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાંદડાને પાણીમાં સારી રીતે પલાળીને તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તેની ગોળીઓ પણ બનાવીને ખાઈ શકાય છે.
વિટામિન એ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર રહેવાને કારણે તુલસીનુ સેવન આંખોની રોશની વધારે છે. જો આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવો. જો આખો દિવસ તણાવ રહે છે તો રોજ તુલસીના 10-12 પાનનુ સેવન કરો. તેનાથી તમને તનાવ સામે લડવાની ક્ષમતા મળશે.
મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ થઈ જાય છે. 10 ગ્રામ તુલસીના બીજને પાણીમાં ઉકાળીને નિયમિત રૂપથી સવારે પીવો જોઈએ. તેનાથી તમારી અનિયમિત પીરિયડ્સની સમસ્યા ઠીક થઈ જશે. તુલસીના પાન કાનના દુખાવા અને સોજાને આરામ આપવામાં પણ અસરકારક છે. જો કાનમાં દુખાવો છે તો તુલસીને ગરમ કરી બે બે ટીપા કાનમાં નાખો. તેનાથી કાનના દુખાવામા ઝડપથી આરામ મળે છે.
વજન ઓછું કરવા માટે તુલસીના પાનાને પીસીને દહીંના સાથે ખાવાથી વજન ઓછું થાય છે. હિચકી આવવા પર તુલસીના ત્રણ થી ચાર પાના ચાવી લો તરત આરામ મળશે .મોઢાના રોગો માટે લાભકારી તુલસીના પાનાને પીસી તેલમાં ભેળવીને દાંતની સફાઈ કરો દાંતની કોઈ સમસ્યા નહીં થાય.
તુલસીની નિયમિત રૂપથી 5 પાના ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નહિ રહેતી. સાપ કરડવા પર તુલસીના પાન તરત પીસીને ખાવાથી સપનું જેર ઓછું થઈ જાય છે. મૂત્રમાં બળતરા થાય ત્યારે પણ તુલસીના બીજનો ઉપયોગ કરવાથી આરામ મળે છે. એક ગ્રામ તુલસીના બી અને જીરાનું ચૂર્ણ લઈને તેમાં ત્રણ ગ્રામ સાકર ભેળવીને સવાર-સાંજ દૂધ સાથે લેવાથી પેશાબમાં બળતરા, પેશાબ અને મૂત્રાશયના સોજામાં લાભ થાય છે.
તુલસીના પાનથી બનેલ શરબતની અડધી થી દોઢ ચમચી જેટલી માત્રા બાળકોને અને બે થી ચાર ચમચી જેટલી માત્રા યુવાઓના સેવન કરવાથી ઉધરસ, શ્વાસ, કુક્કુર ઉધરસ અને ગળાની ખરાશમાં લાભ થાય છે. આ શરબતમાં ગરમ પાણી ઉમેરીને લેવાથી તાવ અને દમમાં ખૂબ લાભ થાય છે. આ શરબતને બનાવવા માટે તુલસીના પણ 50 ગ્રામ, આદુ 25 ગ્રામ અને મરી 15 ગ્રામને 500 મિલી પાણીમાં ઉમેરીને ઉકાળો બનાવો, પાણી ચોથા ભાગનું બાકીરહે ત્યારે ગાળી લો તથા 10 ગ્રામ નાની એલચીના બીજનું ચૂર્ણ ઉમેરીને 200 ગ્રામ ખાંડ નાખીને પકાવો, એક સરખી ચાશણી થઈ ગયા પછી ગાળીને રાખી લો અને તેનું સેવન કરો.