ખાઈ લ્યો આ શક્તિશાળી ફળ બીપી અને પેશાબના રોગ કાયમી રહેશે દૂર, 10 વર્ષથી ચાલતી ડાયાબીટીસની દવા પણ થઈ જશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે એક એવી ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને દરેક લોકો ખાતા હોય છે પરંતુ તેના સેવનણી સાચી રીત ખબર નથી હોતી અને તેના ઔષધીય ફાયદાથી પણ અજાણ હોય છે. મોટાભાગના રોગોનો ઈલાજ આપણી આજુબાજુમાં જ હોય છે બસ માત્ર ખામી હોય છે સાચી માહિતી અને માર્ગદર્શનની. જી, હા, મિત્રો આજે અમે એવી જ એક વસ્તુ વિષે જણાવવા જઈ રાય છીએ જેનું નામ છે સોપારી.

સોપારીએ ગુજરાતીઓના ઘરેઘરમાં જોવા મળતું ફળ છે. પૂજામાં રિદ્ધિસિદ્ધિ તરીકે ગણપતિજીની બાજુમાં મૂકાય છે. પાન ખાવાના શોખીન સોપારીના ટુકડા અને ભૂકો અથવા કતરણ રાખે. જમીને સોપારી કાપીને ખાવાનો રિવાજ હતો. ઘણાં ઘરોમાં આજે પણ છે. પાનમાં નાખીને સોપારી ખવાય છે. સોપારી બે પ્રકારની આવે. કાચી અને શેકેલી અથવા પાકી. સોપારીના ઝાડ તાડ અને નારીયેળી ના ઝાડ ની જેમ જ ડાળીઓ વગર ના અને પચાસ થી સાઈઠ ફૂટ ઉચા થાય છે.

સોપારીમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રૉટીન અને ખનીજ તત્ત્વો હોય છે. સાથે, ટેનિન, લિગ્નિન અને ગેલિક એસિડ તેમાં રહેલા હોય છે. સોપારી ચામડીના રોગોમાં પણ લાભદાયક છે. ખંજવાળ, ચકામા, ધાધર, ખસમાં સોપારીને પાણીમાં ઘસીને લેપ લગાડવાથી ફાયદો થાય છે. સોપારીનો ઉકાળો બનાવીને ઘા પર લગાડવાથી પણ રાહત મળે છે. તેનું બારીક ચૂર્ણ લગાવવાથી લોહી વહેતું અટકી જાય છે. સોપારી ચાવવાથી તણાવમાં પણ રાહત મળે છે.

સોપારીમાં એન્ટી ઑક્સિડન્ટ હોય છે. તેનાથી શરીર રોગોથી બચે છે. બહુમૂત્રતામાં સોપારીનું ચૂર્ણ એકથી બે ગ્રામ ગાયના ઘી સાથે નિયમિત સેવનથી લાભ થાય છે. સોપારીના પાકથી પુરુષને નસોમાં નબળાઈ દૂર થવામાં અને શીઘ્રપતન રોકવામાં લાભ મળે છે.

સોપારીથી કમર અને ગોઠણના દુઃખાવામાં પણ રાહત થાય છે. સોપારીમાં ઔષધીય ગુણ હોય છે. જેના કારણે સ્નાયુઓમાં થતો દુઃખાવો દૂર થાય છે. સ્નાયુમાં દુઃખાવો કે જકડાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોપારીનો ઉપયોગ કરી શકાય છે.

સોપારીને તલના તેલ સાથે ઘસીને પેસ્ટ બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે. આ પેસ્ટ ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે. દરરોજ સોપારીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સોપારીના એકથી બે નાના ટુકડા દરરોજ ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જતા હોવાની માન્યતા છે. આ સાથે જ પેટને લગતા રોગ અને તકલીફોમાં પણ રાહત મળે છે. પાચનતંત્ર મજબૂત કરવામાં સોપારી મહત્વની ભૂમિકા ભજવે છે.

2 થી 5 ગ્રામ જેટલું સોપારી નું ચૂર્ણ છાશ સાથે લેવાથી આંતરડાના ને લગતી કોઈપણ બીમારી મટી જાય છે. સાથે આંતરડા કાચ જેવા સ્વચ્છ અને ચોખ્ખા થઈ જાય છે. સોપારી પચવામાં ભારે, ઠંડી, રુક્ષ અને તુરી છે. જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે.

બઝાર માં જે સોપારી મળે છે તે તો તેના ફળ ની ગોટલી હોય છે. તેના ઉપર નું રેસા વાળું કવચ તથા ગોટલી ઉપર નું પાતળું પડ છોલીને કાઢી નાખવામાં આવે છે. સોપારીને વધારે પાકવા દેવામાં આવતી નથી. વધારે પાકે તો તે આકરી થઇ જાય છે. તેને કાચી પણ તોળાતી નથી. કાચી તોડવામાં આવેતો તે ચીમળાઈ જાય છે. સોપારી ને પાણીમાં ઉકાળીને બાફીને તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવાથી તેમાં ટેનિન નો અંશ ઓછો થાય છે.

સોપારી ને છોલીને બાફવાથી લાલ સોપારી બને છે અને છોલીને સુકાવવાથી સફેદ સોપારી બને છે. કુમળી સોપારી બાફવાથી ચીકણી સોપારી બને છે. 10 થી 30 મિલી સોપારી નો કાઢો બનાવીને પીવાથી પેટના કીડા નાશ પામે છે. એવી જ રીતે 5 મિલી સોપારી ના ફળનો રસ પીવાથી પેટની બીમારી દૂર થાય છે અને પેટ માં રહેલી ગંદગી મળ દ્વારા બહાર નીકળી જાય છે.

ઘણી વ્યક્તિઓને આતરડા ની બીમારી હોય છે તેઓએ 1-4 ગ્રામ સોપરિયા ચૂર્ણ ને છાસ સાથે સેવન કરવાથી આતરડા ના રોગ માં ફાયદો થાય છે. સોપારી અને હળદર આશરે 1-3 ગ્રામ લઇ તેમાં ખાંડ મિક્ષ કરીને સેવન કરવાથી ઉલટી બંધ થઇ જાય છે સાથે સાથે સોપારીની ભસ્મ તથા લીમડા ની છાલની ભસ્મ પાણીમાં મિલાવી લો, હવે તેને ગાળી ને આ પાણી પીવાથી ઉલટી બંધ થઇ જાય છે.

પેશાબ સબંધિત સમસ્યાઓ જેવીકે, પેશાબ રોકાઈ રોકાઈ ને આવવો, વારંવાર પેશાબ આવવો, વગેરેમાં સોપારી નું સેવન કરવું જોઈએ. સોપારી અને ખડીર ની છાલ નો ઉકાળો બનાવીને તે ઉકાળો ૧૦-૩૦ મિલી માત્રામાં મધ સાથે લેવાથી ફાયદો થાય છે. પાકી સોપારી ખાવાથી મોઢું સાફ થાય છે. તે કફ ને મટાડે છે, અન્ન નું પાચન કરે છે અને પેટ  સાફ  થાય છે.

Scroll to Top