સોના કરતાં પણ વધુ કિંમતી છે આ ઔષધિ, ડાયાબિટીસ અને કબજિયાતના દર્દી માટે તો છે આશીર્વાદ સમાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણી આસપાસ અવનવા ઔષધીય છોડ રહેલા છે. પરંતુ પૂરતી માહિતી ના હોવાને કારણે આપણે તેનો પૂરે પૂરો ઉપયોગ કરી શકતા નથી. ઘણી ઔષધિ તો એવી હોય છે જે આધુનિક દવા કરતાં પણ જલ્દી અને સારું પરિણામ આપે છે તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વગર. હા એ વાત સાચી છે કે આયુર્વેદિક ઔષધિની અસર થતાં થોડો સમય લાગે છે પરંતુ જો તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો 100% પરિણામ મળે છે.

આજે અમે એક એવી જ ઔષધિ વેશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મીંઢી આવળ. મીંઢી આવળને સેનાના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે જેમાં ફૂલ વધારે આવે છે. આ છોડના ઘણા ભાગોનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને તેના પાન અને ફૂલોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં લેક્સેટીવ ગુણ મળે છે. જે કબજિયાતની સમસ્યા દુર કરે છે.

આવળનાં છોડ ગામડાના પાદરમાં-ખરાબમાં અથવા ગોચરની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઉગેલા જોવા મળે છે. આવળનાં છોડની ઊંચાઈ 3 થી 10 ફૂટની હોય છે. તેના પાન આમલીના પાન જેવા અને ફૂલોના ગુચ્છા દુરથી જોતા તેજસ્વી, પીળાં, સુવાસ રહિત અને ગુચ્છાદાર હોય છે. આવળનું દાતણ પેઢાને મજબુત બનાવે છે.

એક ચમચી આવળના ફુલની પાદંડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગભા સ્ત્રીની ઊલટી તેમ જ ઊબકા બધં થાય છે. આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં બેસ્ટ ઈલાજ છે તેમજ શરીરનો રંગ વધુ સુધારે છે. આવળ ના ફૂલ નો ઉકાળો પીવામાં આવે તો શરીરની લોહીની ખામી આ ઉપરાંત આંખની નબળાઇમાં ખુબ જ ફાયદાકારક છે.

પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસથી છુટકારો મળે છે. આવળના ફુલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી દરેક પ્રકારના દુખાવા મટે છે.

મીંઢી આવળના છોડ અને પાનનો ઉપયોગ વાયરલ ઇન્ફેકશનની સમસ્યા દુર કરે છે. તેનું સેવન કરવા માટે 1 થી 2 ગ્રામ મીંઢી આવળનું ચૂર્ણ લો. તેમાં 10 લગભગ મિલી જેટલો આમળાનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી વાયરલ ઇન્ફેકશનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

મીંઢી આવળ લીવરને લગતી બીમારી દુર કરવામાં અસરકારક છે. નિયમિત રૂપે 1 ગ્રામ મીંઢી આવળનું ચૂર્ણનું સેવન કરવાથી લીવરને લગતી સમસ્યાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે.

જે લોકોને પેટમાં દુખાવો, ડાયેરિયા, કબજિયાત જેવી સમસ્યાઓ રહે છે. તેમની માટે મીંઢી આવળનું ચૂર્ણ બેસ્ટ દવા છે. સાથે જ તે પેટ ફૂલવાની અને અપચો જેવી પરેશાની દુર કરે છે. મીંઢી આવળના પાન અને ફૂલના સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે. તેના પાન અને ફૂલથી હર્બલ ચા બનાવીને પીય શકાય છે. હર્બલ ટી ના નિયમિત સેવનથી તમે વજનને ઘણા અંશે કંટ્રોલ કરી શકાય છે.

આવળ અત્યંત કડવી શીતળ અને પિત્ત નાશક હોય છે. તે મોઢા ને લગતા રોગો, કોઢ, ચામડીને લગતા રોગો, કૃમી, આમ ગુમડાં, ઉધરસ, પિત્ત, કફ, શરીરમાં સોજા આવા કોઈ પણ પ્રકારના રક્તવિકાર અને દાહક અને કફ જેવા રોગોને દૂર કરે છે.

આવળના બી પાણીમાં વાટીને પીવાથી પેશાબના અનેક પ્રકારના રોગો દૂર થાય છે. રાત્રે આવળના પાન ને પાણીમાં પલાળી અને તેમને ગોળ સાથે ઉમેરી અને તેમનો સેવન કરવામાં આવે તો કબજિયાત દૂર થાય છે. તે રાત્રે અને સવારે સુતી વખતે સાકર અને આવળ સરખે ભાગે લઈ અને તેમનું ચૂર્ણનું સેવન કરવાથી અશક્તિમા ઘટાડો જોવા મળે છે. તમામ પ્રકારની શારીરિક નબળાઈ દૂર થાય છે.

મીંઢી આવળના પાન અને તેના ફૂલના ઉપયોગથી સ્કીન પર રહેલ સંક્રમણને દુર કરી શકાય છે. સ્કીન પર કોઈ પણ પ્રકારના ડાઘ, નિશાન દેખાય તો મીંઢી આવળની પેસ્ટ લગાવો. તેનાથી સ્કીનમાં રહેલ સંક્રમણ નષ્ટ થઈ જાય છે.

Scroll to Top