કફ, તાવ, શરદી, દમ, અસ્થમાનો ખુબ જ ઉપયોગી છે આ ઉપચાર, અજમાવીને મેળવો 100% પરિણામ.. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટા ભાગના લોકોને કફની સમસ્યા કાયમ રહેતી હોય છે.  આ કફના લીધે ઉધરસ અને માથું દુખવા અને તાવ આવી જાય તેવી સમસ્યા પણ વધે છે. હવામાન બદલાતા આ સમસ્યામાં વધારો થાય છે. ઘણા લોકોને આ કફના લીધે છીંકો પણ આવવા લાગે છે. ગાળામાં કફ એ મોટી સમસ્યા છે, આ કફ જામવાથી વ્યક્તિને ગળું સાફ કરવાની જરૂર પડે છે.

ગળામાં કફને લીધે ગળું ભારે રહે છે અને ખંજવાળ આવે છે તો ક્યારેક ગળામાં બળે પણ છે. આ પરિણામે કફ બેચેની ઉભી કરે છે. કફ ગળામાં જમવાની સાથે છાતીમાં પણ ચીપકી જાય છે. કોઈ ચીજમાં એલેર્જી હોવાને લીધે ગળામાં કફ જામે છે, શ્વસન તંત્રની ક્રિયામાં ચીકાશ  બને છે જેમાં મૃત કોશિકાઓ અને કચરો હોય છે. જે કફ સ્વરૂપે બહાર આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કફ, શરદી, તાવ, દમ મટેના ઘરેલુ ઉપચારો.

ગળો અને મધનું સેવન કરવાથી કફ મટે છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે.

કફ દુર નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દુર કરીને અસ્થમાના રોગને નિયંત્રિત ઈ શકાય છે. અંજીર ખુબ સ્વાસ્થ્યપ્રદ હોય છે. અંજીરનો ઉપયોગ કરવા માટે ત્રણ સુકા અંજીરને પલાળીને રાખો.  બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે પી લેવા.  આમ અસ્થમાના રોગમાં અંજીરની અસર લાંબા સમય સુધી રહે છે.

આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં ભેળવીનેને લેવી અસ્થમાના દર્દીને ફાયદાકારક છે. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરવું જોઈએ. તેનાથી શ્વાસ લેવાના માર્ગમાંથી ચીકાસ અને  રજકણો દુર થાય છે. સાથે શ્વસન માર્ગનો સોજો પણ દુર થાય છે. આમ દાડમ અન્ય રોગને અને શ્વાસની તકલીફ માટે ખુબ જ ઉપયોગી છે.

જ્યારે 10 થી 15 દિવસોમાં તાવનો સમસ્યા દુર ન થાય તો તે વ્યક્તિને જુનો તાવ હોય શકે છે. આ સમસ્યામાં ગળો ખુબ જ લાભદાયી છે. આ તાવમાં ગળો મહદઅંશે લાભ પહોંચાડે છે. તેના માટે ગળોના વેલા અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટીપાયરેટીક તાવ ઠીક કરનારા અને એન્ટી મેલેરીયલ મેલેરિયા દુર કરનારા તત્વો હોય છે.

અરડૂસી કફના ઈલાજ તરીકે વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. અરડૂસીના પાંદડાનું સેવન, રસ, ઉકાળો વગેરે બનાવીને સેવન કરવાથી ફેફસા અને છાતીમાં રહેલો કફ નીકળે છે. આ ઈલાજ કરવાથી કફની સાથે જોડાયેલા રોગ પણ મટે છે. જેમાં અસ્થમા, ટીબી, ખાંસી, દમ જેવા રોગો એન શરદી પણ ઠીક થાય છે

એક ડુંગળી લઈને તેને  ધોઈને તેના ટુકડા કરી કાપી લો. આ આ ટુકડા પર બંને બાજુ પર ખાંડ ભભરાવી ને અડધો કલાક સુધી રાખી મુક્વાથી તેમાંથી તરલ પદાર્થો નીકળવા લાગશે. આ પદાર્થની એક ચમચી લઈને પીવાથી પીવાથી કફ શરીરમાંથી બહાર નીકળશે છે. આ ઉપાય દિવસમાં ત્રણ કલાકના એક ચમચીના ઉપયોગથી કફનો નાશ કરી શકો છો.

ભોરીંગણી, જીરા ને આમળાનું ચૂર્ણ મધમાં ચાટવાથી અસ્થમા દમ અને શ્વાસ સંબંધી રોગો મટે છે. ભોરીંગણીના પાન, ફળ, ફૂલ, છાલ અને મુળની ભૂકી દુધમાં લેવાથી અસ્થમા (દમ) હલકો પડે છે. ભોરીંગણીના ફળનો ઉકાળો સિંધ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી ભયંકર અસ્થમામાં પણ ફાયદો કરે છે.  નાની ભોરીંગણીના મૂળ, ધોળા જીરું અને આમળા સાથે બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી અસ્થમામાં રાહત થાય છે.

મોટી ઈલાયચી માં કફને મટાડવાના ગુણ ધરાવનાર છે. એટલે કે તે શરીરમાં કફનો ઘટાડો કરે છે. જેથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો કરે છે. જેથી અસ્થમાના રોગીના આયુર્વેદિક નિષ્ણાતો અસ્થમાના રોગી માટે મોટી ઈલાયચીનું સેવન કરવાની સલાહ આપે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top