મીઠું એક એવી વસ્તુ છે, જેના વગર આપણે ખોરાકના સ્વાદની કલ્પના પણ કરી શકતા નથી, પરંતુ ઘરોમાં સામાન્ય રીતે વપરાતું સફેદ મીઠું ખૂબ જ હાનિકારક છે, તેના બદલે જો તમે નિયમિતપણે સિંધવ મીઠું ખાવાનું શરૂ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે. સિંધવ મીઠું એક પ્રકારનું ખનિજ છે, જેને મીઠાના શુદ્ધ સ્વરૂપ તરીકે ગણી શકાય.
સિંધવ મીઠાનો ઉપયોગ કોઈપણ ખાદ્ય બનાવવા માટે કરી શકાય છે, કારણ કે તેને કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. સિંધવ મીઠાને હિમાલયન મીઠું, રોક મીઠું, સિંધા મીઠું, સંધવ મીઠું, લાહોરી મીઠું અથવા હેલિડ સોડિયમ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. સિંધવ મીઠું મરાઠીમાં ‘શેંડે લોન’ તરીકે ઓળખાય છે.
અન્ય મીઠાની તુલનામાં સિંધવ મીઠું ખાવાના ફાયદાઓ સૌથી વધુ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં 90 થી વધુ ખનિજો છે. તે મેગ્નેશિયમ અને સલ્ફરથી બનેલું છે.ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈડ, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવાં પોષક તત્વો પ્રચુર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.
રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.
ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.
પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.
વેટ લોસ માટેનો આ એક બેસ્ટ ઉપાય છે. સિંધવ મીઠુંવાળા પાણીમાં 15 મિનિટ આખા શરીરને ડુબાડી રાખો. તેના માટે 1 ટબમાં નવશેકું પાણી લઈને તેમાં સારી માત્રામાં સિંધવ મીઠું નાંખો. પછી આ પાણીમાં થોડીવાર રહો. આનાથી બોડી ડિટોક્સીફાઈ થાય છે અને વજન ઉતરે છે.
આ પાણી ત્વચા સંબંધી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. બોડી ડિટોક્સ થવાને કારણે બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ નીકળી જાય છે અને તેનાથી સ્કિન ગ્લો કરે છે અને મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. સપ્તાહમાં 2-3વાર સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન કરો.
બહુ ઓછા લોકો જાણતા હશે કે, આ મીઠામાં શરીર માટે સૌથી જરૂરી તત્વ જેવા કે, લોહ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક વેગેરે શામેલ છે.સિંધવ મીઠું સાથે લીંબુનો રસ મેળવી પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે અને પેટના કીડાઓની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.રોજ સિંધવ મીઠું ખાવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે સાથે જ ટૉક્સિન (હાનિકારક તત્વો)ને બહાર કાઢે છે.