દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા વિપુલ પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી કાળી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી કાળી દ્રાક્ષમાં આવેલ શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. માટે તેને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે.
સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ ધરાવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કાળી દ્રાક્ષ ખૂબ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે, અન્ય કેટલાક રોગો અને શારીરિક સમસ્યાઓ જે સુકી કાળી દ્રાક્ષ ખાવાથી દૂર થઈ શકે છે.
કાળી દ્રાક્ષમાં ખુબ જ સારા પ્રમાણમાં ફાયબર હોય છે. કાળી દ્રાક્ષમાં સારી ગુણવતાનું ફાયબર હોય છે. જે લેક્ઝેટીવ તરીકે કાર્ય કરે છે. આયુર્વેદમાં પેટ યોગ્ય રીતે કાર્ય ન કરે ત્યાં સુધી, તેનું ડાયજેશન બરાબર ન થાય, અનેક પ્રકારની તકલીફો થવાની સમસ્યા રહે છે. આ માટે પાચન તંત્રને ઠીક કરવું જરૂરી છે.
કબજીયાત રહેતી હોય, બરાબર પાચન ન થતું હોય, ગેસ રહેતો હોય, લોહી નીકળતું હોય, આ બધી સમસ્યાઓને લીધે ઘણી વખત વાળની સમસ્યા થાય, અનેક પ્રકારના દુખાવાઓ થાય, અનેક પ્રકારના રોગો થાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય, કબજીયાત રહેતી હોય, આ બધી જ વસ્તુને કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે.
જયારે આ સમસ્યામાં કાળી દ્રાક્ષ ખાવાથી તેની અંદર જે પુષ્કળ ફાઈબર આવેલું હોય છે, જેના લીધે આંતરડાની જે ગતીવિધિઓ છે. જે સારી રીતે થાય છે. જેના લીધે પાચન બરાબર થાય છે. જેના લીધે કબજિયાત જેવી કોઈ સમસ્યા થવા દેતું નથી. પાચનને અંતે ખુબ જ સારી અસર શરીરને થાય છે. જેના લીધે વાળ, ચામડી, રોગ પ્રતિકારક શક્તિ બધી જ વસ્તુઓમાં ખુબ જ ફાયદો કરે છે.
આજના સમયે ઘણા લોકોને એનીમીયાની તકલીફ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે. દ્રાક્ષની અંદર આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ રહેલા હોય છે. હિમોગ્લોબીનની ઉણપથી, આયર્નની ઉણપથી આ પ્રકારની એનિમિક સમસ્યા થતી હોય છે. આ પ્રકારે તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન આવેલું હોય છે. જે આ સમસ્યામાં અને આ સમસ્યાને લીધે વાળ ખરતા હોય તે સમસ્યામાં ઉપયોગી થાય છે.
હાડકા માટે પણ આ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. કાળી પલાળેલી દ્રાક્ષ હાડકાની તકલીફોને દૂર કરે છે. દ્રાક્ષમાં બોરોન નામનું તત્વ આવેલું હોય છે. બોરોન અને કેલ્શિયમ આપણા હાડકાને મજબૂતી આપવા માટે ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને અમુક વૃદ્ધોને, અમુક સ્ત્રીઓને હાડકા નબળા પડી જાય છે અને જેના લીધે તેને ઓસ્ટીયોપોરોસીસ નામની તકલીફ થાય છે.
જે લોકોને લો બ્લડ પ્રેસર રહેતું હોય તેમના માટે પણ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. એલોપેશીયા, હેરલોસ, વરટીગો આ બધા જે પ્રોબ્લેમ હોય છે જે લોકો માટે પણ આ ખુબ જ અસરકારક છે. દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન બી, વિટામીન સી આવેલું હોય છે, જેના લીધે આપણી ઈમ્યુન સીસ્ટમ પણ ખુબ જ વધે છે. કાળી દ્રાક્ષમાં રહેલા લુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલા છે દ્રષ્ટિ તેજ બનાવવામાં મદદ કરે છે. એક સ્ટડી પ્રમાણે, કાળી દ્રાક્ષ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી.
કોઈને પણ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો રાત્રે અડધા ગ્લાસ પાણીમાં ૮-૧૦ દ્રાક્ષ પલાળી સવારે ઉઠીને એ પાણી પીવથી અને પલાળેની દ્રાક્ષ ખાવાથી થોડા સમયમાં બ્લડ પ્રેસરની સમસ્યામાં આરામ મળે છે. પલાળેલી દ્રાક્ષમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કાળી દ્રાક્ષમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે ધમનીઓમાં જમા થયેલી તકતીને ધીરે-ધીરે બહાર કાઢી નાખે છે. ઍટલે જ તેના સેવનથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે. બદલાતી રેહતી જીવનશૈલીમાં કબજિયાત એ મોટી સમસ્યા બની ગઈ છે. સુકી દ્રાક્ષ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને પેટની તકલીફમાં પણ રાહત આપે છે. દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. દ્રાક્ષનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.
સૂકી દ્રાક્ષને પલાળીને ખાવાથી વધારે ગણ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. તેમાં નેચરલ શુગર પણ હોય છે. મોઢામાંથી આવતી દુર્ગંધને દ્રાક્ષના સેવનથી દૂર કરી શકાય છે. જો કોઈ મહિલાને નિયમિત મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ હોય તો, તેમણે દ્રાક્ષ ખાવી જોઈએ.