સોના કરતાં પણ વધુ ગુણકારી છે આ પાણી, 100થી પણ વધુ રોગોનો કરે છે સફાયો, કોલેસ્ટ્રોલ અને કિડની માટે તો છે રામબાણ…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દેશના અમુક વિસ્તારમાં આજે પણ જવના રોટલા ખવાઈ છે. પરંતુ ભાગદોડ ભરી જીંદગીમાં શહેરી લોકો હેલ્ધી ખોરાકને બદલે જંકફૂડ તરફ વળ્યા છે. જવનું પાણી સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. તો જવના પાણીમાં અઢળક ફાયદા રહેલા છે. જેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જવના પાણીને ઉકાળીને તેમાં ખાંડ અને લીંબુ મિક્સ કરીને પીવામાં આવે તો તે એક સ્વાદિષ્ટ પીણું બની શકે છે. સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે.

જવના પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન જવ લો એની અંદર એક કપ પાણી નાંખો. જ્યાં સુધી મિશ્રણ નરમ ન થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ મિક્ષણને ગાળી લો. તૈયાર છે જવનું પાણી. જવ એક ખૂબ જ ફાયદાકારક અનાજ છે. એમાં વિટામીન બી કૉમ્પ્લેક્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયનમ, મેગેનીઝ, સેલેનિયમ, ઝિંક, કૉપર, પ્રોટીન જેવા ઘણા પ્રકારના એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. તમે એને દરરોજ આહારમાં સામેલ કરીને શરીરના તમામ રોગો અને ખાસ કરીને મેદસ્વિતાથી બચાવી શકો છો. રોટલી રૂપે ખાવાથી એક બાજુ શરીરના પોષક તત્વોની ખામી રહે છે તો બીજી બાજુ એનું પાણી પીવાથી શરીરમાં જમા એકસ્ટ્રા ચરબી ઓછી થઇ જાય છે.

ગઠિયાની સમસ્યા અને સાંધાના દુખાવામાં જવનું પાણી ખૂબ પીવું જોઇએ. જવનું પાણી પીવાથી રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના પગમાં સોજા આવી જાય છે. આ સોજાને દૂર કરવા માટે પણ જવનું પાણી ખૂબ ઉપયોગી થાય છે.

જવ પથરીના રોગમાં પણ ખૂબ લાભદાયી હોય છે. જવનું પાણી પીવાથી પથરી નીકળી જાય છે. પથરીના દર્દીને જવની રોટલી, ધાણી, વગેરે જેમાં જવનું પ્રમાણ વધારે હોય તેનું સેવન કરવું જોઇએ. જેથી પથરી શરીરની બહાર નીકળી જાય છે. જવનું પાણી શરીરને અંદરથી ડીટોક્સ કરે છે. લોહીશુદ્ધિ કરવા માટે જવ એ સૌથી સારૂ ટોનિક હોય છે. ગળામાં સોજો, વધારે તરસ લાગવી અને જો બળતરા થતી હોય તો એક કપ ભરીને જવને પીસી લો અને પછી તેને પાણીમાં આઠ કલાક સુધી પલાળી રાખો. થોડીવાર રાખીને હૂંફાળું થાય એ પછી બે વાર કોગળા કરો.

જવની રોટલી ખાવાથી કબજીયાત નથી થતી તેમજ ગેસ પણ નથી થતો. જવમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. આથી પચવામાં સરળતા થાય છે. જવનું પાણી પીવાથી પેટ ઓછું થાય છે. એસિડીટીમાં જવનું પાણી મધમાં નાખીને પીવાથી લાભ થાય છે.

જવ ના પાણી માં જોવા મળતું તત્વ કોલેસ્ટ્રોલનું સ્તર બરાબર રાખે છે. જેના કારણે તમને કોઈ પણ પ્રકારની હાર્ટ રોગ નહીં થાય. કોલેસ્ટરોલનું સ્તર ઓછું કરવું એ હૃદયરોગનું મુખ્ય કારણ છે . જવ નું પાણી તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને તેની સાથે સાથે તમારી ત્વચા પણ સુધરે છે. ઉનાળાની ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. જો તમે મસાલેદાર ખોરાક ખાધો છે, જેના કારણે તમને પેટમાં બળતરા થાય છે, તો તેને દૂર કરવા માટે તમારે જવનું પાણી પીવું જોઈએ, જેનાથી તમારા પેટમાં બળતરા દૂર થાય છે .જો તમને યૂરિનથી જોડાયેલી કોઇ સમસ્યા છે તો જવનું પાણી તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત કિડનીથી જોડાયેલી સમસ્યાઓમાં જવનું પાણી ખૂબ મદદરૂપ હોય છે.

બ્લડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવા માટે જવનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે. કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થવાનું કારણ દિલથી જોડાયેલી ઘણી પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ ઓછું રહે છે. જવનું પાણી પીવાતી શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નિકળી જાય છે. જેનાથી ચહેરો પણ નિખરે છે.

જવનું પાણી બ્લડ સુગરને કાબૂમાં લેવાની ક્ષમતા માટે જાણીતું છે. જવનું પાણી પીવાથી બ્લડ સુગર સ્પાઇક્સને નિયંત્રિત કરવામાં ફાયદો થઈ શકે છે. જમ્યા પછી બ્લડ શુગર ઘટાડવા ડાયાબિટીઝના દર્દીઓ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થયેલું છે આ પાણી. આ પાણી એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે તે ડાયાબિટીસને સુધારે છે.
કિડનીને સ્વસ્થ રાખવા માટે જવના પાણીનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. કારણ કે જવના પાણીમાં મૂત્રવર્ધક પદાર્થ ગુણધર્મો છે.

મૂત્રવર્ધક પદાર્થ હોવાના કારણે જવનું પાણી સરળતાથી પેશાબ દ્વારા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. જેના કારણે કિડનીમાં વધારે કેલ્શિયમ જમા થતું નથી. જવનું પાણી કિડનીના ડિટોક્સિફાઇંગ ઉત્પાદનો તરીકે પણ ફાયદાકારક છે. જવના પાણીનું નિયમિત સેવન કરવાથી કિડનીના કેન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top