મોઢાનો આ એક રોગ,જે વાયુથી થતો રોગ છે. આ રોગનું નામ હનુગ્રહ છે. હનુગ્રહ નામના વાયુ પરથી આ રોગ થાય છે. માટે આનું નામ હનુગ્રહ આપ્યું છે. આ રોગ કેવી રીતે થાય છે,જાણો. મોઢામાં બે જડબા છે, જેમાં ઉપરનું જડબું સ્થિર હોય છે,અને નીચેનું જડબું હલનચલન કરી શકે છે.બંનેનો સાંધો કાન જોડે હોય છે.
જે લોકોના મોં ખૂલતા નથી, સાડા ત્રણથી ચાર આંગળા તમારા મોંમાં નાખો,અને તમારું મોં ખૂલે તો ભવિષ્યમાં તમને આ હનુગ્રહ રોગ થશે નહીં. અથવા તમે આ રોગના શિકાર નથી. અને જો મોં ખૂલતું નથી તો તમે આ રોગના શિકાર થઈ શકો છો. સૌથી વધુ જોઈએ તો જે લોકો પાન,સોપારી,તંબાકુ,મસાલા,કિમામ ખાતા હોય તેમના મોં ખૂલી શકતા નથી.
આ બધુ ખાવાથી અંદરના સ્નાયુ બરડ થઈ જાય છે.આ સિવાય ભવિષ્યમાં કોઈને વાયુનો પ્રકોપ થાય તો પણ જડબાનું હલનચલન ઓછું થાય છે, વ્યસન ન કરતા હોય તેને પણ આ રોગ ભવિષ્યમાં થઈ શકે છે. જોઈએ તો 80 % રોગ વ્યસન કરતા લોકોને થઈ શકે છે.
જો ગુટખા ના કારણે તમારું મોઢું નથી ખુલતું તો તમારે ઘરેલૂ ઉપચાર કરવાની જરૂર નથી. તમે તરત જ ડોક્ટર પાસે જાવ કારણ કે તે કેન્સર પણ હોઈ શકે છે. જેનું મોઢું થોડું થોડું ખુલે છે તેના માટે આ ઉપાય કાર્યગત છે. ગુટખા ખાવાથી ત્વચા સખ્ત થઈ જાય છે જેના લીધે મોઢું નથી ખુલતું. મોઢું પૂરું સારી રીતે ખુલી શકે તેના ઉપાયો નીચે પ્રમાણે છે.
અખરોટ ને સોપારી ની જેમ પીસી લ્યો. જેવી રીતે ગુટખા ચાવો છો તેમ તેને ચાવીને તેના રસને થુકતા રહો. વધારે સમય સુધી એવું જ કરતા રહો. પછી તેને મોઢા માંથી કાઢી મોઢું ધોઈ લેવાનું છે. તમારી આંગળી ઓ જેટલી જાય તેટલી ને મોઢા ની વચ્ચે બે થી પાંચ મિનિટ રાખો.
તલના તેલના કોગળા કરો, આનાથી અંદરના સ્નાયુઓ પોતાની ગુમાવેલ સ્થિતિસ્થાપકતા ધીમે ધીમે પાછી મેળવે છે. બીજો ઉપાય જોઈએ તો આઇસ્ક્રીમની ચમચીઓ લો,મોઢું જેટલું ખૂલે એટલી ચમચી આઇસક્રીમની મોઢામાં મૂકો.પછી બીજા દિવસે આ ચમચીઓમાં એક ચમચી વધુ મૂકો,એમ કરી રોજ એક-એક ચમચી વધારતા જાઓ.આનાથી પણ ખૂબ ફાયદો જોવા મળશે.
બીજો ઉપાય જોઈએ તો સૌથી પહેલા 10 મિલી નારિયેળનું તેલ લો, જેને મોઢામાં રાખો,ત્યારબાદ જમતા હોય તેમ જડબું હલાવો. દિવસમાં 2-3 વાર આવું કરવાથી પણ ખૂબ જ ફાયદો જોવા મળે છે. હૂંફાળા ગરમ પાણીના કોગળા નિયમિત કરો. જો વધુ તકલીફ હોય તો પહેલા યોગ્ય ડોક્ટરની સારવાર જરૂર લેવી જોઈએ.