આ ઔષધિને કાયમ રાખો ઘરે, 100થી વધુ રોગો તમારી નજીક પણ નહિ આવે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદિક ચિકિત્સાનો ઈતિહાસ 5,000 વર્ષથી પણ વધુ જૂનો છે.ઔષધીય ગુણો ધરાવતી જડીબુટ્ટીઓનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક સારવારમાં કરવામાં આવે છે. આજે અમે એક એવી જ ઔષધિને વાત લઈને આવ્યા છીએ જેને હંમેશ ઘરે રાખી નિયમિત સેવન કરવાથી જીવનભાર પેટ, પાચન, કબજિયા, ખરતા વાળા ને ચામડીના રોગ દૂર રહે છે. આ ઔષધિનું નામ છે ત્રિફળા.

ત્રિફળા પણ આ જડીબુટ્ટીઓમાંથી એક છે. જ્યાં આયુર્વેદિક દવાઓની વાત કરવામાં આવે છે ત્યાં ત્રિફળાનું નામ ચોક્કસ આવે છે અને જો તમે પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરશો તો તમને ત્રિફળા વિશે પણ ખબર પડશે.

ત્રિફળા અથવા ત્રિફળા ચૂર્ણ એ એક કરતાં વધુ ઔષધિઓમાંથી તૈયાર કરાયેલ હર્બલ પાવડર છે. ચરક સંહિતામાં ત્રિફળાના સ્વાસ્થ્ય લાભોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રિફળા આમળા, હરડે અને બહેડાના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે. આ આયુર્વેદિક મિશ્રણ ઘણા રોગોની સારવાર અને નિવારણમાં અસરકારક છે.

ત્રિફળા ચૂર્ણને આયુર્વેદમાં કાયાકલ્પ કરનાર હર્બલ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે.પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે.હકીકતમાં, આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે “ત્રિફલા ચૂર્ણ શરીરની સંભાળ રાખે છે જેમ તમારી પોતાની માતા તમારી સંભાળ રાખે છે”. તો ત્રિફળા ચૂર્ણમાં શું ખાસ છે?તો ચાલો જાણીએ ત્રિફળા ચૂર્ણના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે.

ત્રિફળા ચૂર્ણ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. જો તમે કોઈપણ ડાયટ અથવા કસરત કર્યા વિના વજન ઘટાડવા માંગો છો, તો તેના માટે ત્રિફળા ખૂબ જ સારો વિકલ્પ છે.

મોટાભાગની પ્રોસેસ્ડ મેંદા માંથી બનેલી ખાદ્ય ચીજો પચવામાં અઘરી હોય છે અને તે પાચનતંત્રમાં મૂળભૂત રીતે નીચેના આંતરડાના કેટલાક ભાગોમાં અટવાઈ જાય છે અને પાચન તંત્રની કાર્યક્ષમતા ઘટાડે છે. તેથી વારંવાર ભૂખ લાગે છે અને વધુ ખવાય જાય છે, જે વજન વધવા પાછળનું મુખ્ય કારણ છે. ત્રિફળા આંતરડાના પેશીઓને મજબૂત અને સાફ કરે છે, જે વજનને નિયંત્રિત કરે છે.

આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી દૂર કરે છે. અને આ કારણોને લીધે, તે વધારાની ચરબી અને સ્થૂળતા ઘટે છે. તેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે ત્રિફળા એક બેસ્ટ ઈલાજ છે.

તે પાચન અને ભૂખ વધારવામાં, લાલ રક્તકણોની સંખ્યા વધારવા અને શરીરમાં વધારાની ચરબીનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ છે.ત્રિફળાને ચા અથવા ઉકાળાના રૂપમાં લઈ શકાય છે.ત્રિફળાનો ઉકાળો મધમાં ભેળવીને પીવાથી પણ વજન ઓછું થાય છે.

તે આંખના ઘણા રોગો અને આંખની દ્રષ્ટિ સુધારવા માટે પણ ફાયદાકારક છે.તે આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ગ્લુકોમા, મોતિયાના પ્રારંભિક તબક્કા અને નેત્રસ્તર દાહ જેવા રોગોની પણ સારવાર કરે છે.તાંબાના વાસણ અથવા માટીના વાસણમાં પાણી ભરીને તેમાં 2 ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાત્રે પલાળી દો.સવારે તેને કપડાથી ગાળી લો અને તે પાણીથી આંખો ધોઈ લો.તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.તેનાથી આંખો સ્વસ્થ રહે છે.

તેના ઉપયોગથી આંખોની બળતરા, લાલાશ વગેરે પણ દૂર થાય છે.ગાયના ઘી અને મધના મિશ્રણ સાથે ત્રિફળાનું સેવન કરવું આંખો માટે વરદાન છે. વિટામીન સીની ભરપૂર માત્રાને કારણે તે ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે. ત્વચાની કરચલીઓ અટકાવવા માટે વિટામિન સી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે.તેનાથી ત્વચાની શુષ્કતા પણ દૂર થાય છે.

ત્રિફળા પાવડર ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે અને ત્વચામાં કુદરતી ચમક પણ લાવે છે.તે મૃત કોષોને દૂર કરે છે, છિદ્રોને ખોલે છે અને લોહીને પણ સાફ કરે છે જે ચહેરાને કુદરતી ચમક આપે છે. તેનો ઉપયોગ ચામડીના ફોલ્લીઓ, કોઈપણ પ્રકારના ડાઘ, ખીલ અથવા સનબર્નની સારવાર માટે કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top