માત્ર એક ચમચી ખાઈ લ્યો આ વસ્તુ પેશાબની બળતરા અને ઉનાવા ક્યારેય નજીક નહીં આવે, પેશાબના દરેક રોગ માટે અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અમે અવારનવાર જનવીએ જઈએ અને આજે પણ કહું છું કે શરીરમાં પાણીની કમીને કારણે અનેક રોગો થાય છે. અમનો એક રોગ વિષે જણાવી તેનો દેશી ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ. પાણી ઓછું પીવાથી પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. મેડિકલ ભાષામાં UTI થી ઓળખાતી આ સમસ્યાને ગ્રામીણ ભાષામાં “ઉનવા”થી ઓળખીએ છીએ.

ઉનાળો શરૂ થતાં જ ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. જોકે આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે.

આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરે છે. ઊનવા એ શરીરમાં લાગતા વિવિધ પ્રકારના ચેપમાં આ ચેપ બીજા નંબરે આવે છે.!! પહેલા નંબરે આવે છે છાતીમાં લાગતો ચેપ. દા.ત.ફેફસામાં લાગતો ચેપ. આ સમસ્યા યુવાન, ઘરડા કે બાળકો કોઈને પણ થઈ શકે છે.

આયુર્વેદીક શાસ્ત્રો સાટોડીનું ચૂર્ણ ઉનાવાના બેસ્ટ ઈલાજ તરીકે સૂચવે છે. 2 ભાગ પુનરનર્વા અને 1 ભાગ ગોખરુ મિક્ષ કરી બનાવેલું ચૂર્ણ વધારે ઉત્તમ પરિણામ આપે છે. આ ઉપરાંત મૂત્ર વિકારમાં ગોખરુ ઉત્તમ કાર્ય કરે છે, દર્દીએ ગોખરાનું તાજું બનાવેલું ચૂર્ણ ખાવું, મૂત્રવિકાર માટે રસાયણ ચૂર્ણ પણ ઉત્તમ ગણાય છે તેમાં ગળો, ગોખરું અને આમળાં સરખે ભાગે લેવામાં આવે છે, ત્રણે દ્રવ્યો પિત્તશામક અને દાહશામક છે. ગોખરુની બીજી બનાવટ ગોક્ષુરાદી ગુગળ પણ ઉનવા માં ઉપયોગી છે.

કાકડીમાં અઢળક ગુણો રહેલાં છે. તે શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરામાં આરામ મળે છે અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદ કરે છે. વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સિટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરે છે. તેના માટે એલચી અને આમળાનો ચૂર્ણ સમાન ભાગમાં લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

જ્યારે પણ તમને યુરિનરી ઈન્ફેક્શનને કારણે પેશાબમાં બળતરા થાય છે તો આહારમાં દહીંને અવશ્ય સામેલ કરો.દહીં ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી. આ ઉપરાંત તકમરિયાંને પાણીમાં પલાળીને સાકર સાથે પીવાથી ફાયદો થાય છે. એલચી,ધાણા, વરિયાળી, ગુલાબ વગેરેને પાણીમાં એક રાત પલાળી બીજે દિવસે ખૂબ ચાળીને પી જવાથી સારો લાભ થાય છે  દિવેલ અને પાણીને સારી મેળવી ઇન્દ્રિય ઉપર તે પ્રવાહીની ધાર કરવાથી રાહત થાય છે.

Scroll to Top