આંબળા, હરડે અને બહેડાના મિશ્રણથી બનતા ચૂર્ણને ત્રિફલા કહેવામાં આવે છે. તે વજન નિયંત્રિત કરવા ઉપરાંત પેટને લગતા રોગો તેમજ પાચનતંત્રને લગતા રોગો તેમજ પેટમાં અંદરની ફોડલીઓ થતી હોય, આંતરડામાં સોજો આવ્યો હોય. પેટમાં ગરમી હોય તેમજ શરીરની રસ કોશિકાઓ નબળી પડી હોય તો તેમાં રાહત આપે છે. તે તમામ પ્રકારના રોગોમાં ફાયદો આપે છે. તેનાથી દુખાવો, સોજો, ત્વચા ની બળતરા થવી વગેરેમાં ફાયદો થાય છે. તેમાં ત્રણ ઓષધિઓ નો ઉપયોગ કરવામાં આવે છે. જે પાચન શક્તિને નિયંત્રિત કરે છે.
શરીરને પૂરતા પ્રમાણમાં ઊર્જા આપે છે. ત્રિફલા અને ગુગળ બંનેથી મોટાપો ઘટે છે. ચરબી ઑગળે છે. તેમજ લીવર અને ચરબી કૃતિઓમાંથી પાચનતંત્ર અને નિયંત્રિત કરે છે. ત્રિફલા પેટની આજુબાજુ વધી ગયેલી ચરબી ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત તે લોહીનું પરિભ્રમણ વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.
ત્રિફલા ના ઉપયોગથી મોઢામાં લાળનું પ્રમાણ વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જો મોઢામાં કોઈપણ પ્રકારનો દુખાવો હોય, પરુ નીકળતું હોય કે લાળ બનવાનું બંધ થઇ ગયું હોય કે મોઢા ની અંદર કોઈપણ જાતનો ઇન્ફેક્શન લાગ્યું હોય તો તેમાં ત્રિફલા આપણને મદદ કરે છે.
તેમાં એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ હોય છે. તે પાછળના ભાગમાં ફોડલી અને મોઢામાં થતાં ભગંદરના રોગમાં વધારે પડતું અસરકારક છે. સામાન્ય રીતે આ ફોડલી અને ભગંદર ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્રિફલા અને ગુગળ બંને પરિસ્થિતિમાં આપણા શરીરને ફાયદો પહોંચાડે છે. તે પાચનતંત્રને મજબૂત કરી અને શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે. તેનાથી શરીરમાં તેનું ઉત્સર્જન થાય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે. આ ઉપરાંત ઘણા બધા ચામડીને લગતા રોગોમાં પણ તે ઉપયોગી છે.
ત્રિફળાને સાંજે પાણીમાં નાખીને પલાળી સવારે ગાળીને આંખોને ધોવાથી આંખની દરેક પ્રકારની બીમારીઓ ઠીક થાય છે. ત્રિફળા ચૂર્ણને થોડા કલાકો સુધી પાણીમાં પલાળીને ગાળીને તેનું પાણી પીવાથી ગેસની સમસ્યા મટે છે. ત્રિફળાના પાણીથી આંખોને ધોવાથી આંખોના સોજા મટે છે. 10 ગ્રામ જેટલા ત્રિફળા તેમજ મીશ્રીને ઘીમાં ભેળવીને સેવન કરવાથી આંખનો દુખાવો, આંખ લાલ થવી, આંખનો સોજો વગેરે મટે છે.
ત્રિફળા પાણીથી ઘાવ ધોવાથી ઘાવ જલ્દી ઠીક થઇ જાય છે. ત્રિફળા ચૂર્ણમાં મોગરાનો રસ ભેળવીને વાટી બારીક કરી તેની મોટા બોર જેવડી ગોળીઓ બનાવી લેવી. આં ગોળીઓ દરરોજ 1 ગોળીનું સેવન કરવાથી જુનો ઘાવ હોય તો તે પણ ઠીક થાય છે. ત્રિફળાનો ઉકાળો ઉપદંશમાં ઉપયોગી છે. ત્રિફળાના ઉકાળાથી ઉપદંશના ઘાવથી ઘોવાથી અને ઉપરથી ત્રીફળાની રાખને મધમાં ભેળવીને લગાવવાથી ઉપદંશ જલ્દી ભરાઈ જાય છે અને ઠીક થાય છે.
1 ચમચી ત્રિફળાના ચૂર્ણને ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી વધેલું બ્લડપ્રેસર સામાન્ય થઇ જાય છે. 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણીમાં ભેળવીને રાત્રે કોઈ વાસણમાં રાખી દો. સવારે આ મિશ્રણને ગાળીને તેમાં થોડીક માત્રામાં મિશ્રી ભેળવી દો તેને પી લેવાથી લાભ મળે છે. તેનાથી વધેલું બ્લડપ્રેસર ઓછું થઈ જાય છે.
ત્રિફળા, અરડૂસી, ગળો, લીમડાની છાલ, કરિયાતું, કડુ વગેરે ભેળવીને વાટી લેવી. આ મિશ્રણની 20 ગ્રામ માત્રામાં લગભગ 160 મિલીલીટર પાણીમાં પકાવી લેવું. આ પાણીનો ચોથો ભાગ બચે ત્યારે તેમાં મધ ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા, પલાશ અને કોઠું ભેળવીને સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા રસમાં શેરડીનો રસ ભેળવીને પીવાથી કમળો મટે છે.
ત્રિફળાના ઉકાળાની 10 થી 20 મિલી માત્રા લેવાથી તાવ આવતા પહેલા 1 કલાકે લેવાથી ટાઈફોડ મટે છે. લગભગ 20 મિલીલીટર ત્રિફળાના ઉકાળાના ગળોનો રસ નાખીને પીવાથી ટાઈફોડ મટે છે. આંજણી ઠીક કરવા માટે પણ ત્રિફળા ઉપયોગી છે. 5 ગ્રામની માત્રામાં ત્રિફળા ચૂર્ણ અને 2 ગ્રામ માત્રામાં જેઠીમધને લઈને સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. ત્રિફળા રાત્રીંના સમયે પાણીમાં નાખીને રાખી દીધા બાદ સવારે ઉઠીને આ પાણીને કપડા વડે ગાળીને આંખો ધોવાથી આંજણી મટે છે. દરરોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ ત્રિફળા ચૂર્ણને હળવા ગરમ પાણીમાં સેવન કરવાથી આંજણી મટે છે.
1 ચમચી ત્રિફળા ચૂર્ણ ને રાત્રે લગભગ 200 ગ્રામ પાણીમાં ભેળવીને રાખી દેવા. સવારના સમયે આ પાણીને ઉકાળવું. આ પાણી ઉકળતા એમાંથી અડધું વધે ત્યારે ગાળીને રાખી લેવું. આ પછી 2 ચમચી જેટલું મધ ભેળવીને ગરમ પાણી પીવાથી થોડા જ દિવસમાં વજન વધવા લાગે છે.
વીર્ય વિકારમાં ત્રિફળા, દેવદાર, દારૂ હળદર તથા નાગરમોથાને સમાન માત્રામાં લઈને તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળાને સવારે અને સાંજે પીવાથી વીર્ય વિકારની સમસ્યા મટે છે. રક્તપિત્ત-લોહી નીકળવું જેવી સમસ્યામાં ત્રિફળા તેમજ ગરમાળોના 20 મિલીલીટર ઉકાળામાં મધ ભેળવીને પીવાથી રક્તપિત્ત, જલ, દાહ તેમાં દર્દ અને દુખાવો મટે છે.