ઉનાળામાં માત્ર 20 દિવસ મળતું આ ફળ છે સોના કરતાં પણ વધુ ગુણકારી, પાચન અને આંખના દરેક રોગ માટે તો છે સંજીવની સમાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળામાં એવા ઘણા ફળ હોય છે જે આપણા શરીર માટે ઘણા જરૂરી હોય છે કેમ કે આ ફળ ગરમીના વધતા તાપમાનમાં રાહત પહોચાડે છે સાથે જ શરીરમાં પાણીની ઉણપ ને દુર કરવાનું કામ પણ કરે છે એવા જ ફળમાનું એક છે તાડફળીનું ફળ જેની તાસીર અને આકાર લીચીના ફળ જેવો હોય છે તેથી તે આઈસ એપ્પલ કે ગલેલી ના નામથી પણ ઓળખાય છે.

ગરમ આબોહવા વાળી જગ્યાએ આ ઝાડ બહુ જ જોવા મળે છે. એક ડાળખીમાં અસરે ૮ થી ૧૦ તાડ ના ફળ આવે છે તે ફળ કાચા હોય ત્યારે લીલા રંગ ના અને પાકે ત્યારે પીળા રંગ ના થઇ જાય છે.

ગલેલીમાં વિટામીન બિ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તેનું જ્યુસ શરીરમાં પાણીની ઉણપ પૂરી પાડે છે. જેથી શરીરને એનર્જી મળે છે. આ ફળનો સ્વાદ તરોપા જેવો હોય છે.શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટના દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. ગરમીના સમયમાં તેના રસનું રોજ સેવન કરો.

ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશન ની તકલીફ ઉભી થવા લાગે છે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી મહત્વની ભુમિકા નિભાવે છે. તે શરીરને ઠંડક આપીને તાઝગી પૂરી પાડે છે.

હરસ-મસાના રોગોમાં અકસીર ગણાતી ગલેલી પેશાબની બળતરા પણ દૂર કરે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં ગલેલી નો ઉપયોગ અકસીર ગણાય છે. ગલેલી ખાવાથી અથવા તેનો રસ માથામાં નાખવાથી વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

હમેશા કિશોરાવસ્થા ની ઉંમરને પાર કરીને છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં તાડફળીનું ફળ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ફળમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

 

નાના બાળકોને પેટ માં  કૃમિ થવાથી સતત રડતું હોય કે ચીડિયું થઈ ગયું હોય તો તાડ ના મુળિયા નું ચૂર્ણ બનાવીને તેને કાનજી સાથે પીસીને થોડુક નાવ્સેકો લેપ બનાવીને બાળકોની ડુંટી પર લગાવવાથી પેટના કૃમીઓ નાશ પામે છે. આજકાલ ડાયાબીટીશ ની સમસ્યા બહુ જ સામાન્ય થઇ ગઈ છે. દરેક ૧૦ માંથી ૨-૩ વ્યક્તિને તો ડાયાબીટીશ હોય જ છે ડાયાબીટીશ થી બચવા માટે તાડી નો આ પ્રયોગ કરવા જેવો છે.

અડધા ગ્લાસ ગરમ પાણી આંબલી અને તાડી નો રસ નાખો અને તેને સારી રીતે મિલાવી લો અને ગાળી ને પીવો. આ શરબત પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. તાડ ના રસ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. હાડકામાં ચીકાશ બનાવી રાખવા માટે અને ખનીજ તત્વો ની જરૂરિયાત ને તાડી પૂર્ણ કરે છે. જો શરીર ના કોઈ પણ ભાગ પર વાગવાથી સોજો આવી ગયો છે તો તાડ ના પાંદડા નો રસ પીવાથી સોજા ઉતરી જાય છે.

Scroll to Top