આયુર્વેદ મુજબ જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે પહેલા પાણી પીવો. દિવસની શરૂઆત પાણીથી કરો છો. આ વસ્તુને “ઉષાપણા” કહેવામાં આવે છે. વપરાશ એટલે સવારે ચાર વાગ્યે ઉઠવું અને પહેલા પાણી પીવું.
સવારના સમયે જાગીએ ત્યારે મોંમાં લાળનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને દાંત ન ધુઓ અને ના કોગળા કરો. કેમ કે આમ કરવાથી તે લાળ બહાર થુંકવી પડે છે. જો પાણી પીશું તો આ લાળ અંદર જશે. સવારની લાળ ખૂબ જ આલ્કલાઇન હોય છે. અને તેનાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. તે શરીરમાં જશે અને પેટના તમામ રોગોને દૂર કરશે.
સવારની લાળ ને જયારે ટેસ્ટ કરીને તેનો પીએચ કાઢ્યો તો તે 8.4 નીકળ્યું. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી લાળ માં ખૂબ જ વધુ મેડિસિનલ પ્રોપર્ટીઝ રહેલી છે. ઘણા બધા લોકોને આંખોની નીચે કાળા અર્ધ ચક્ર આકારના ધાબા થાય છે તે ઠીક ન થાય તો સવાર સવારની બનેલી લાળ ને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરો થોડા જ દીવસમાં તે ઠીક થઇ જશે.
આંખો નબળી હોય અને તે ચશ્મા દૂર કરવા માંગતા હોય તો સવારની લાળ ને આંખમાં કાજલની જેમ લગાડો. આખના નંબર નીકળી જશે. જો શરીરમાં તમને ક્યાંય ઘા વાગ્યો છે અને તે જલ્દી સારું થતું નથી તો તે જગ્યાએ પણ તમે લાળ લગાડી દો. તેની અસર તમને જલ્દી જોવા મળશે.
જો કોઈને ફોડકી કે ખીલ, થઇ જાય કે ચહેરો ખુબજ ખરાબ દેખાવા લાગે તો એવામાં તેને સવારની લાળ ચહેરા પર લગાડવી જોઈએ. આમ કરવાથી ડાધ પણ મટી જશે.
સવારે જાગીને પહેલા એક ગ્લાસ પાણી પીવાથી હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે. સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી છે. તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.
જાડાપણું એ પોતામાં એક મોટું દુઃખનું કારણ છે, સાથે સાથે શરીરની આસપાસના અન્ય ઘણા રોગો થાય છે. તેથી પેટની ચરબી ઘટાડવા માટે ઘણી દવાઓ અને ઉપાયો છે.
દરરોજ સવારે ખાલી બે ગ્લાસ નવશેકું પાણી મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થાય છે હકીકતમાં, જ્યારે સવારે ગરમ પાણી પીવામાં આવે ત્યારે તે શરીરના ચયાપચયમાં 24% વધારો કરે છે. આમ વજન નિયંત્રિત થાય છે.
આજકાલ અમુક જીવન વીમા કંપની ઓ એ વીમા સાથે એક નવો જ નિયમ પોતાની સાથે જોડી દીધેલ છે. તે કોઈનો જીવન વીમે ઉતારતા પહેલા તમારા મોઢાની લાળ ની તપાસ કરાવે છે જે તેમાં એક્સલાઈન ઓછી હશે તો વીમો નહિ ઉતારે કેમ કે તેમને ખબર છે કે તમારી જીવવાની આશા આમ પણ ઓછી છે.
લાળ સૌથી ઓછી ત્યારે બને છે જયારે તમે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો છો તે બધા એકલેલાઇન છે. આપણા જીવનમાં તમે જેટલા પણ ટૂથપેસ્ટ યુઝ કરો છો તે બધા એન્ટીઆલ્કલાઇન છે તે બધા તમારી લાળ નું ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી દે છે.