દરરોજ અડઘી કે એક ચમચી અજમો ફાકી જવાથી અનેક ગંભરી રોગોથી બચી શકાય છે સાથે અનેક અન્ય સ્વાથ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.અજમામાં અનેક ખનિજ તત્વો હોવાથી તે સ્વાથ્ય માટે અત્યંત લાભકારી છે.અજમાનું વાનસ્પતિક નામ ટૂંકીસ્પર્મમમ એમ્માઈ છે. આયુર્વેદ મુજબ અજમો પાચનને દુરસ્ત રાખે છે. અજમો કફ, પેટ અને છાતીના દુ:ખાવા અને કૃમિ રોગમાં અત્યંત લાભકારક હોય છે સાથે જ હેડકી, ગભરામણ, અપચો, પેશાબ રોકાઈ. જવો અને પથરી વગેરે બીમારીઓમાં પણ ફાયદાકારક હોય છે.
ભોજનમાં ઉપયોગમાં લેવાતા મસાલાનું ઔષધીય મહત્વ કેટલું હોઈ શકે તેનું સટીક ઉદાહરણ અજમો છે. અજમાનો ઉપયોગ સદીઓથી આયુર્વેદ અને ધરેલૂ નુસખામાં અનેક રોગોના નિવારણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમામાં ૭ ટકા કાર્બોહાઈડેડ, ૨૧ ટકા પ્રોટીન, ૧૭ ટકા ખનિજ, ટકા કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશિયમ, સોડિયમ, રિબોફલેવિન, થાયમિન, નિકોટિનિક એસિડ અલ્પ માત્રા હોય છે. આંશિક રીતે આયોડિન, શર્કરા, સેપોનિન, ટેનિન, કેરોટિન २ થી ૬૦ ટકા મુખ્ય ઘટક થાઈમોલ હોય છે.
અજમાને સાંતળીને તેને પીસી લેવું. આ મિશ્રણથી સપ્તાહમાં બે-ત્રણવાર પોતાના દાંત સાફ કરવા આવું કરવાથી દાંત મજબૂત અને ચમકદાર બનશે. જો દાંતમાં દુખાવો થતો હોય તો અજમાને પાણીમાં ઉકાળી તે પાણી થી કોગળા કરવાથી દાંતમાં થતો દુખાવો મટી જાય છે.
અસ્થમાના રોગીને અજમાના બીયા અને લવિંગની સમાન માત્રા લઈ ૫ ગ્રામ ચૂર્ણ દરરોજ આપવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. અજમાને કોઈ માટીના વાસણમાં બાળીને તેનો ધુમાડો આપવામાં આવે તો અસ્થમાના રોગીને શ્વાસ લેવામાં રાહત મળે છે.
જો તમને પથરીની સમસ્યા હોય તો ૫ ગ્રામ જંગલી અજમાને પાણી સાથે ગળી લેવું. આવું તમારે મહિનામાં પાંચ દિવસ કરશો તો પથરી કયારેય નહીં થાય. પેટ માં ગેસ રહેતો હોય તો હળદર, અજમો અને એક ચપટી સિંધાલુ મીઠું ન લેવું તેનાથી બહુ જલ્દી આરામ મળે છે.
અજમો, આમલીના બી અને ગોળને સરખા ભાગે લઈને ઘીમાં સારી રીતે શેકીને રાખી લેવું ત્યારબાદ દરરોજ નપુંસક વ્યકિત આ મિશ્રણને અમુક માત્રામાં આરોગે તો તેને ચોકકસ ફાયદો થશે. આ મિશ્રણ પૌરૂષત્વ વધારવાની સાથે સાથે શુક્રાણુઓનીસંખ્યા વધારવામાં પણ મદદ કરે છે. ર નીંદર ન આવતી હોય તો બે ગ્રામ અજમાને સૂતી વખતે પાણી સાથે ગળી લેવું ઉધ સારી આવશે.
પેટ ખરાબ હોય તો અજમાને ચાવીને ખાવું અને ત્યારબાદ એક કપ ગરમ પાણી પી લેવું. પેટ સારું થઈ જશે.પેટમાં દુઃખાવો થતો હોય તો અજમો ૧૦ ગ્રામ, સૂંઠ ૫ ગ્રામ અને સિંધાલું મીઠું ૨ ગ્રામ સરખી રીતે મિક્ષ કરીને આ મિશ્રણને ૩ ગ્રામની માત્રામાં નવશેકા પાણી સાથે દિવસમાં૪-૫ વાર લેવાથી તરત આરામ મળે છે.
લીવરની પરેશાની હોય તો ૩ ગ્રામ અજમો અને અડઘો ગ્રામ મીઠું જમ્યાબાદ લેવાથી ધણો ફાયદો થાય છે.અજમાના રસમાં બે ચપટી કાળું મીઠું મિક્ષ કરીને તેનું સેવન કરીને ત્યારબાદ ગરમ પી લેવું. આવું કરવાથી ઉધરસમાં તરત ફાયદો થાય છે.
સૂકી ઉધરસથી પરેશાન લોકોએ અજમાના રસને સિરકો અને મધ સાથે મિક્ષ કરીને દિવસમાં ૨ વાર એક એક ચમચી સેવન કરવાથી રાહત મળે છે.અજમાને પાનમાં મૂકીને ચાવીને ખાવું. આવું કરવાથી સૂકી ઉધરસમાં આરામ મળે છે. આ સિવાય પણ અજમો ખાવાથી ગળ મા સોજો અને દુખાવો ઠીક થઈ જાય છે.
જો તમે કોઈને દારૂ પીવાની આદત છોડાવવા માગતા હોવ તો દિવસમાં દર બે કલાકે ચપટી અજમો ચાવવા આપવો. આવું કરવાથી બહુ જલ્દી દારૂ પીવાની બાદતમાંથી છુટકારો મળી જશે. અજમાને પીસીને નારિયેળ તેલમાં તેના ચૂર્ણને મિક્ષ કરીને કપાળ પર લગાવવાથી માથાના દુ:ખાવામાં તરત આરામ મળે છે
જમ્યા બાદ અજમાની સાથે ગોળ ખાવાથી શરદી અને એસિડિટીમાં આરામ મળે છે. ૨ થી ૩ ગ્રામ અજમો દિવસમાં બે થી ત્રણ વાર લેવું જોઈએ. પાનના પાંદડાની સાથે અજમાના બીયા ચીવને ખાવાથી ગેસ, પેટમાં મરોડ અને એસિડિટીમાંથી છુટકારો મળે છે.
જ મોઢામાં દુર્ગંધ આવતી હોય અથવા મોંમા ચાંદા થયા હોય તો અજમાનું સેવન કરવાથી લાભ થાય છે. માં ખરાશથી હોય તો બોરના પાન અને અજમો બંનેને પાણીમાં એકસાથે ઉકાળી તે પાણી ગળીને પીવાથી રાહત થાય છે.આદું ના રસમાં થોડુંક અજમાનું ચૂર્ણ મિક્સ કરીને લેવામાં આવે તો ઉધર્સમાં તરત જ રાહત મળે છે .