આપણી આજુ બાજુ ઘણા એવા ફૂલો હોય છે જે ઘરની સુંદરતા તો વધારે છે સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક હોય છે પરંતુ પૂરતી માહિતી ના અભાવે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ આજે અમે એક એવા ફૂલ વિષે માહિતી લઈને આવ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ હેરાન થઈ જશો અને આજથી જ તેનો ઉપયોગ શરૂ કરી દેશો.
આ ફૂલનું નામ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ એકવાર તેનો ઉપયોગ કરી 100% તમે પરિણામ મેળવી શકશો. જી, હા મિત્રો આ ફૂલનું નામ છે બારમાસીનું ફૂલ. બારમાસીના ફુલ મોટાભાગના બગીચાઓમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ ફૂલની મદદથી તમે ઘણી બીમારીઓને પોતાનાથી દૂર રાખી શકો છો.
બારમાસીના ફૂલોનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે તમને શરીરમાં ચેપ અને બેક્ટેરિયલ સમસ્યાઓથી બચવામાં મદદ કરી શકે છે. જો તમે વાયરલ અથવા બેક્ટેરિયાની થતાં રોગથી પીડાવ છો, તો બારમાસીના ફૂલોનો ઉકાળો 3 દિવસ નિયમિતપણે પીવો. બારમાસીના ફૂલો નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ આરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં આનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. તેના સિવાય પારંપરિક ઈલાજ રૂપે બારમાસી ના ફૂલ અને પાન નો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યામાં બારમાસી ના પાન ને રામબાણ માનવામાં આવે છે. તેના સિવાય મેલેરિયા, ગળામાં ખરાશ અને લ્યુકોમીયા ની સમસ્યામાં આનું સેવન અત્યંત ફાયદાકારક છે. શરીરમાં હાજર વિષેલા પદાર્થોને દૂર કરવા માટે બારમાસી ના પાનનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે.
ડાયાબિટીસ શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધવાથી થાય છે. જો આપ પણ બ્લડશુગરથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમે તેને ચા અથવા પાવડરના રૂપે સેવન કરી શકો છો.આ ઉપરાંત બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી લાભ થશે.
જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ આ ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે.
સદાબહાર ને તોડવાથી જે સફેદ પદાર્થ નીકળે છે તેને જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાડવાથી ખંજવાળમાં ઘણો ફાયદો થાય છે. સદાબહાર છોડથી મોઢામાં કે અન્ય જગ્યાઓ પર થતા ડાઘ માં પણ ખૂબ જ ફાયદો થાય છે. જે જગ્યાએ ડાઘ થયા હોય ત્યાં તેલ લગાડવાથી થોડા સમયમાં દાદર જતો રહે છે.
બારમાસીનો નિયમિત ઉપયોગથી કેન્સર માં લાભ થાય છે. સદાબહાર ની ખાસ વાત તો એ છે કે તેનાં પાંદડાં તોડતી વખતે જે તેમાંથી સફેદ પદાર્થ નીકળે છે તે સફેદ પદાર્થ જ્યાં ઘા હોય છે ત્યાં લગાડવાથી તે ઘા મટી જાય છે અને તે સફેદ પદાર્થ દૂધમાં નાખી અને લાગેલા ઘા પર લગાડવાથી તે ઘા જલદી પાકી જાય છે અને તે ગામ માંથી રસી નીકળી જાય છે અને પરિણામે ખૂબ જ ઝડપથી મટી જાય છે.
આ ઉપરાંત, જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3 4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે.