5 દિવસમાં ગમેતેવા કમરના દુખાવાથી કાયમી છુટકારો, પકડમાં ન આવતા રોગનો ઉપાય પણ છે આ વસ્તુ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ કમરના દુખાવા ઘરે ઘરે થઈ ગયા છે. લાખોની દવા કરવા છતાં આ દુખાવા મટતા નથી તેથી જ આજે અમે આ દુખાવાનો સચોટ ઈલાજ લઈને આવ્યા છીએ. આજે અમે ત્રિફળા ગૂગળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગુગળના વૃક્ષો ૪ થી ૧૨ ફૂટ જેટલા ઉચા હોય છે. આ વૃક્ષો બારેમાસ જીવિત રહે છે. તેની ડાળખીઓ પરથી હમેશા ભૂરા રંગના છિલકા ઉતરતા જ હોય છે. તેનું ફળ ચીકણું અને ચમકીલું હોય છે. સામાન્યરીતે લોકો તેનો ધુપ, અગરબતી વગેરેમાં ઉપયોગ કરી હવા શુધ્ધ કરે છે.

ગુગળ ગુંદર જેવું જ અને ગરમ તાસીર નું હોય છે. નવું ગુગળ ચીકણું, સોના જેવું નિર્મળ, સુગંધિત, પીળા રંગનું તથા દેખાવમાં જાંબુ જેવુ હોય છે. સાથે સાથે તે હાથમાં પકડવાથી સરકી જાય તેવું હોય છે. તે વાત્ત, પિત્ત, અને કફને દૂર કરનારું, અને શક્તિવર્ધક હોય છે. જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે.

જુનું ગુગળ કડવું, તીખું, સુકું, દુર્ગંધ મારતું અને રંગ વગરનું હોય છે. તે ચાંદા, કબજિયાત, અશ્મ્રી-પથરી, સફેદ ડાઘ, ખીલ હરસ-મસા, ઉધરસ જેવી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે. ત્રિફળા નું ચૂર્ણ ૧૬૦ગ્રામ, નાની પીપળ નું ચૂર્ણ ૫૦ ગ્રામ અને શુદ્ધ ગુગળ ૨૬૦ ગ્રામ આ બધું મિક્ષ કરીને એકદમ બારીક પીસી લેવું. પછી તેની ચાર-ચાર ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લેવી. ત્રિફળા ગુગળ ની આ ગોળીનું સેવન કરવાથી ભગંદર, હરસ-મસાના રોગમાં ફાયદો થાય છે. આ ગોળીઓ કમરના દુખાવા માટે બેસ્ટ દવા છે. કોઈપણ પ્રકારના કમરના દુખાવા હોય તે લોકોએ આ ગોળીનું સેવન કરવું.

૨.૬૦ ગ્રામ ગોખરું લઈને તેમાં ૮ કિલો પાણી નાખીને તેને ઉકળવા મુકો. એકદમ ઉકળીને અડધું બાકી રહે એટલે તેમાં ૮૨૦ ગ્રામ શુધ્ધ ગુગળ નાખીને એકદમ ઘાટું થઇ જાય ત્યારે તેમાં સુંઠ, મરી, પીપળ, હરડે, બહેડા, આમળા અને નાગરમૌથ(આ બધું ૧૬-૧૬ ગ્રામ) લઈને બારીક ચૂર્ણ બનાવીને તેમાં મિલાવી લો. પછી તેની ૪-૪ ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લો.

ગોક્ષુરાદી ગુગળ ની ગોળી નું સેવન કરવાથી ડાયાબીટીશ, પેશાબના રોગો, રક્તપિત્ત, પથરી વગેરે રોગો દૂર થાય છે. લીમડો, પરવળના પાંદડા, વાસા, ત્રિફળા તાતાહા ગુડુચી આ બધું સરખા ભાગે લઈને તેને ગરમ પાણીમાં ઉકાળો બનાવી સિધ્ધ કરીને નિયમિત સેવન કરવાથી એસીડીટી માં ત્વરિત જ રાહત મળે છે.

૧૦ થી ૪૦ મિલી પુનન્ર્વાદી ઉકાળા સાથે ૧૨૫ મિગ્રા યોગરાજ ગુગળ નું સેવન સવાર-સાંજ કરવાથી પેટના રોગોમાં ફાયદો થાય છે. લસણ, હિંગ, સુંઠ તથા ગુગદને પાણી સાથે પીસીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. સવાર-સાંજ ૧-૧ ગોળી ઠંડા પાણી સાથે લેવાથી હરસ-મસામાં અને પેટના કૃમીઓ નાશ કરવામાં ખુબ જ કામ આવે છે.

૧૨૫ મિગ્રા શુધ્ધ ગુગળ ને અરળી ની છાલ ના ઉકાળા સાથે લાંબા સમય સુધી સેવન કરવાથી વજન ઘટે છે. ૧૨૫ મિગ્રા યોગરાજ ગુગદને સવાર-સાંજ લગાતાર ૧૫ દિવસ સુધી મધ સાથે સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે. ગુગળ ને એકદમ બારીક પીસીને તેને ઘી સાથે મિક્સ કરીને તેનો મલ્હમ બનાવી લો. આ મલ્હમ ને વાગ્યા જખમ પે ઘાવ પર ચામડીના વિકાર પર લગાવવાથી ખુબ જ ફાયદ થાય છે. એવા જખમ જે ઝલદી રુઝાતા નથી તેવા ઘાવ માં ખુબ જ અસર કરે છે.

સાંધા ના દુખાવો શરીરમાં વાત-પિત્ત વધી જવાને કારણે થતો હોય છે. ગુગળ આ દર્દમાંથી રાહત આપાવે છે. ગુગદમાં મીઠો રસ હોવાને કારણે તે વાત્ત-પિત્ત ને ઓછો કરે છે. ગુગળની તાસીર ગરમ હોવાને કારણે તે કબજીયાત માં લાભકારી છે. ઇન્દ્રજૌ અને ગોળ સાથે ગુગળનું સેવન કરવાથી કબજીયાત ઓછી કરી શકાય છે.

Scroll to Top