પ્રાચીન સમયથી વડવાઓ કોપરું અને ગોળ ખાતા આવ્યા છે. અને એજ કોપરને તરછોડી દઈએ છીએ. પૂજા પાઠ દરમ્યાન હંમેશાં જે નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમજ પૂજા હોય કે હોમ દરમિયાન ભીના અને સુકા નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે.
કોપરું ખાવાથી હાડકા મજબુત બને છે. સુકું નારીયેલ ખાવાથી ત્વચા, લીગામેન્ટસ, ટેન્ડસ અને હાડકા ના ટિશ્યુઝ માં મજબૂતી આવે છે. અને ટીશ્યુજ ને મિનરલ્સ પણ મળી જાય છે.
કોપરું ખાવાથી ખાંસી, ફેફસાના રોગો અને ટીબી, જેવા રોગો દૂર થાય છે. સુકા નારિયેળને ઘસીને છીણ બનાવી લો. પછી એક કપ પાણીમાં ચોથા ભાગનું છીણ પલાળી દો. બે કલાક પછી તેને ગાળીને નારિયેળનું છીણ કાઢીને વાટી લો. તેને ચટણી જેવું બનાવીને પલાળેલા પાણીમાં ઘોળીને પી જાવ. તે રીતે તેને રોજ ત્રણ વાર પીવાથી ખાંસી, ફેફસાના રોગો અને ટીબીમાં લાભ થાય છે.
કોપરું ખાવાથી અનેક રોગોથી મુક્તિ અપાવે છે, જે સુકા નાળિયેરમાં કોલેસ્ટરોલ હોતું નથી. જેના કારણે તમને મેદસ્વીપણાની સમસ્યાથી પણ રાહત મળતી રહે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરવા માંગતા હો તો તમારે સુકા નાળિયેરનો વપરાશ તમારા રોજિંદા જીવનમાં યુઝ કરો.
કોકોનેટ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને ઓછો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને સ્ત્રીઓને જે સ્તન કેન્સર થવાની સંભાવના હોય છે. માટે તેને ખોરાકમાં જરૂર સામેલ કરો. તેનાથી કેન્સર થવાના સંભાવના ઓછી થય જાય છે સ્વાસ્થ્યમાં જબરદસ્ત ફાયદો જોવા મળે છે.
સુકા નારિયેળમાં તંદુરસ્ત ફેટ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે જેનાથી આર્ટરીજમાં બ્લોકેજની શક્યતા ઓછી થઇ જાય છે અને હ્રદય પણ સારી રીતે કામ કરે છે અને હ્રદયનો હુમલનો ભય નથી રહેતો.
સુકા નારીયેલમાં ફાઈબર હોય છે જે પણ હ્રદયને હેલ્દી બનાવી રાખે છે. પુરુષના શરીરને 38 ગ્રામ ડાયટરી ફાઈબર અને મહિલાના શરીરમાં 25 ગ્રામ ડાયટરી ફાઈબર જરૂરી હોય છે. આવી સ્થિતિમાં સુકા નાળિયેર આપણા શરીરમાં આ ઉણપને પૂર્ણ કરે છે જે તમને હૃદય સંબંધિત અનેક રોગોથી બચાવે છે. સુકા કોકોનેટથી શરીરની જરૂરિયાત પૂરી થઇ જાય છે.
સૂકું નાળિયેર તમારા હાડકાં સ્ટ્રોંગ રાખે છે. કોપરું હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે જેને તમે અડતા પણ નથી. કારણ કે હાડકાં માટે જરૂરી ખનિજ તત્વો મેળવવા ખૂબ જ ફાયદાકારક છે. અને કોપરામાં આ ખુબજ પ્રકારમાં મળી આવે છે
હાડકાંમાં આ જરૂરી તત્વો નથી તો આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગો થવાની શમભાવના રહે છે. આમાં એવા ઘણા ખનિજો છે જે તમારું આરોગ્ય જાળવી રાખે છે, જે તમને આ રોગોથી પણ બચવા માટે મદદ કરે છે. ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ સૂકા નાળિયેર થી બનાવવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે મોટા ફાયદા કારક છે.
શરીરમાં લોહીની કમી હોય તે જીવલેણ પણ થઈ શકે છે. સામાન્ય રીતે મહિલાઓમાં લોહીની કમી વધુ જોવા મળે છે, લોહીની કમીને કારણે મહિલાઓ કમજોર પડી જતી હોય છે તેથી મહિલાઓએ સૂકું નાળિયેર ખાવું જોઈએ. સૂકા નાળિયેરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જેથી એનિમિયા જેવી સમસ્યાઓ થતી નથી.