માત્ર એક ચપટી આ નાનકડા બીજ ભલભલા રોગ છૂમંતર,આ ધરતી પરની સંજીવની કેન્સરને પણ કરી દેશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરમાં બધી બીમારિયોની શરૂઆત પેટથી થાય છે અને પેટ ખરાબ થવાનું મુખ્ય કારણ છે કબજીયાત. કબજિયાત લગભગ 100 થી પણ વધુ રોગોને નોતરે છે. તેથી સૌપ્રથ કબજિયાતથી છુટકારો મેળવવો આવશ્યક છે. આઆ માટે જ અમે એક એવી વાસ્તુ વિષે જણાવવા જઈ રાય છીએ જે પેટને તો સાફ કરશે જ પરંતુ સાથે સાથે બીજા અન્ય રોગોથી પણ શરીરને રક્ષણ આપશે.

એ ઔષધિનું નામ છે તકમરિયાં. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તકમરિયા અનેક રોગોને મટાડે છે. તકમરિયાએ જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે. ભારતમાં પ્રાચીન સમયથી જોવા મળતો આ છોડ છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરિયાને એન્ગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવામાં આવે છે.

ઉનાળો આવતાની સાથે જ લોકો અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરી દે છે. શરીર ને ઠંડક મળે એવી વસ્તુઓનું સેવન કરવા લાગી જાય છે. એવી વસ્તુઓ કે જે આપણને ગરમી થી રક્ષણ આપે, લૂ થી બચાવે, સ્કીન ને પ્રોટેકટ કરે. એવા ફળ એવા ફ્રુટ્સ ખાતા થઇ જઈએ છીએ કે જે શરીર ને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”

તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે. તકમરીયા માં રહેલા ફાઇબર પાચન તંત્ર સુધારે છે. તેમજ તેનાથી પાચનક્રિયા ઝડપી થાય છે. તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી બી નાખી વાપરવાથી પાચન સુધરે છે.

તકમારીયાનું સેવન કરવા માટે એક ગ્લાસમાં પાણીમાં તકમરિયા અને ખડી સાકર પલળવા મૂકી દો. બાદમાં પલળીને ફૂલી જાય ત્યારે આ મિશ્રણ પિય લ્યો. આ રીતે તકમરિયાં પીવાથી એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મળી જાય છે.  તકમરીયા હદયરોગ માટે પણ ખૂબ જ સારા છે. ઓમેગા ૩ અને ઓમેગા ૬ એસિડ થી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે છે એ સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ અને પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોકનો ખતરાને ઘટાડે છે.

તકમરિયા ભૂખ લગાડે છે તેમજ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. તકમરિયા પૌષ્ટિક હોવાથી તે યકૃતની મંદતા, પ્લીહા તથા મૂત્રાશયની વ્યાધિમાં ગુણકારી છે. તકમરિયાના બીજને વાટીને ખાંડીને બાવળના ગુંદર સાથે તેનો ઉપયોગ કરવાથી મરડો મટે છે. તકમરિયાના મુળિયા નાના બાળકોને કબજિયાત મટાડે છે.

તકમરિયાના પાંદડાને વાટીને ધાધર પર લગાડતા ધાધર મટે છે. લોહીને તકમરિયાના બીજ શુદ્ધ કરે છે જેના લીધે તે શરીરમાં ચામડીના રોગો થતા નથી. સાથે તે શારીરિક ક્ષમતામાં પણ વધારો કરે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.

Scroll to Top