એક મહિનો સાંજે 2 દાણા ખાઈ લ્યો, જીવનમાં ક્યારેય નહીં ખાવી પડે દવા, રગે રગ માંથી રોગ ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ અવનવા રોગ ઉત્પન્ન થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ છે ખરાબ ખાણીપીણી અને બેઠાડું જીવન. તેથી જ અમે અવનવી ઔષધિ વિષે માહિતી લઈને આવતા રહીએ છીએ જેથી લોકો વધુને વધુ આપણાં આયુર્વેદ વિષે જાણે અને તેનો ઉપયોગ કરતાં થાય. જેથી આધુનિક દવાની આડઅસર અને મોંઘા ખર્ચાથી બચી શકાય. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગોખરુંની.

ગોખરુ એ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. ગોખરું ના પાંદડા, ડાળખી અને મુળિયા બધું ઔષધી તરીકે વાપરી શકાય છે. ગોખરુ બે પ્રકારના હોય છે. દવા અને ઔષધીઓમાં મોટાં ગોખરુ વપરાય છે. તેના ફળ પર ત્રણ બાજુ કાંટા હોયછે. તેને ‘ત્રીકેટક’ પણ કહે છે. ગુણધર્મની વાત કરીએ તો ગોખરુનું ફળ સ્વભાવે મધુર, શીતળ, પૌષ્ટિક, ચીકાશવાળું, પેશાબ સાફ લાવનાર, બળદાયી, મૂત્રાશય અને કિડનીનું ફંક્શન સુધારનાર, વાયુ અને પિત્તનું શમન કરનારું છે. ફળ સુકાય એટલે પીળું અને કડક થઈ જાય છે. એનો રસ અને વિપાક બન્ને મધુર છે. એ વાયુને કારણે દુખાવા થતાં હોય ત્યારે પરમ ઔષધ બની રહે છે.

પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે પીળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. શુક્રાણુઓ વધારવા માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. જેથી પથરીના રોગી તથા કિડનીની સમસ્યા હોય તેવા રોગીઓ પણ તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જ્યાં ઔષધીઓ મળતી હોય ત્યાંથી તમે ગોખરુનું ચૂર્ણ લઈ શકો છો. 3 ગ્રામની માત્રામાં એટલે કે એક નાની ચમચી દિવસમાં બે કે ત્રણવાર પાણી, સાકર, દૂધ, ઘી કે મધ સાથે લઈ શકાય છે.

ગોખરુંનો ઉપયોગ કરવાની રીત: મોટાભાગની સમસ્યામાં ગોખરુંના ચૂર્ણનો ઉપયોગ થાય છે. આ ચૂર્ણ બનાવવા માટે સુકાયેલા ગોખરૂના બીજ લાવીને તેને ઘરે તડકામાં સુકાવા દેવા. થોડા સુકાઈ ગયા હોય તો તે ભેજ વિહીન બની જાય છે, ત્યારે તેને કોઈ ખાંડી શકાય તેવા પથ્થર કે ઓજાર વડે ખાંડી તેનું તેનો પાવડર બનાવી ભૂકો કરી લેવો. આ ભૂકાને યોગ્ય ચારણી વડે છાળી લઈને તેને ભેજ વગરના કાચના વાસણમાં મૂકી સાચવી લેવા અને જયારે જરૂર જણાય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

આજે માર્કેટમાં ગોખરૂનું સીરપ, ચૂર્ણ, પાવડર, ટેબ્લેટ, ગોળી સ્વરૂપે ઉપલબ્ધ મળે છે. ગોખરૂ શક્તિવર્ધક, શીતળ, મધૂર, મૂત્રશોધક અને વીર્ય વર્ધક હોય છે. ગોખરુંનો ખુબ જ ઉપયોગી ભાગ તેના ફળ છે. ગોખરું હૃદય ને સ્વસ્થ કરે છે. તે કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે. બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર ને લેવલમાં રાખવાનું કામ કરે છે.

બદલતા જતા મૌસમ માં તાવ અને શરદી સામાન્ય સમસ્યા બની જાય છે. તાવ આવતો હોય ત્યારે ૧૫ ગ્રામ ગોખરુંમાં ૨૫૦ મીલી પાણી નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં ફાયદો થાય છે. પેશાબમાં ક્ષારો વહી જતા હોય, દુર્ગંધ આવતી હોય કે ધૂંધળો પેશાબ થતો હોય ત્યારે ગોખરુના ક્વાથમાં ગળો અને શિલાજિત મેળવીને આપવું જોઈએ.

જો પાચનશક્તિ કમજોર હોય તો ગોખરુંનો ઉકાળો બનાવીને પીવાથી લાભ થાય છે. ગોખરુંના ૩૦-૪૦ મિલી ઉકાળામાં પીપળી મૂળના ચૂર્ણને મિલાવીને થોડું થોડું પીવાથી પાચન શક્તિ મજબુત બને છે. સાંધાનો વા, ગઠીયો વા કે આમવાત જેવી સમસ્યાઓમાં ગોખરું ખુબ જ લાભદાયી છે. એક ચમચી ગોખરુંનું ચૂર્ણ અને એક ચમચી સુંઠનું ચૂર્ણ બનાવીને તેને ઉકળતા પાણીમાં નાખીને પાણીને ઉકળવા દેવું. જયારે પાણી ઉકળી ગયા બાદ તેમાંથી માત્ર બે કપ જેટલું પાણી વધે ત્યારે તેને ઉતારી લઈ સવારે અને સાંજે પીવાથી કમરનો દુખાવો મટે છે.

આજકાલ ના તણાવ ભર્યા જીવન માં માથાનું દુખવું સામાન્ય થઇ ગયું છે. માથાના દુખાવામાં ગોખરુંનો બનાવેલો ઉકાળો પીવાથી લાભ થાય છે. ૧૦-૨૦ મિલી ગોખરુંના ઉકાળા ને સવાર-સાંજ પીવાથી પિત્ત વધી જવાને કારણે જે માથામાં દુખે છે તે તદ્દન મટી જાય છે.

શ્વાસ અને દમની બીમારીમાં ગોખરું નો ઉપયોગ કરી શકાય છે. 2 ગ્રામ ગોખરું ના ચૂર્ણ ને સુકેલા અંજીર સાથે ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો. ગોખરુંનો ઉપયોગ પથરીની સમસ્યા મટાડવા માટે પણ થાય છે. આ માટે ગોખરું ૩ ગ્રામ, સાકર 10 ગ્રામ, એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી લઈને તેને ધીમા તાપે ઉકળવા દેવી. આ મિશ્રણ માંથી જયારે પાણી બળી જાય ત્યારે ઠંડું પડવા દીધા બાદ ગાળીને દિવસમાં બે વખત સેવન કરવું. જેના લીધે પેશાબમાં પથરી ધીમે ધીમે ઓગળીને બહાર નીકળી જાય છે.

ગોખરું અને અશ્વગંધા ને સરખા ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણમાં બે ચમચી મધ નાખીને દિવસમાં 2-3 વાર ચાટવાથી ફાયદો થાય છે. ઉપર થી ગરમ દૂધ પીવું. 5 ગ્રામ ગોખરું ના ફળ, 5 ગ્રામ કાળી દ્રાક્ષ, અને બે ગ્રામ મુલેઠી લઈને આ બધું પીસીને સવાર સાંજ આ ચૂર્ણ નું સેવન કરવાથી રાહત મળે છે.

ગોખરું નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે. ગોખરું ના પંચાંગને રાત્રે પલાળીને પછી સવારે મસળીને ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા મટી જાય છે. બકરીના દૂધમાં ગોખરું નું ચૂર્ણ અને મધ નાખીને પીવાથી પથરી દૂર થાય છે.

ગોખરુંનો પાવડર તેના ઝાડ ના સુકેલા ફૂલ માંથી પ્રાપ્ત થાય છે. તે પાવડરને દૂધ અથવા પાણી સાથે લઇ શકાય છે. 250 mg પાવડર દિવસમાં બે વખત જમ્યા પછી લઇ શકાય છે. જેમાં ગળો, ગોખર, આમળા અને હળદરને સરખા ભાગે લઈ તેમાંથી 3-3 ગ્રામ પાવડર જમ્યા પહેલાં પાણી સાથે ફાકી જવો. આનાથી પ્રોસ્ટેટનો સોજો દૂર થાય છે અને PSA રિપોર્ટ પણ નોર્મલ થઈ જાય છે.

ગોખરુ પુરૂષ વંધ્યત્

Scroll to Top