લાખો રૂપિયાની દવા અસર નહિ થાય ત્યાં આ ફળ કરશે અસર, પેટ અને ચામડીના દરેક રોગને જીવનભર કહી દ્યો બાય બાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે એક એવી ઔષધી વિશે જણાવવાના છીએ કે જે હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આ વૃક્ષ ઠંડી અને ગરમીવાળા બંને હવામાનમાં થાય છે. ધીમે ધીમે આપણા દેશમાં ઔષધિઓ લુપ્ત થતી જાય છે. એમાંની એક કાચકી નામની ઔષધી નો સમાવેશ થાય છે. કાચકી ના બીજને દેશી ભાષામાં ગેંગડા પણ કહે છે તે દેખાવમાં મીંઢળ જેવું હોય છે. પહેલાના સમયમાં આ જંગલોમાં વધારે પડતા જોવામાં આવતી હતી. પરંતુ હવે બહુ ઓછી દેખાય છે.

આ ઔષધિ ગામડામાં વાડીના શેઢે જોવા મળે છે. ગેંગડાના ફળ ની અંદર નો ગર્ભ સફેદ કલરનો હોય છે. અને ઉપરની સપાટી ભૂખરા કલરની હોય છે. સફેદ ભાગને શેકી ખાંડી ને તેનો પાવડર નાના બાળકને પીવરવવાથી પેટ ના રોગ જીવનભર થતાં નથી. આ ઉપરાંત મોટા પણ ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યા માં આ પાવડરનું સેવન કરી શકે છે.

છેલ્લા બે વર્ષથી લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. આપણી પાસે આયુર્વેદનો મોટો ખજાનો છે. જેને કારણે આપણે ભલભલી બીમારીને ભગાડી શકીએ છીએ. કાચકીના મુળની છાલનો રસને મસા અને ભગંદર પર લગાવવાથી તરત જ દુખાવો દુર થાય છે. આ ઉપરાંત તેના પાન અથવા તેની છાલને પાણી સાથે વાટીને પીવાથી હરસ મટી જાય છે. જો માથામાં ખોડો થવાની સમસ્યા હોય તો મીઠાના પાણીથી માથું ધોઈ ત્યારબાદ કાચકીનુ તેલ નાખવાથી ખોડો દૂર થાય છે.

ગેંગડાનું કાચું લીલુ ફળ ઠળિયા વિનાનું,સુવાળી છાલવાળુ ને લાંબુ અંડાકાર હોય છે. ફળનો સફેદ ભાગ સ્વાદ વગરનો હોય છે. આ વૃક્ષને ફળ ફૂલ એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન ફળ આવે છે. ગેગડાનો ઉપયોગ આર્યુવેદ અને યુનાની ઉપચારમાં થાય છે. આર્યુવેદમાં ગેંગડાનું ફળ કફ તથા શરીરના આંતરીક અંગોમાંથી ઝેરી પદાર્થો દૂર કરનારુ માનવામાં આવે છે. પુખ્ત રોગી કે બાળ રોગી માટે ઉત્તમ પિતનાશક છે.

આ ઉપરાંત પેટના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે માટે કાચકીના બીજને પહેલા શેકી લો. ત્યારબાદ તેમાં સિંધવ મીઠું ભેળવી તેનું સેવન કરવાથી પેટના રોગોમાં રાહત મળે છે. આ ઉપરાંત કરંજ નો ઉપયોગ માથાની ટાલ, દાંતની બીમારી, લકવો, વીંછીનું ઝેર, સુંદરતા, પેટના રોગો, હરસ મસા માટે ખૂબ જ ઉપયોગી છે.

મુત્રત્યાગ એટલે કે પેશાબની તકલીફમાં અકસિર ઇલાજ છે. ગેંગડાનો ઉપયોગ માત્ર દવા માટે નથી થતો. પરંતું તેનુ શાક પણ બનાવાય છે. આ શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ગેંગડાનું કાચુ ફળ સ્વાદમાં મોળું હોય છે. તેથી તેને કોઈ પણ શાકમાં મિક્સ કરી શકાય છે. આ ઉપરાંત તેની કઢી અને રાઈતુ પણ બનાવી શકાય છે. ગેંગડા દુષ્કાળમાં બહુ ઉપયોગી છે. કારણ કે, તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત ઢોરોને પણ ગેંગડા ખવડાવવામા આવે છે.

Scroll to Top