સુરતનું નામ પડે એટલે સૌથી પહેલા સુરતી લોચો યાદ આવે છે. સુરતી લોચો બનાવવાની રીત થોડી ઢોકળા બનાવવાની રીત સાથે મળતી આવે છે. જો તમને પણ લોચો ભાવતો હોય તો આ રીતે એકદમ બજાર જેવો જ સુરતી લોચો ઘરે જ બનાવી લ્યો.
2 કપ ચણાની દાળ અને 1 કપ ચોખાને કરકરા દળાવી લેવા જેથી ગમે ત્યારે આ લોટનો ઉપયોગ કરીને માત્ર 5 મિનિટમાં આસાનીથી ઘરે જ સુરતી લોચો બનાવી શકાય. સૌ પ્રથમ લોચો બનાવવા માટે આદુ-મરચાની પેસ્ટ ,1 ટી સ્પૂન હળદર ,1 ટી સ્પૂન હીંગ ,સ્વાદાનુંસાર મીઠું, 2 ટે. સ્પૂન તેલ અને લોટ કરતાં ડબલ છાશ લેવી.
લોચા માટેનો મસાલો બનાવવાની સામગ્રીઃ
1 ટી સ્પૂન લાલ મરચું પાઉડર,1 ટી સ્પૂન જીરું પાઉડર ,1 ટી સ્પૂન સંચળ પાઉડર અને 1/2 ટી સ્પૂન શાકમાં વાપરતા હોય એ ગરમ મસાલો.
લોચા માટેનો મસાલો બનાવવાની રીત:
લોચાનો ટેસ્ટ તેના મસાલાથી વધારે સારો આવે છે. આ માટે એક બાઉલમાં લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો અને સંચળ પાઉડર લઈને મિક્સ કરી લો.
લોચો બનાવવાની રીતઃ
એક તપેલીમાં તેલ મૂકી તેમ આદું-મરચાંની પેસ્ટ, હિંગ હળદર અને છાશ નાખી વઘાર કરો છાશ બરાબર ઉકાળી જાય પછી તેમ મીઠું અને છાશના અડધા પ્રમાણમાં લોટ નાખી બરાબર હળવો, અહી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ નાખ્યા બાદ ચમચાથી એક બાજુ જ હલાવવાનું છે નહીં તો તેમાં લોટની ગોળી બની શકે છે. આ બેટેર થોડું ઢીલું રહે એ પ્રમાણે બનાવવું.
ત્યારબાદ તપેલીને ઢાંકીને 2 મિનિટ ધીમા તાપે લોચાને ચડવા દ્યો. જો બેટર થોડું જાડું લાગતું હોય તો તેમાં થોડી છાશ ઉમેરી શકો છો. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેમાં ઉપરથી બટર અથવા તેલ, ડુંગળી, મોળી સેવ, ગ્રીન ચટણી, બનાવેલો સ્પેશિયલ મસાલો ઉમેરો. હવે, તેને કોથમીરથી ગાર્નિંશ કરી સર્વ કરો. તો તૈયાર છે સુરતી લોચો.