દુધમાં માત્ર આ એક વસ્તુ નાખવાથી થઈ જશે 10 ગણું શક્તિશાળી, અનેક રોગો રહેશે જીવનભર દૂર, પકડમાં ના આવે તે રોગો માટે ખાસ ઉપયોગી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક લોકો પોતાની ખાણીપીણી અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખતા હોય છે. જો તમે પણ સ્વાસ્થ્ય સંબંધિત કાળજી  લેવામાં માનો છો તો આજે અમે તમારા માટે એક બેસ્ટ ઘરેલુ ઈલાજ લઈને આવ્યા છીએ. જેનાથી ઘરે રહીને જ અનેક રોગોને શરીરથી દૂર રાખી જીવનભર સ્વસ્થ રહી શકાય.

આ માટેનો બેસ્ટ ઈલાજ છે વરિયાળી વાળું દૂધ. જી હા, મિત્રો વરિયાળી વાળું દૂધ નામ સાંભળતા જ તમને લાગશે કે આ કઈ થોડું શરીર માટે ફાયદો કરે પરંતુ તે દવા કરતાં પણ વધુ અસર કરે છે જો તેને નિયમિત શરીરની સમસ્યા અનુસાર સેવન કરવામાં આવે તો. રોજિંદા જીવનમાં, આપણે બધા વરિયાળીનો ઉપયોગ મુખવાસ, સરબત કે મસાલા તરીકે કરતા આવ્યા છીએ.

દૂધ અને વરિયાળી બંનેમાં ઔષધીય ગુણ રહેલા છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા ઘણા ન્યુટ્રીએન્ટ્સ રહેલા છે, વરિયાળીમાં કૉપર, કેલ્શિયમ, જિન્ક, પોટેશિયમ, મેગ્નીઝ, આયરન અને વિટામિન સી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. દૂધ હાડકા અને મસલ્સ માટે જરૂરી છે તો વરિયાળી ખરાબ પાચન જેવી ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે.

વરિયાળી વાળુ દુધ બનાવવા માટે ૧ ગ્લાસ દૂધમાં ૧ નાની ચમચી વરિયાળી ઉમેરી તેને હળવી આંચ પર ઉકળવા દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં સાકર અને મધ પણ ઉમેરી શકો છો, તેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે મધ ઉમેરવા ઈચ્છો છો તો દૂધ ઉકાળી ઠંડુ થાય પછી તેમાં મધ ઉમેરવું ગરમ અને ઉકળતા દૂધમાં મધ ઉમેરવું નહિ.

એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોને થી ભરપૂર હોવાને કારણે વરીયાળી વાળું દૂધ અસ્થમાનાં દર્દીઓ માટે રામબાણ રૂપ છે.  એટલું જ નહીં તે સિવાય તે ખાંસીથી પરેશાન લોકો માટે પણ વરીયાળી કોઈ રામબાણથી ઓછી નથી. ખાંસીથી પરેશાન લોકોએ વરિયાળીને શેકીને સાકરની સાથે સેવન કરવું જોઈએ.

વરિયાળીમાં એસેન્શિયલ ઓઈલ ફાઇબર એન્ટિઓક્સિડેન્ટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. તે લોહીને ચોખ્ખું કરે છે. જેનાથી ચહેરા પર રહેલા દાગ-ધબ્બા અને ખીલ દૂર થઈ જાય છે.

વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરી લોહીને સાફ કરે છે. વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે, પીધા બાદ વારંવાર પેશાબ લાગે છે જે શરીરમાં હાજર અશુદ્ધિઓને દૂર કરીને શરીરને શુદ્ધ રીતે ડિટોક્સ કરે છે.

ઘણા લોકોના શરીરમાં દૂધનુ પાચન સારી રીતે થતુ નથી. એવામાં અપચો અને કબજીયાતની પરેશાની થઇ શકે છે. દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી પાચનની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ સાથે જ આંખોની રોશની વધે છે. આખો દિવસ કોમ્પ્યુટર કે લેપટોપની સામે બેસી રહેવાથી આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તે નબળી પડી જાય છે. તેથી, રાત્રે સૂતા પહેલા, વરિયાળીના દૂધનું અવશ્ય સેવન કરો.

વરિયાળીમાં રહેલા પોષક તત્વ આંખો માટે ફાયદાકારક છે. વરિયાળીના સેવનથી આંખોની રોશની વધે છે. જેનુ સેવન દૂધની સાથે કરવુ ફાયદાકારક છે. આંખના સારા આરોગ્ય માટે વરિયાળીને સાકરની સાથે સેવન કરવુ પણ ફાયદાકારક છે.

પીરિયડ્સમાં વરિયાળીનુ સેવન અવશ્ય કરવું જોઈએ જો અનિયમિત પીરિયડ્સ હોય તો વરિયાળીના સેવનથી આ મુશ્કેલીમાંથી છૂટકારો મળી શકે છે.

Scroll to Top